Geography
પેણગંગા (નદી)
પેણગંગા (નદી) : મહારાષ્ટ્ર રાજ્યમાં વહેતી નદી. તે ઉત્તર મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં આવેલા ચિખલી તાલુકાની પશ્ચિમ સરહદે અજંતાની ટેકરીઓમાંથી નીકળે છે. શરૂઆતમાં તેનો પ્રવહનપથ અગ્નિ દિશા તરફનો રહે છે, પછીથી અકોલા તરફ દક્ષિણમાં વહે છે, ત્યાંથી પરભણી-યવતમાળ-નાંદેડ જિલ્લાઓની સરહદ પર વહે છે. યવતમાળ જિલ્લાના વણી તાલુકામાં તે વર્ધા નદીને મળે…
વધુ વાંચો >પેન્નાર
પેન્નાર : દક્ષિણ ભારતની નદી. કર્ણાટકના ચિક બેલાપુરથી 11 કિમી.ને અંતરે આવેલા નૈર્ઋત્યના દખ્ખણના ઉચ્ચપ્રદેશમાંથી તે નીકળે છે. અહીંથી તે ઉત્તર તરફ વહી આંધ્રપ્રદેશમાં પ્રવેશે છે. ત્યાંથી તે પૂર્વ તરફનો વળાંક લે છે, વચ્ચે તેને દક્ષિણ તરફથી ચિત્રવતી અને ઉત્તર તરફથી કુંડેરુ નદી મળે છે. ત્યાંથી નેલોર પાસે થઈને કોરોમાંડલ…
વધુ વાંચો >પેન્સિલવેનિયા
પેન્સિલવેનિયા : યુ.એસ.નાં સંલગ્ન રાજ્યોમાંનાં મૂળ તેર રાજ્યો પૈકીનું એક રાજ્ય તથા દેશનું ઐતિહાસિક અને ઔદ્યોગિક મહત્ત્વ ધરાવતું ઘટક રાજ્ય. દેશના ઉત્તર ભાગમાં ઈશાન તરફ આવેલું આ મધ્ય ઍટલાન્ટિક રાજ્ય ‘પેન્સ વૂડ્ઝ’ (Penns Woods) નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે લગભગ 39o 43’થી 42o 30′ ઉ.અ. અને 74o…
વધુ વાંચો >પેરામારીબો
પેરામારીબો : દક્ષિણ અમેરિકાના ઉત્તરતરફી ઈશાન ભાગમાં આવેલા સુરીનામ દેશનું પાટનગર, સૌથી મોટું શહેર અને મુખ્ય બંદર. ભૌગોલિક સ્થાન : 5o 50′ ઉ. અ. અને 55o 10′ પ. રે. તે આટલાન્ટિક મહાસાગરના કિનારાથી અંદર તરફના ભૂમિભાગમાં લગભગ 20 કિમી.ને અંતરે સુરીનામ નદી પર આવેલું છે. મહાસાગર નજીકની નદીનાળમાં ઉદભવતી નાની…
વધુ વાંચો >પેરિયાર (નદી સરોવર)
પેરિયાર (નદી, સરોવર) : દક્ષિણ ભારતના નૈર્ઋત્ય ભાગમાં કેરળ રાજ્યમાં આવેલાં નદી અને સરોવર. પેરિયાર નદી તમિળનાડુ-કેરળની સરહદ પરના પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે અને ત્યાંથી ઉત્તર તરફ વહીને પેરિયાર સરોવરને મળે છે. આ નદી સરોવરના પૂર્વ ભાગમાંથી ફરીથી નીકળે છે અને પર્વતોમાં થઈને વાયવ્ય તરફ વહે છે. કોટ્ટાયમ્ તથા એર્નાકુલમ્…
