English literature
યર્બી, ફ્રૅન્ક
યર્બી, ફ્રૅન્ક (જ. 5 સપ્ટેમ્બર 1916, ઑગસ્ટા) : અમેરિકાના ઐતિહાસિક નવલકથાકાર. તેમને ‘હેલ્થ કાર્ડ’ (1944) નામક વાર્તાસંગ્રહ માટે ઓ’ હેનરી સ્પેશ્યલ ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો, પરંતુ તેમની નવલકથા ‘ધ ફૉક્સિસ ઑવ્ હૅરો’(1946)એ તેમને વ્યાપક પ્રસિદ્ધિ અપાવી હતી. તે નવલકથાનું ધૂમ વેચાણ થયું હતું. 1947માં તેના આધારે ફિલ્મનું નિર્માણ પણ કરવામાં…
વધુ વાંચો >યંગ, એડ્વર્ડ
યંગ, એડ્વર્ડ (જ. 1683, યુફામ, હૅમ્પશાયર, ઇંગ્લૅન્ડ; અ. 5 એપ્રિલ 1765) : અંગ્રેજી કવિ અને નાટ્યકાર. તેમણે ઑક્સફર્ડ ખાતે અભ્યાસ કર્યો અને 1708માં તેઓ ‘ઑલ સોલ્સ, ઑક્સફર્ડ’ના ફેલો બન્યા. તે તેમના ‘ધ કમ્પ્લેઇન્ટ, ઑર, નાઇટ-થૉટ્સ ઑન લાઇફ, ડેથ ઍન્ડ ઇમ્મોર્ટાલિટી’ (1742–1746) નામક દીર્ઘ કાવ્યકૃતિથી ખૂબ જાણીતા બન્યા. તેમની સાવકી દીકરી,…
વધુ વાંચો >યંગ, ફ્રાન્સિસ બ્રેટ
યંગ, ફ્રાન્સિસ બ્રેટ (જ. 1884, હેલ્સ ઓવન, વેસ્ટ મિડલૅન્ડ્ઝ, ઇંગ્લૅન્ડ; અ. 1954) : બ્રિટિશ નવલકથાકાર. તેમણે શરૂઆતમાં જહાજી ડૉક્ટર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. તેમની નવલકથા ‘પૉર્ટ્રેટ ઑવ્ ક્લેર’(1927)થી તેમને લેખક તરીકે સારી એવી પ્રસિદ્ધિ મળી. ત્યારબાદ તેમના દેશ પ્રત્યેના ઊંડા પ્રેમને ગૂંથી લેતી નવલકથાઓ તેમણે ક્રમશ: આપી. તેમાં ‘માઇ…
વધુ વાંચો >યંગ, શાલૉર્ટ (મેરી)
યંગ, શાલૉર્ટ (મેરી) (જ. 11 ઑગસ્ટ 1823, ઓત્તરબૉર્ન, હૅમ્પશાયર, ઇંગ્લૅન્ડ; અ. 24 માર્ચ 1901) : અંગ્રેજ મહિલા-નવલકથાકાર. તેમની નવલકથા ‘ધી એર ઑવ્ રેડક્લિફ’(1853)એ તેમને ભારે ખ્યાતિ અપાવી. તે અત્યંત ભાવનાસભર નવલકથા છે. તેમની એટલી જ જાણીતી બીજી નવલકથા છે : ‘હાર્ટ સીઝ’ (1854); ‘ધ ડેઇઝી ચેન’ (1856), ‘યંગ સ્ટેપ મધર’…
વધુ વાંચો >યંગહસબન્ડ, ફ્રાન્સિસ એડ્વર્ડ, સર
યંગહસબન્ડ, ફ્રાન્સિસ એડ્વર્ડ, સર (જ. 31 મે 1863, મરી, ભારત; અ. 31 જુલાઈ 1942, ડૉરસેટ, ઇંગ્લૅન્ડ) : બ્રિટનના સાહસખેડુ પ્રવાસી અને સૈનિક. 1882માં લશ્કરમાં જોડાયા. 1886–87માં મંચુરિયાનો સાહસ-પ્રવાસ હાથ ધરી પેકિંગ(બીજિંગ)થી યારકંદ થઈને મધ્ય એશિયા પાર કર્યું; પાછા વળતાં કાસ્ગરથી મુસ્તાંગ ઘાટમાં થઈને ભારતમાં પ્રવેશવાનો માર્ગ તેમણે શોધી કાઢ્યો. 1902માં…
વધુ વાંચો >યુસ્તિનૉફ, પીટર ઍલેક્ઝાન્ડર, સર
