Daulat Singh Kothari- A versatile physicist and educationist of India’s post-independence generation- planner and administrator.

કોઠારી – દોલતસિંહ

કોઠારી, દોલતસિંહ (જ. 6 જુલાઈ 1906, ઉદેપુર; અ. 4 ફેબ્રુઆરી 1993, જયપુર) : ભારતની સ્વાતંત્ર્યોત્તર પેઢીના બહુમુખી પ્રતિભાશાળી ભૌતિકવિજ્ઞાની અને શિક્ષણશાસ્ત્રી. તેમણે ઉદેપુર અને ઇંદોર ખાતે શાલેય શિક્ષણ લીધું. ઉદેપુરના મહારાજા તરફથી ખાસ શિષ્યવૃત્તિ મળતાં ઉચ્ચ શિક્ષણ માટે તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. ત્યાંથી ભૌતિકવિજ્ઞાનના વિષયમાં એમ.એસસી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. …

વધુ વાંચો >