વધુ વાંચો >પૅરિસ
પૅરિસ : ફ્રાન્સનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 48o 52′ ઉ. અ. અને 2o 20′ પૂ. રે. મધ્ય ફ્રાન્સના ઉત્તર ભાગમાં તે સીન નદીના બંને કાંઠે વિશાળ ગોળાકાર વિસ્તારમાં પથરાયેલું છે. ઇંગ્લિશ ખાડી પરના સીન નદીના મુખથી અગ્નિકોણમાં 170 કિમી.ને અંતરે તે ગીચ વસ્તીવાળા ફળદ્રૂપ પ્રદેશમાં આવેલું…
વધુ વાંચો >પેરુ
પેરુ : દક્ષિણ અમેરિકા ખંડના પશ્ચિમ ભાગમાં પૅસિફિક મહાસાગર કિનારે આવેલો સ્વતંત્ર પ્રજાસત્તાક દેશ. વિસ્તારની દૃષ્ટિએ દક્ષિણ અમેરિકામાં તે બ્રાઝિલ અને આર્જેન્ટિના પછી ત્રીજા ક્રમે આવે છે. 0oથી 18o 20′ દ. અ. અને 68o 35’થી 81o 20′ પ. રે. વચ્ચેનો 12,85,216 ચોકિમી. જેટલો કુલ ભૌગોલિક વિસ્તાર તે આવરી લે છે.…
વધુ વાંચો >પૅલેસ્ટાઇન (ભૂગોળ)
પૅલેસ્ટાઇન (ભૂગોળ) : પશ્ચિમ એશિયા અથવા તો મધ્ય-પૂર્વમાં આજનું ‘ગાઝા પટ્ટી’ (Gaza Strip) તરીકે ઓળખાતું ક્ષેત્ર. તે જૉર્ડન નદી-ખીણની પશ્ચિમે ભૂમધ્ય સમુદ્રના પૂર્વ કાંઠા પર ઉત્તર-દક્ષિણ લાંબી પટ્ટીના રૂપમાં આવેલું છે. તેની એક બાજુએ ઇઝરાયલની સીમા છે, તો બીજી બાજુએ ઇજિપ્તની. આમ છતાં પૅલેસ્ટાઇનવાસીઓની માગણી મુજબનો આ નવોદિત રાષ્ટ્રનો વિસ્તાર…
વધુ વાંચો >પૉઇન્તે નૉઇર (રીપબ્લિક ઑવ્ ધ કૉંગો)
પૉઇન્તે નૉઇર (રીપબ્લિક ઑવ્ ધ કૉંગો) : મધ્ય-પશ્ર્ચિમ આફ્રિકાખંડમાં આવેલા રિપબ્લિક ઑવ્ ધ કૉંગોનું ઍટલાન્ટિક મહાસાગરના કિનારા પરનું મુખ્ય બંદર તથા કૉંગોના પ્રાદેશિક વિભાગ કૌઈલોઉ(Kouilou)નું મુખ્ય વહીવટી મથક. ભૌ. સ્થાન : 4o 48’ દ. અ. અને 11o 51’ પૂ. રે. આ શહેર કૉંગોના પાટનગર બ્રેઝાવિલેથી પશ્ર્ચિમે 392 કિમી. અંતરે તથા…
વધુ વાંચો >પોતન
પોતન : સિંધમાં સિંધુ નદીના મુખ ઉપર આવેલું ભારતનું પ્રાચીન બંદર. તેની સ્થાપના મેસિડોનિયાના ઍલેક્ઝાન્ડરે કરી હતી. ઈ. સ. પૂ. બીજા શતકમાં થઈ ગયેલા અગાથાર ખાઇદીસે તેના રાતા સમુદ્રના વૃત્તાંતના પુસ્તકમાં તેનો પ્રથમ ઉલ્લેખ કર્યો છે. આ અપ્રાપ્ય પુસ્તકમાંથી દિયોદોરોસ અને ફોતિયસે પોતન અંગેનાં અવતરણો લીધાં છે. તેમના જણાવ્યા પ્રમાણે…
વધુ વાંચો >