Disease in vegetation

તેજાના પાકો

તેજાના પાકો ખોરાકને સ્વાદિષ્ટ ને સુગંધીદાર બનાવતા મસાલાના પાકો. આ પાકોની બનાવટો, ખાદ્ય પદાર્થોમાં ઉમેરવાથી ખોરાકને સુગંધિત અને લહેજતદાર બનાવી શકાય છે. તેજાના અને મસાલામાં બાષ્પશીલ (volatile) તેલ હોય છે; જે ખોરાકમાં સોડમ અને સ્વાદ ઉમેરે છે. ત્રેસઠ જેટલા તેજાના–મસાલા પાકો ભારતમાં ઉગાડવામાં આવે છે. તેજાના પાકોનું વર્ગીકરણ વિવિધ રીતે…

વધુ વાંચો >

થડના રોગો

થડના રોગો : વિવિધ પ્રકારના રોગજનક (pathogenic) જીવાણુઓ, ફૂગ અને કીટકો દ્વારા થતા થડના રોગો. થડને થતા જાણીતા રોગોમાં કોહવારો, ચાઠાં, રસઝરણ અને જીવાતના રોગોનો સમાવેશ થાય છે. થડનો કોહવારો : આ રોગ પિથિયમ, ફાઇટોફ્થોરા, રહાઇઝોક્ટિનિયા અને ફ્યુઝેરિયમ જેવી ફૂગ દ્વારા થાય છે. આ ફૂગ થડમાં પ્રવેશી તેની પેશીઓમાં સડો…

વધુ વાંચો >

દહિયો

દહિયો : કપાસને Ramularia arila નામની ફૂગથી થતો રોગ. તેને છારિયો પણ કહે છે. ભારતમાં તે દર વર્ષે દેશી જાતોમાં જોવા મળે છે. મહારાષ્ટ્ર રાજ્યમાં સંકર-4 અને જી.કોટ-10 જેવી અમેરિકન જાતોમાં પણ તે જોવા મળેલ છે. લાંબા ચોમાસાવાળાં ભેજવાળાં વર્ષોમાં તેમજ નીચાણવાળા પાણી ભરાઈ રહે તેવા વિસ્તારમાં આ રોગથી થતા…

વધુ વાંચો >

દાડમ

દાડમ : દ્વિદળી વર્ગમાં આવેલા કુળ પ્યુનિકેસીની ક્ષુપ કે નાનું વૃક્ષ સ્વરૂપ ધરાવતી વનસ્પતિ. વૈજ્ઞાનિક નામ Punica granatum Linn. (સં. દાડિમ; હિં. અનાર; બં. ડાલિમ; મ.ક. ડાલિંબ; ફા. અનારસીરી, અનારતુરશ; અં. pomegranate) છે. તેની મુખ્ય બે જાતો છે – એક પુષ્પવાળી, બગીચામાં રોપાતી અને બીજી ફળવાળી, વાડી કે કંપાઉન્ડમાં રોપાતી.…

વધુ વાંચો >

દાણાના ફૂગજન્ય રોગો

દાણાના ફૂગજન્ય રોગો : ફૂગને લીધે ધાન્ય પાકોમાં થતા રોગો. આ ફૂગો ડાંગર, બાજરી, ઘઉં જેવા પાકના દાણા પર પરોપજીવી જીવન ગુજારતી હોય છે. 1. દાણાની ફૂગ : આ ફૂગ દાણા ઉપર પરિપક્વ થતી અવસ્થા દરમિયાન તેમજ કાપણી બાદ દાણા ઉપર વધે છે. પરિણામે દાણાની ગુણવત્તા ઘટે છે. કેટલીક તો…

વધુ વાંચો >

દાણાની ગુલાબી ઇયળ

દાણાની ગુલાબી ઇયળ : જુઓ, જુવાર

વધુ વાંચો >

દ્રાક્ષ

દ્રાક્ષ : દ્વિદળી વર્ગમાં આવેલા વાઈટેસી કુળની મોટી પર્ણપાતી આરોહી વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vitis vinifera Linn. હિં. અંગુર; ગુ. મ. તે. કન્ન. ઓ. દ્રાક્ષ; અં. common grape છે. તે આરોહણની ક્રિયા પર્ણની  સામે આવેલા લાંબા, ઘણુંખરું દ્વિશાખી સૂત્ર દ્વારા કરે છે. પ્રકાંડ લગભગ 35 મી. લાંબું હોય છે. જોકે…

વધુ વાંચો >

ધરુનો સુકારો

ધરુનો સુકારો : ફેર-રોપણી માટે તૈયાર થાય તે પહેલાં ફૂગ કે જીવાણુઓના ચેપથી ધરુને થતો રોગ. આ સુકારો મુખ્યત્વે પીથિયમ, ફાયટોફ્થોરા અને ફ્યુસેરિયમ પ્રજાતિની ફૂગોથી થાય છે. ધરુનો સુકારો બે અવસ્થામાં જોવા મળે છે. સૌપ્રથમ બીજજન્ય અથવા જમીનજન્ય વ્યાધિજન ધરુના ઊગતા બીજાંકુરો પર આક્રમણ કરી, જમીનની બહાર નીકળતા પહેલાં ધરુને…

વધુ વાંચો >

નાગરવેલ

નાગરવેલ : દ્વિદળી વર્ગના પાઇપરેસી કુળની એક વનસ્પતિ. તે વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ Piper betle Linn. (સં. नागवल्ली, ताम्बूल, હિં. બં. મ. पान; ગુ. નાગરવેલ, પાન; ક. યલીબળી, તે. તામલ પાકુ; ફા. બર્ગતંબોલ, અ. કાન) છે. તે બહુવર્ષાયુ, દ્વિગૃહી (dioecious) વેલ છે અને સંભવત: મલેશિયાની મૂલનિવાસી છે. પ્રકાંડ અર્ધ-કાષ્ઠમય, આરોહણની ક્રિયા…

વધુ વાંચો >

નાગરવેલનાં પાન

નાગરવેલનાં પાન : જુઓ, નાગરવેલ.

વધુ વાંચો >