Economics

ગ્રાહક-ભાવાંક

ગ્રાહક-ભાવાંક : વસ્તુઓ અને સેવાઓના છૂટક ભાવોમાં થતા ફેરફારોને લીધે નિર્વાહખર્ચ પર થતી અસરો માપવાની પદ્ધતિ. તેને સૂચક અંક (index number) તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય સૂચક અંક તૈયાર કરતી વેળાએ મોટા ભાગના લોકો પોતાની આવકનો નોંધપાત્ર હિસ્સો જે વસ્તુઓ અને સેવાઓની ખરીદી પર ખર્ચે છે તે વસ્તુઓ વસ્તીની…

વધુ વાંચો >

ગ્રાહકવાદ (consumerism)

ગ્રાહકવાદ (consumerism) : જુઓ ગ્રાહક-સુરક્ષા.

વધુ વાંચો >

ગ્રૅચ્યુઇટી

ગ્રૅચ્યુઇટી : બરતરફી સિવાયના અન્ય કોઈ કારણસર ફારેગ થતા કર્મચારી કે કામદારને સંસ્થા કે કંપની દ્વારા એકીસાથે ચૂકવાતી રકમ. તેના બે પ્રકાર છે : ઔદ્યોગિક કામદારોને લગતી ગ્રૅચ્યુઇટી અને સરકારી કર્મચારીઓને લગતી ગ્રૅચ્યુઇટી. ઔદ્યોગિક કામદારો : નિવૃત્તિ કે છટણી સમયે અથવા કામદાર અપંગ થાય કે તેનું મૃત્યુ થાય ત્યારે પણ…

વધુ વાંચો >

ઘસારો (depreciation)

ઘસારો (depreciation) : મિલકત કાળક્રમે જીર્ણ થવાથી અથવા વેપારઉદ્યોગમાં વપરાવાથી તેના મૂલ્યની કિંમતમાં ક્રમશ: અને કાયમી ધોરણે થતો ઘટાડો અને તેના ફળસ્વરૂપે ખર્ચ તરીકે દર વર્ષે નફાનુકસાન ખાતે ઉધારવામાં આવતો નાણાકીય બોજ. મિલકત કેટલા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય તેમ છે અને તેની ઉપયોગિતાની ક્ષમતા કેટલી છે તે બંને પરિસ્થિતિને…

વધુ વાંચો >

ચક્રવર્તી, સુખમય

ચક્રવર્તી, સુખમય (જ. 26 જુલાઈ 1934, મૈમનસિંગ, બાંગ્લાદેશ; અ. 22 ઑગસ્ટ 1990, ન્યૂદિલ્હી) : ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી. વિદ્યાકીય સિદ્ધિઓ અને પાંડિત્ય માટે જાણીતા કુટુંબમાં જન્મ. પિતા ભૂતપૂર્વ બંગાળ રાજ્યમાં ન્યાયાધીશ હતા. શરૂઆતનું શિક્ષણ ઢાકા ખાતે. કલકત્તાની પ્રેસિડેન્સી કૉલેજમાંથી અર્થશાસ્ત્ર સાથે બી.એ. તથા કલકત્તા યુનિવર્સિટીમાંથી તે જ વિષય સાથે એમ.એ. થયા.…

વધુ વાંચો >

ચલણ (currency)

ચલણ (currency) કોઈ પણ દેશમાં વિનિમયના માધ્યમ તરીકે વપરાતી કાયદેસર અને સર્વસ્વીકૃત હોય એવી વસ્તુ અને તેની પ્રથા. દરેક દેશમાં વિનિમયના માધ્યમ તરીકે વપરાતી વસ્તુ કે ચલણ જુદું જુદું હોય છે. ચલણનો અર્થ નાણું નથી; પરંતુ કોઈ પણ એક જ દેશના સંદર્ભમાં ચલણ અને નાણું પર્યાય તરીકે વપરાય છે. જુદા…

વધુ વાંચો >

ચલણ (ભારતીય)

ચલણ (ભારતીય) : દેશની સરકાર દ્વારા અધિકૃત વિનિમય-માધ્યમ. કોઈ પણ દેશના બધા જ લોકો દ્વારા વસ્તુઓ અને સેવાઓની આપ-લે કરવાના માધ્યમ તરીકે વપરાતા ધાતુના સિક્કા કે ખાસ પ્રકારના કાગળની નોટો. તે દેશની સરકાર અથવા મધ્યસ્થ બૅંક બહાર પાડે છે અને તે સમગ્ર દેશમાં કાયદેસર અમર્યાદિત સ્વીકૃતિ ધરાવે છે, જેને સરકારના…

વધુ વાંચો >

ચલણી નોટ

ચલણી નોટ : આધુનિક જમાનામાં વૈશ્વિક સ્તરે વ્યાપક રીતે અમલમાં આવેલું વિનિમયનું માધ્યમ. તે બિલ, કાગદી ચલણ અથવા નોટ સ્વરૂપમાં હોય છે. તે એક પરક્રામ્ય વટાઉ ખતપત્ર હોય છે. તે વચનચિઠ્ઠી (પ્રૉમિસરી નોટ) તરીકે પણ ઓળખાય છે. ઓછા મૂલ્યવાળા નાણાકીય એકમો માટે હવે સિક્કાઓ ચલણમાં રાખવામાં આવે છે જ્યારે વધુ…

વધુ વાંચો >

ચાણક્ય

ચાણક્ય : જુઓ કૌટિલ્ય

વધુ વાંચો >

ચાંદી ચલણ

ચાંદી ચલણ : જુઓ ચલણ

વધુ વાંચો >