Film

કૅબિનેટ ઑવ્ ડૉ. કેલિગુરી

કૅબિનેટ ઑવ્ ડૉ. કેલિગુરી (1919) : જર્મન ફિલ્મ. નિર્માતા : એરિક પૉમર; દિગ્દર્શક : રૉબર્ટ વીની; પટકથા : કાર્લ મેયર, હૅન્સ જેનોવિટ્ઝ; પ્રથમ રજૂઆત : ફેબ્રુઆરી 1920, બર્લિન. ફિલ્મકલામાં ‘અભિવ્યક્તિવાદ’ (expressionism) પ્રથમ પ્રગટ કરવાનો યશ આ ફિલ્મને પ્રાપ્ત થાય છે. ફિલ્મની કથાનો પ્રારંભ જર્મનીના એક નાના ગામથી થાય છે, જ્યાં…

વધુ વાંચો >

કૈફી આઝમી : જુઓ આઝમી કૈફી.

કૈફી આઝમી : જુઓ આઝમી કૈફી.

વધુ વાંચો >

કોકિલા

કોકિલા : રમણલાલ વસંતલાલ દેસાઈની તે નામની ગુજરાતી નવલકથા (પ્રથમ આવૃત્તિ, પ્રકાશનવર્ષ ડિસેમ્બર 1928) પર આધારિત હિંદી સિનેકૃતિ. નિર્માણવર્ષ : ઈ. સ. 1938-39; નિર્માણસંસ્થા : સાગર મૂવીટોન, મુંબઈ; દિગ્દર્શન : ચીમનભાઈ દેસાઈ; અભિનયવૃન્દ : મોતીલાલ, સવિતાદેવી, શોભના સમર્થ, પેસી પટેલ, માયા બૅનરજી વગેરે. રજૂઆતવર્ષ ઈ.સ. 1940-41. જગદીશ (મોતીલાલ) યુવાન, સન્નિષ્ઠ…

વધુ વાંચો >

કોટક – વજુ

કોટક, વજુ (જ. 30 જાન્યુઆરી 1915, રાજકોટ; અ. 29 નવેમ્બર 1959, મુંબઈ) : ફેલાવાની ર્દષ્ટિએ ગુજરાતના પ્રથમ નંબરના અને ભારતના ચોથા નંબરના સાપ્તાહિક ‘ચિત્રલેખા’ના સ્થાપક તથા તંત્રી. પત્રકાર, નવલકથાકાર, વાર્તાકાર અને ગદ્યકાર. તેઓ 1937માં અમદાવાદમાં આવ્યા અને 1939થી મુંબઈમાં સ્થાયી થયા. આર્ટ્સના પ્રથમ વર્ષ સુધી જ શિક્ષણ પામેલા. શૈશવથી તેમને…

વધુ વાંચો >

કોનેરી સીન ટૉમસ

કોનેરી, સીન ટૉમસ (જ. 25 ઑગસ્ટ 1930, એડિનબર્ગ, સ્કૉટલૅન્ડ; અ. 31 ઑક્ટોબર 2020, લીફૉર્ડ કે, બહામા) : અભિનેતા. મૂળ નામ : ટૉમસ સીન કોનેરી. પિતા જૉસેફ કોનેરી કારખાનામાં કામદાર હતા. માતા યુફેમિયા મેકલીન ઘરોમાં કચરાપોતાં કરવાનું કામ કરતાં. બ્રિટિશ સિક્રેટ સર્વિસના જાસૂસ જેમ્સ બૉન્ડ 007નું કાલ્પનિક પાત્ર ભજવીને જીવંત દંતકથા…

વધુ વાંચો >

કોપોલા

કોપોલા (જ. 7 એપ્રિલ 1939, ડેટ્રોઇટ, મિશિગન) : અમેરિકન ફિલ્મસર્જક. આખું નામ ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા. 1957-60 હોફસ્ટ્રા કૉલેજમાં શિક્ષણ. 1960માં બી.એ. થયા. 1960-62 દરમિયાન લૉસ એન્જિલીસ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયામાં માસ્ટર ઑવ્ સિનેમાની ડિગ્રી પ્રાપ્ત કરી (1968). 1963માં એલિનૉર નીલ સાથે લગ્ન. 1962માં રોજર કૉરમૅનની ફિલ્મ કંપનીમાં ડબિંગ, સાઉન્ડ રેકૉર્ડિંગ અને…

વધુ વાંચો >

કૉર્ડા ઍલેકઝાંડર (સર)

કૉર્ડા, ઍલેકઝાંડર (સર) (જ. 16 સપ્ટેમ્બર 1893, ટર્કે, હંગેરી; અ. 23 જાન્યુઆરી 1956, લંડન) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ચલચિત્ર-નિર્માતા અને દિગ્દર્શક. મૂળ નામ સિંડોર કેલ્નર. શિક્ષણ બુડાપેસ્ટની રિફૉર્મિસ્ટ કૉલેજ તથા ત્યાંની રૉયલ યુનિવર્સિટીમાં લીધું. વીસ વર્ષ કરતાં પણ નાની ઉંમરે પત્રકારત્વમાં દાખલ થયા. 1916માં બુડાપેસ્ટ ખાતેના એક નાના મકાનમાં ચલચિત્ર…

વધુ વાંચો >

કોશિશ

કોશિશ : 1972નો ઉત્તમ કથાચિત્રનો ઍવૉર્ડ પ્રાપ્ત કરનાર હિન્દી ચલચિત્ર. શારીરિક ખોડખાંપણ ધરાવનારા પણ જો સન્નિષ્ઠપણે કોશિશ કરે તો મુશ્કેલીઓ છતાં સુખી જીવન જીવી શકે છે તેવો સંદેશ તેમાં વ્યક્ત થયો છે. નિર્માણ વર્ષ : 1972; ભાષા : હિન્દી; નિર્માણસંસ્થા : ઉત્તમ ચિત્ર; નિર્માતા : રોમુ એન. સિપ્પી, રાજ એન.…

વધુ વાંચો >

કોંડકે દાદા

કોંડકે, દાદા (જ. 8 ઑગસ્ટ 1932, ભોર, પુણે; અ. 14 માર્ચ 1998, મુંબઈ) : મરાઠી લોકનાટ્ય તથા ચલચિત્રના લોકપ્રિય અભિનેતા. આખું નામ કૃષ્ણા ખંડેરાવ કોંડકે. હોશિયાર હોવા છતાં ગણિત વિષય જરા પણ ફાવતો ન હોવાથી ભણી શક્યા નહિ. તેથી ભરણપોષણના સાધન તરીકે મુંબઈના ભોઈવાડા ખાતેના શ્રીકૃષ્ણ બૅન્ડ જૂથમાં સામેલ થયા.…

વધુ વાંચો >

કૌલ મણિ

કૌલ, મણિ (જ. 25 ડિસેમ્બર 1944, જોધપુર, રાજસ્થાન; અ. 6 જુલાઈ 2011, ગુરગાંવ, હરિયાણા) : ભારતીય ફિલ્મસર્જક. ચીલાચાલુ ભારતીય ફિલ્મોના સ્વરૂપમાં આમૂલ પરિવર્તન લાવનાર ફિલ્મસર્જક. મૂળ નામ રવીન્દ્રનાથ કૌલ. ફિલ્મનું માધ્યમ કૅમેરા અને ધ્વનિ છે. આ બંને દ્વારા વિચારની અભિવ્યક્તિ કરી શકનાર ફિલ્મ સફળ ફિલ્મ ગણાવી શકાય. મણિ કૌલની પ્રથમ…

વધુ વાંચો >