યુસ્તિનૉફ, પીટર ઍલેક્ઝાન્ડર, સર (જ. 16 એપ્રિલ 1921, લંડન, ઇંગ્લૅન્ડ) : નામી આંગ્લ અભિનેતા, દિગ્દર્શક અને નાટ્યલેખક. તેમનાં રશિયન માતા-પિતા શ્વેત કુળનાં હતાં. અભ્યાસ કર્યો વેસ્ટમિન્સ્ટર શાળામાં. 1938માં તેમણે રંગભૂમિ પર સૌપ્રથમ અભિનય-પ્રવેશ કર્યો. પછી બીજા વિશ્વયુદ્ધમાં લશ્કરી સેવા બજાવી. 1942માં ફિલ્મક્ષેત્રે પદાર્પણ કર્યું અને અભિનેતા, લેખક તથા નિર્માતા એમ…
વધુ વાંચો >યેટ્સ, ડબ્લ્યૂ. (વિલિયમ) બી. (બટલર)
યેટ્સ, ડબ્લ્યૂ. (વિલિયમ) બી. (બટલર) (જ. 13 જૂન 1865, સૅન્ડી-માઉન્ટ, ડબ્લિન; અ. 28 જાન્યુઆરી 1939, રૉકબ્રુન-કૅપ-માર્ટિન, ફ્રાન્સ) : અંગ્રેજ કવિ અને નાટ્યકાર. 1923માં તેમને સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર અપાયો હતો. તે અગ્રણી આઇરિશ રાષ્ટ્રવાદી અને રાજકારણી પણ હતા. પિતા જે. બી. યેટ્સ વકીલાત છોડીને ચિત્રકાર બનેલા. કુટુંબ મૂળ ઇંગ્લૅન્ડનું, પણ…
વધુ વાંચો >રસેલ, વિલી
રસેલ, વિલી (જ. 23 ઑગસ્ટ 1947, વિસ્ટન, લૅન્કેશાયર, ઇંગ્લૅન્ડ) : આંગ્લ નાટ્યકાર. શાળાકીય શિક્ષણ નૉઝલી તથા રેનફર્ડ, લૅન્કેશાયરમાં. વિશેષ શિક્ષણ લૅન્કેશાયરમાં 1969-70. સેંટ કૅથરિન્સ કૉલેજ ઑવ્ હાયર એજ્યુકેશન, લિવરપૂલમાં, 1970-73. બેર બ્રાન્ડ વેરહાઉસમાં મજૂર તરીકે કામગીરી (1968-69). શિક્ષક શૉરફીલ્ડ્ઝ કૉમ્પ્રિહેન્સિવમાં 1973-74. સ્વતંત્ર લેખક તરીકે કારકિર્દીનો આરંભ 1974થી. સહાયક દિગ્દર્શક (1981-83)…
વધુ વાંચો >રસ્કિન, જૉન
રસ્કિન, જૉન (જ. 8 ફેબ્રુઆરી 1819, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 20 જાન્યુઆરી 1900, કોનિસ્ટન, લૅન્કેશાયર, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ સાહિત્યકાર, વિવેચક અને ચિત્રકાર. ‘ગૉથિક રિવાઇવલ’ ચળવળના પુરસ્કર્તા. માતા માર્ગારેટ અને પિતા જૉન જેમ્સના એકમાત્ર પુત્ર. પિતા દારૂના મોટા વેપારી. વારસામાં મળેલી મિલકતનો મોટો હિસ્સો રસ્કિને જરૂરતમંદોને વહેંચી દીધેલો. માતાએ પુત્રને બાઇબલના સંસ્કારનો…
વધુ વાંચો >રાઇડર્સ ટુ ધ સી (1904)
રાઇડર્સ ટુ ધ સી (1904) : અંગ્રેજી ભાષાનું વીસમી સદીના આરંભનું આઇરિશ નાટ્યકાર જૉન મિલિંગ્ટન સિન્જ(1871-1909)નું ખૂબ નોંધપાત્ર ગણાયેલું એકાંકી. આ નાટકમાં એકાંકી સ્વરૂપ સોળે કળાએ ખીલી ઊઠ્યું છે અને તે મુખ્યત્વે એ કારણે કે એમાં પાંચ પાંચ પુત્રો સાગરદેવને ખોળે ધરી દેનાર મા મૌર્યાની વેદના રસળતી રીતે વ્યક્ત થઈ…
વધુ વાંચો >