Economics
પ્રેમચંદ રાયચંદ
પ્રેમચંદ રાયચંદ (જ. 1812, સૂરત; અ. 1876) : સાહસિક ગુજરાતી વેપારી અને દાનવીર. સૂરતના વતની. તેમનો જન્મ મોટો મોભો અને મોટી શાખ ધરાવતા જૈન કુટુંબમાં થયો હતો. દાદા ઝવેરી હતા. તેમના પિતા રાયચંદ દીપચંદ રૂ તથા બીજી ચીજોનો વેપાર કરતા હતા. તેઓ એક અન્ય સગા સાથે ભાગીદારીમાં દલાલીનો ધંધો પણ…
વધુ વાંચો >પ્રેસિડંસી બૅંક
પ્રેસિડંસી બૅંક : સૌપ્રથમ પ્રેસિડંસી બૅંક બંગાળમાં કૉલકાતા ખાતે બૅંક ઑવ્ બૅંગોલના નામે 1 મે 1806ના રોજ શરૂ કરવામાં આવી હતી. તેની મૂડી રૂ. 50 લાખની હતી ને તેનો 20% હિસ્સો સરકારે પૂરો પાડ્યો હતો. બીજી પ્રેસિડંસી બૅંક મુંબઈમાં બૅંક ઑવ્ બૉમ્બે તરીકે 1840માં રૂ. 52.25 લાખની મૂડીથી સ્થાપવામાં આવી…
વધુ વાંચો >પ્રોસેસિંગ ઉદ્યોગો
પ્રોસેસિંગ ઉદ્યોગો : જુઓ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ
વધુ વાંચો >પ્રૉસ્પેક્ટસ (બોધપત્ર)
પ્રૉસ્પેક્ટસ (બોધપત્ર) : કંપની અંગે જાહેર જનતાને માહિતી આપતો અને કંપનીના શેર ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ. પ્રૉસ્પેક્ટસ વાંચવાથી કંપની વિશે લોકો પૂરેપૂરી માહિતી મેળવી શકે છે. તેમાંના મહત્વના મુદ્દાઓ વર્તમાનપત્રો અને જાહેરાતનાં અન્ય માધ્યમો દ્વારા લોકોની જાણ માટે રજૂ કરવામાં આવે છે; પરંતુ તેથી બોધપત્રને જાહેરાત ગણી શકાય નહિ.…
વધુ વાંચો >ફલનકાળ (gestation period)
ફલનકાળ (gestation period) : સાધનરોકાણ અને અંતિમ ઉપયોગની વપરાશની કે મૂડીની વસ્તુની પ્રાપ્તિ વચ્ચે જે સમયગાળો વીતે છે તેને ફલનકાળ કહેવામાં આવે છે. ખેતરમાં બીજ વાવવામાં આવે તે પછી દિવસો કે મહિનાઓ બાદ પાક તૈયાર થાય છે. માણસ તેના બાપદાદાએ રોપેલા આંબાની કેરી ખાય છે. લોખંડ-પોલાદના કારખાનાનું બાંધકામ શરૂ કરવામાં…
વધુ વાંચો >ફાજલ ઉત્પાદન-શક્તિ
ફાજલ ઉત્પાદન-શક્તિ : ઉત્પાદન એકમની સ્થાપિત શક્તિ તથા તેમાંથી ખરેખર ઉપયોગમાં લેવાતી શક્તિ વચ્ચેનો તફાવત. પેઢી કે ઉત્પાદન-એકમમાં વપરાતી યંત્રસામગ્રીને જો સુયોગ્ય રીતે ચલાવવામાં આવે તો ચોક્કસ સમય-ગાળા (દિવસ, માસ, વર્ષ) દરમિયાન તે જે અધિકતમ ઉત્પાદન આપી શકતી હોય તેને તેની સ્થાપિત શક્તિ (established capacity) કહેવામાં આવે છે. તેમાંથી તે…
વધુ વાંચો >ફિલિપ્સ, એ. ડબ્લ્યૂ. એચ.
ફિલિપ્સ, એ. ડબ્લ્યૂ. એચ. (જ. 1914; અ. 1975) : જાણીતા અર્થશાસ્ત્રી. વિદ્યુત ઇજનેર તરીકે શરૂઆતમાં ઘણી પેઢીઓમાં કામ કર્યું. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન ઇંગ્લૅન્ડના વિમાની દળમાં તકનીકી નિષ્ણાત તરીકે સેવાઓ આપી. 1950માં લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સમાં અર્થશાસ્ત્ર વિભાગમાં જોડાયા (1950–58). 1958માં લંડન યુનિવર્સિટીમાં ‘ટૂક પ્રોફેસર ઑવ્ ઇકોનૉમિક્સ, સાયન્સ ઍન્ડ સ્ટેટિસ્ટિક્સ’ના…
વધુ વાંચો >ફિલિપ્સ-રેખા (Phillips Curve)
ફિલિપ્સ-રેખા (Phillips Curve) : ભાવવધારાના દર અને બેકારીના દર વચ્ચેનો વ્યસ્ત સંબંધ દર્શાવતી રેખા. ઇંગ્લૅન્ડના એક અર્થશાસ્ત્રી એ. ડબલ્યૂ. ફિલિપ્સે ઇંગ્લૅન્ડના 1861થી 1957ના સમયગાળાના પ્રસ્તુત આંકડાઓનો ઉપયોગ કરીને આ રેખા તારવી હતી. તેમાં નાણાકીય વેતનના વૃદ્ધિદરના અને બેકારીના દરના આંકડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ આંકડાઓને આલેખમાં રજૂ કરતી વખતે…
વધુ વાંચો >ફિશર, ઇર્વિંગ
ફિશર, ઇર્વિંગ (જ. 1867; અ. 1947) : વિખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી. નાણાકીય અને ગણિતબદ્ધ અર્થશાસ્ત્રના ક્ષેત્રે તેમનું પ્રદાન મહત્વનું છે. તેમણે ગણિતશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી મેળવી હતી અને તેથી આર્થિક સિદ્ધાંતો અને સમસ્યાઓના વિશ્લેષણમાં તેમણે ગણિતીય પદ્ધતિઓનો બહોળો ઉપયોગ કર્યો હતો. 1898–1935ના લગભગ ચાર દાયકા દરમિયાન તેઓ અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર…
વધુ વાંચો >ફુગાવો (inflation)
ફુગાવો (inflation) : દેશમાં વસ્તુઓ અને સેવાઓની કિંમતો સતત વધતી જતી હોય એટલે કે દેશના ચલણી નાણાની ખરીદશક્તિ પણ સતત ઘટતી જતી હોય ત્યારે દેશમાં ‘ફુગાવો’ પ્રવર્તે છે એમ કહી શકાય. ફુગાવો એ અસમતુલાની એવી સ્થિતિ છે, જેમાં ચલણી નાણાનાં જથ્થામાં સતત ઊંચા દરે વધારો થતો હોય છે, જે ભાવસપાટી…
વધુ વાંચો >