Culture (General)
સૌતિ
સૌતિ : રોમહર્ષણ સૂત નામના પુરાણવેત્તા આચાર્યના પુત્ર અને શિષ્ય. પુરાણોમાં એમને ‘જગતગુરુ’ અને ‘મહામુનિ’ કહેવામાં આવ્યા છે. સૌતિએ જ નૈમિષારણ્યમાં ઋષિઓને મહાભારતની કથા સંભળાવી હતી. મહાભારતની કથાનાં ત્રણ સંસ્કરણો થયાં. પહેલું સંસ્કરણ જે ‘જય’ને નામે ઓળખાયું. તેમાં 1200 શ્લોક હતા અને તે વેદ વ્યાસજીએ પોતાના શિષ્ય વૈશંપાયનને સંભળાવ્યું હતું.…
વધુ વાંચો >સૌભરિ
સૌભરિ : ઋગ્વેદના મંત્રદૃષ્ટા ઋષિ જેમણે માંધાની 50 કન્યાઓ સાથે લગ્ન કર્યાં હતાં. કથા એવી છે કે એક વાર યમુના નદીને કિનારે તપસ્યા કરતી વખતે સૌભરિ ઋષિએ માછલીઓને રતિક્રીડા કરતી જોઈ તેમના મનમાં લગ્ન કરવાની ઇચ્છા ઉત્પન્ન થઈ. ઋષિ માંધાતા પાસે પહોંચ્યા અને પોતાને એક કન્યા આપવા અનુરોધ કર્યો. વૃદ્ધ…
વધુ વાંચો >સૌરાષ્ટ્ર તમિળ સંગમ
સૌરાષ્ટ્ર તમિળ સંગમ : ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. આપણા દેશની સાંસ્કૃતિક વિવિધતા વચ્ચે એકતા સ્થાપિત કરીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું સ્વપ્ન સાકાર કરવાના પ્રયાસ સ્વરૂપે ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે નવેમ્બર, 2022થી એક મહિના સુધી વારાણસીમાં ‘કાશી તમિળ સંગમ’નું સફળ આયોજન કર્યું હતું. આ સફળતાથી પ્રેરિત થઈને શિક્ષણ મંત્રાલયે…
વધુ વાંચો >સ્થૌણ-નરસિંહ
સ્થૌણ-નરસિંહ : સ્તંભમાંથી પ્રગટ થતું વિષ્ણુના નરસિંહ અવતારનું વિશિષ્ટ સ્વરૂપ, જેણે હિરણ્યકશિપુનો વધ કર્યો. પુરાણોમાં જણાવ્યા મુજબ હિરણ્યકશિપુએ ઉગ્ર તપસ્યા કરી બ્રહ્માની પાસેથી એવા વરદાન મેળવ્યાં હતાં કે તે કોઈ પણ માણસ કે પશુથી ન મરે, તે દિવસે કે રાત્ર ન મરે, કોઈ પણ જાતના આયુધથી તે ઈજા પામી ન…
વધુ વાંચો >સ્યમંતક મણિ
સ્યમંતક મણિ : યાદવ રાજા સત્રાજિતને સૂર્યની કૃપા-પ્રસાદી રૂપે મળેલો મણિ, જે તેજસ્વી, રોગનાશક, સમૃદ્ધિમાં વૃદ્ધિ કરનાર અને નિત્ય સુવર્ણ આપનારો હતો. શ્રીકૃષ્ણે એ મણિ રાજા ઉગ્રસેન માટે માગ્યો પણ સત્રાજિતે એ આપવાનો ઇનકાર કર્યો. એક દિવસ સત્રાજિતનો નાનો ભાઈ પ્રસેનજિત એ મણિને ગળામાં પહેરીને શિકાર કરવા ગયો. ત્યાં એક…
વધુ વાંચો >સ્વરૂપાનંદ સ્વામી
સ્વરૂપાનંદ સ્વામી (જ. ? ; અ. 15 ઑગસ્ટ 1974, પાવસ, જિલ્લો રત્નાગિરિ, મહારાષ્ટ્ર) : પ્રખર રાષ્ટ્રભક્ત, સ્વાતંત્ર્યસેનાની અને નાથસંપ્રદાયની પરંપરામાં ઊછરેલા મહારાષ્ટ્રના સંત. મૂળ વતન પાવસ, જે રત્નાગિરિથી 14 કિમી. અંતર પર આવેલું નાનું ગામ છે. સ્વામી સ્વરૂપાનંદે ત્યાં આશ્રમની સ્થાપના કરી છે. ગોડબોલે પરિવારમાં જન્મેલા આ સંતની આઠ પેઢીઓ…
વધુ વાંચો >હયગ્રીવ (વિષ્ણુ)
હયગ્રીવ (વિષ્ણુ) : હયગ્રીવ રાક્ષસને મારવા એના જેવું જ સ્વરૂપ ધારણ કરેલા અષ્ટભુજ વિષ્ણુ. આ સ્વરૂપનું મૂર્તિવિધાન આપતાં વિષ્ણુધર્મોત્તર જણાવે છે કે હયગ્રીવનો વર્ણ શ્વેત હોય છે અને તેઓ નીલવર્ણનાં વસ્ત્રો ધારણ કરે છે. એમને અશ્વમુખ અને આઠ હાથ હોય છે જેમાંના ચારમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ હોય છે.…
વધુ વાંચો >હિરણ્યકશિપુ
હિરણ્યકશિપુ : કશ્યપ અને દિતિનાં સંતાનોમાં સૌથી મોટો દૈત્યકુલનો આદિપુરુષ. દૈત્યોમાં ત્રણ ઇંદ્ર થયા છે. (1) હિરણ્યકશિપુ, (2) પ્રહલાદ અને (3) બલિ. એમના પછી ઇંદ્ર પદ સદાને માટે દેવતાઓ પાસે ચાલ્યું ગયું. હિરણ્યકશિપુના જન્મ વખતે કશ્યપ ઋષિ અશ્વમેધ યજ્ઞ કરી રહ્યા હતા અને તે વખતે દિતિ હિરણ્ય (સોનાના) આસન પર…
વધુ વાંચો >