Economics

ટ્રસ્ટીશિપ

ટ્રસ્ટીશિપ : ટ્રસ્ટીશિપ એટલે વાલીપણું. ટ્રસ્ટ એટલે વિશ્વાસ. મનુષ્ય મનુષ્ય વચ્ચેના સામાજિક, ધાર્મિક, રાજકીય, આર્થિક વગેરે સર્વસામાન્ય વ્યવહારો વિશ્વાસના પાયા પર ગોઠવાય છે. વિનોબાજીના કથન અનુસાર જીવનમાં જે સ્થાન શ્વાસનું છે તે સ્થાન સમાજમાં  વિશ્વાસનું છે. એટલે વિનોબાજીએ ટ્રસ્ટીશિપને ‘વિશ્વસ્ત વૃત્તિ’ નામ આપ્યું અને એને શિક્ષણથી પરિપુષ્ટ કરવાની વાત કરી.…

વધુ વાંચો >

ટ્રિફિન યોજના

ટ્રિફિન યોજના : આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF) હેઠળની નાણા-વ્યવસ્થામાં સુધારા દાખલ કરવાના હેતુથી 1960માં રજૂ કરવામાં આવેલ યોજના. યેલ યુનિવર્સિટીના પ્રોફેસર રૉબર્ટ ટ્રિફિને રજૂ કરેલ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય વિનિમયની તરલતાની સમસ્યાનું નિરાકરણ કરવાનો હતો. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળની સ્થાપના(1944)ના કેટલાક મહત્વના ઉદ્દેશોમાં સભ્ય દેશો વચ્ચે આર્થિક સહકાર દ્વારા આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન…

વધુ વાંચો >

ટ્રુડો, પિયર એલિયટ

ટ્રુડો, પિયર એલિયટ (જ. 18 ઑક્ટોબર 1919, મૉન્ટ્રિયલ, કૅનેડા; અ. 28 સપ્ટેમ્બર, 2000) : કૅનેડાના વિખ્યાત મુત્સદ્દી તથા વડાપ્રધાન. ફ્રેન્ચ તથા સ્કૉટિશ કુળના પિતા ચાર્લ્સ-એમિલી ટ્રુડો તથા માતા ગ્રેસ એલિયટના આ પુત્રનો ઉછેર સમૃદ્ધ કુટુંબમાં, ફ્રેન્ચ અને અંગ્રેજી દ્વિભાષી તથા દ્વિસાંસ્કૃતિક વાતાવરણમાં થયો હતો. કૅનેડાની મૉન્ટ્રિયલ યુનિવર્સિટીમાંથી 1943માં કાયદાશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર…

વધુ વાંચો >

ટ્રેઝરી ડિપૉઝિટ રસીદ

ટ્રેઝરી ડિપૉઝિટ રસીદ : વ્યાપારી બૅંકો પાસેથી સરકાર દ્વારા ફરજિયાતપણે મંગાવાતાં ઉછીનાં નાણાંની અનામતોની પહોંચ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1940ના જુલાઈ માસમાં સૌપ્રથમ વાર ટ્રેઝરી ડિપૉઝિટ રસીદો ઇંગ્લૅન્ડમાં અસ્તિત્વમાં આવી હતી અને ત્યારે તેના પરના વ્યાજનું ધોરણ 1.5 % હતું. રોકડ નાણાંની કટોકટીના સમયમાં બૅંકો આ રસીદોનાં નાણાં વટાવી શકતી. 1945…

વધુ વાંચો >

ટ્રેઝરી–બિલ

ટ્રેઝરી–બિલ : જુઓ, તિજોરીપત્ર

વધુ વાંચો >

ટ્રેડ માર્ક

ટ્રેડ માર્ક : વસ્તુની ઓળખ કરાવવા માટે તથા પ્રચાર દ્વારા તેનું વેચાણ વધારવા માટે તેના ઉત્પાદકે વસ્તુ અથવા સેવા અંગે કાયદા હેઠળ નોંધાવેલી નિશાની કે સંજ્ઞા. આધુનિક યુગમાં ઉત્પાદક પોતાની વસ્તુ કે સેવાના મહત્તમ વેચાણ માટે તેના ઉપર ખાસ પસંદ કરેલ નિશાની (brand) કે સંજ્ઞાનો ઉપયોગ કરે છે. આવી નિશાનીની…

વધુ વાંચો >

ટ્રેડ યુનિયન

ટ્રેડ યુનિયન : વેતન મેળવતા કામદારોએ પોતાનું જીવનધોરણ ટકાવવા, તેમાં સુધારો કરવા તથા માલિકો સામે પોતાના હિતની જાળવણી માટે રચેલું સંગઠન. ઔદ્યોગિક ક્રાંતિ (1760–1840) પછીના શરૂઆતના ગાળામાં માત્ર ઔદ્યોગિક કારખાનાંના કામદારો જ પોતાનાં સંગઠનો રચતા હતા; પરંતુ હવે બધા જ વ્યવસાયમાં રોકાયેલા કામદારો અને કર્મચારીઓ પોતાનાં આર્થિક હિતોનું જતન અને…

વધુ વાંચો >

ડંકલ દરખાસ્તો

ડંકલ દરખાસ્તો : આંતરરાષ્ટ્રીય વ્યાપારને મુક્ત અને વધુ સ્પર્ધાત્મક બનાવવાના હેતુથી યોજાયેલી મંત્રણાઓ દરમિયાન સધાયેલી સમજૂતીના સંદર્ભમાં પ્રયોજિત કાર્યવહી અંગે રજૂ થયેલા પ્રસ્તાવોનો ખરડો. બીજા વિશ્વયુદ્ધ પછી ગૅટ(આયાતજકાત અને વેપાર અંગેની સર્વસામાન્ય સમજૂતી)ના આશ્રયે 1979 સુધીમાં આંતરરાષ્ટ્રીય વેપાર પરનાં આયાતજકાત સહિતનાં નિયંત્રણો ઘટાડવા માટે સાત વાટાઘાટો થઈ ચૂકી હતી. 1986માં…

વધુ વાંચો >

ડિબેંચર

ડિબેંચર : કરાર દ્વારા કંપનીએ ઉછીનાં લીધેલાં નાણાં/ઊભાં કરેલાં દેવાં અંગે પોતાની મહોર સાથે આપેલો સ્વીકૃતિપત્ર. એમાં દેવાની ચોક્કસ રકમની ચુકવણી ભવિષ્યમાં ચોક્કસ તારીખે થાય ત્યાં સુધી ચોક્કસ દરે વ્યાજની ચુકવણી કરવા અંગેની બાંયધરી આપેલી હોય છે. કંપનીના આ પ્રકારના દેવાની જામીનગીરી તરીકે સામાન્ય રીતે કંપનીની મિલકતો ઉપર તરતો બોજ…

વધુ વાંચો >

ડિવિડન્ડ અને વ્યાજ

ડિવિડન્ડ અને વ્યાજ : કંપનીના શૅરહોલ્ડરને સભ્યપદના વળતર તરીકે કંપનીના નફામાંથી આપવામાં આવતો ભાગ તે લાભાંશ કે ડિવિડન્ડ અને કંપનીએ જાહેર જનતા પાસેથી ઉછીનાં લીધેલાં નાણાં ઉપર વળતર તરીકે આપવી પડતી રકમ તે વ્યાજ. ‘ડિવિડન્ડ’નો કોઈ સ્પષ્ટ અર્થ મળી શકતો નથી. 1956ના કંપનીધારામાં પણ કોઈ જોગવાઈ આ બાબતે નથી. ડિવિડન્ડ…

વધુ વાંચો >