Economics
નાણું
નાણું : વિનિમયના માધ્યમ તરીકે સર્વસામાન્ય રીતે સ્વીકારાતી અસ્કામત. સાદા શબ્દોમાં કહીએ તો પોતાની ચીજવસ્તુઓ અને સેવાઓના બદલામાં જે અસ્કામત લોકો સામાન્ય રીતે સ્વીકારતા હોય તેને નાણાં તરીકે ઓળખવામાં આવે છે. વિનિમયના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ વ્યાપક બન્યો તે પહેલાં ચીજવસ્તુઓનો વિનિમય સાટાપદ્ધતિથી કરવામાં આવતો હતો, એટલે કે વસ્તુની સામે…
વધુ વાંચો >નાદારી
નાદારી : દેવાદાર તેનું દેવું ચૂકવવા માટે અસમર્થ છે તેવી અદાલત દ્વારા વિધિપૂર્વકની જાહેરાત. દેવાદારની કુલ મિલકતો કરતાં તેની કુલ જવાબદારી વધારે હોય તેવી પરિસ્થિતિમાં તેની મિલકતો લેણદારોમાં કરકસરપૂર્વક અને ન્યાયોચિત ધોરણે વહેંચી શકાય તથા તે પોતાની બધી મિલકતો સોંપી દે તો અદાલત તેને દેવામાંથી મુક્ત કરે ત્યાર પછી તરત…
વધુ વાંચો >નિકાસ
નિકાસ : દેશમાં પેદા કરવામાં આવેલી વસ્તુ કે સેવા અન્ય દેશના નાગરિકોને વેચવામાં આવે છે. આવું વેચાણ બે રીતે થઈ શકે : એક, દેશની વસ્તુઓને પરિવહન દ્વારા વિદેશોમાં મોકલવામાં આવે, એટલે કે વસ્તુઓનું દેશાન્તર થાય. બીજું, વિદેશના નાગરિકો આપણા દેશમાં આવીને આપણા દેશની ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદે તે પણ આપણી…
વધુ વાંચો >નિકાસ-આયાત બૅંક (Exim Bank; Export-Import Bank of India)
નિકાસ-આયાત બૅંક (Exim Bank; Export-Import Bank of India) : જુઓ એક્ઝિમ બૅન્ક (Exim Bank Export Import Bank of India)
વધુ વાંચો >નિમ્ન તંત્ર
નિમ્ન તંત્ર : જુઓ, પાયાની સવલતો
વધુ વાંચો >નિસર્ગવાદીઓ (physiocrats)
નિસર્ગવાદીઓ (physiocrats) : અઢારમી સદીમાં ફ્રાન્સમાં પ્રચલિત થયેલી આર્થિક વિચારધારાના પ્રણેતાઓ તથા સમર્થકોનો સમૂહ. તેમની વિચારસરણીને નિસર્ગવાદ (physiocracy) તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લૅન્ડમાં નિરંકુશ રાજાશાહીના કાળમાં વિકસેલા ‘વ્યાપારી મૂડીવાદ’(commercial capitalism)ને વૈચારિક સમર્થન આપતી વાણિજ્યવાદ(mercantalism)ની વિચારસરણીની પ્રતિક્રિયા રૂપે નિસર્ગવાદનો ઉદય થયો હતો. ફ્રૅન્કો ક્વીને આ વિચારસરણીના પ્રણેતા ગણાય છે. નિસર્ગવાદીઓના મત…
વધુ વાંચો >નુર્ક્સ, રાગ્નર
નુર્ક્સ, રાગ્નર (જ. 5 ઑક્ટોબર 1907, ઇસ્ટોનિયા; અ. 1959, જિનિવા) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા અર્થશાસ્ત્રી. વિકાસશીલ દેશોમાં આર્થિક વિકાસના પ્રશ્નો, આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને નાણાકીય પ્રશ્નોના ઊંડા અભ્યાસી તરીકે તેઓ વિશેષ જાણીતા છે. તેમણે ઉચ્ચશિક્ષણ એડિનબરો અને વિયેનામાં લીધેલું. 1935–45 દરમિયાન લીગ ઑવ્ નૅશન્સમાં અર્થશાસ્ત્રી તરીકે કામગીરી બજાવ્યા બાદ 1945–59 સુધી…
વધુ વાંચો >નૂર (freight)
નૂર (freight) : જમીનમાર્ગ, રેલમાર્ગ, સમુદ્રમાર્ગ અથવા હવાઈ માર્ગ દ્વારા મોકલેલા માલસામાન(consignment)ની હેરફેર માટેનું ભાડું. મોટરટ્રક, રેલવે એંજિન અને વિમાનની શોધ થતાં અગાઉ જહાજ દ્વારા માલસામાન મોકલવાનું ભાડું નૂર તરીકે ઓળખાતું હતું. હવે મોટર-ટ્રક, રેલવે અને વિમાન દ્વારા માલસામાન મોકલવાનું ભાડું પણ નૂર કહેવાય છે. વાહન કે વાહનનો અંશ ભાડે…
વધુ વાંચો >નૅશ, જૉન ફૉર્બસ (જુનિયર)
નૅશ, જૉન ફૉર્બસ (જુનિયર) (જ. 13 જૂન 1928, વૅસ્ટ વર્જિનિયા, યુ.એસ.; અ. 23 મે 2015, ન્યૂજર્સી, યુ.એસ.) : વિખ્યાત ગણિતજ્ઞ તથા 1994ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારના ત્રણ વિજેતાઓમાંના એક. અમેરિકામાં જન્મસ્થાન બ્લૂફીલ્ડમાં ઉછેર. પિતા ઇલેક્ટ્રિક્લ એન્જિનિયર, માતા લૅટિનની શિક્ષિકા. શાળાના નિયત અભ્યાસક્રમમાં ઓછી રુચિને લીધે શિક્ષણમાં ધીમી પ્રગતિ. વાચન, ચેસ તથા…
વધુ વાંચો >નૈસર્ગિક ઉદ્યોગો
નૈસર્ગિક ઉદ્યોગો : જુઓ, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ.
વધુ વાંચો >