Chemistry

અધિશોષણ-સૂચકો

અધિશોષણ-સૂચકો (adsorption-indicators) : અવક્ષેપન (precipitation) અનુમાપનમાં તુલ્યબિંદુ(equivalent point)એ અવક્ષેપ ઉપર અધિશોષિત થઈને તેને વિશિષ્ટ રંગ આપનાર સૂચકો. ફેજાન્સે સૌપ્રથમ 1923-24માં આ પ્રકારના સૂચકો દાખલ કર્યા. કલિલ પ્રણાલી(colloids)ના ગુણધર્મો ઉપર તેમની ક્રિયાવિધિનો આધાર છે. ક્લોરાઇડના દ્રાવણમાં સિલ્વર નાઇટ્રેટ ઉમેરતાં સિલ્વર ક્લોરાઇડ અવક્ષિપ્ત થાય છે, જે વધુ પ્રમાણમાં હાજર એવા ક્લોરાઇડ આયનોનું અધિશોષણ…

વધુ વાંચો >

અનુઍક્ટિનાઇડ (અથવા પરાઍક્ટિનાઇડ) તત્વો

અનુઍક્ટિનાઇડ (અથવા પરાઍક્ટિનાઇડ) તત્વો (postactinide or transactinide) : આવર્તક કોષ્ટકમાંના 103 કરતાં વધુ પરમાણુક્રમાંક (પ.ક્ર., Z) ધરાવતાં તત્વો. આજ સુધીમાં પ.ક્ર. 112 સુધીનાં તત્વો પારખી શકાયાં છે. જોકે તે પછીનાં તત્ત્વો માટે પણ દાવો કરાયો છે. આ તત્વોમાંનાં ઘણાં તો અલ્પ જથ્થામાં (કેટલાક કિસ્સાઓમાં તો થોડાક પરમાણુઓ જેટલા) મેળવી શકાયાં…

વધુ વાંચો >

અનુચુંબકત્વ

અનુચુંબકત્વ (paramagnetism) : પ્રબળ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતાં ક્ષેત્રની દિશામાં નિર્બળ આકર્ષણ અનુભવવાનો પદાર્થનો ગુણધર્મ. આ ઘટનાનો અભ્યાસ સૌપ્રથમ માઇકેલ ફેરેડેએ 1845માં કર્યો હતો. જો પદાર્થ આકર્ષણ લગાડેલ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આકર્ષાય તો તે ગુણધર્મ પ્રતિચુંબકત્વ (diamagnetism) કહેવાય. બંને કિસ્સામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોવા છતાં અસરની પ્રબળતા ઓછી હોય…

વધુ વાંચો >

અનુનાદ

અનુનાદ : જુઓ, સંસ્પંદન.

વધુ વાંચો >

અનુનાદ સિદ્ધાંત

અનુનાદ સિદ્ધાંત : જુઓ, સંસ્પંદન.

વધુ વાંચો >

અનુમાપન

અનુમાપન (titration) : રસાયણશાસ્ત્રમાં કદમાપક વિશ્લેષણની એક પદ્ધતિ. તેમાં પદાર્થના નમૂનાના કોઈ એક ઘટકનું પ્રમાણ નક્કી કરવા તે નમૂનાના ચોક્કસ વજન અથવા તેના દ્રાવણના ચોક્કસ કદ સાથે રાસાયણિક પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી બ્યુરેટમાંથી પ્રમાણિત દ્રાવણ (standard solution) ઉમેરવામાં આવે છે અને તેનું કદ નોંધી લેવામાં આવે છે. પૃથક્કરણમાં અનુમાપનનો…

વધુ વાંચો >

અનુયુરેનિયમ તત્ત્વો

અનુયુરેનિયમ તત્ત્વો (transuranium અથવા transuranic elements) : યુરેનિયમ (92U) કરતાં વધુ પરમાણુક્રમાંક (93 અને તેથી વધુ) ધરાવતાં રાસાયણિક તત્વો. કુદરતમાં ઠીક ઠીક જથ્થામાં પ્રાપ્ત થતું ભારેમાં ભારે તત્ત્વ યુરેનિયમ છે જેનો પરમાણુક્રમાંક 92 છે. 1940માં યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલી ખાતે મેકમિલન અને એબલસને દર્શાવ્યું કે જ્યારે યુરેનિયમ ઉપર ન્યૂટ્રૉનનો મારો…

વધુ વાંચો >

અમેરિશિયમ

અમેરિશિયમ (Am : americium) : આવર્ત કોષ્ટકના III B સમૂહની ઍક્ટિનાઇડ શ્રેણીનું સંશ્લેષિત વિકિરણધર્મી (radioactive) રાસાયણિક ધાતુતત્વ. પરમાણુક્રમાંક 95, પરમાણુભારાંક 243 [સ્થિર સમસ્થાનિક (isotope) અર્ધ આયુ 7,370 વર્ષ]. અન્ય સમસ્થાનિકોના ભારાંક 237થી 246ના ગાળામાં. બધાં જ વિકિરણધર્મી અને માનવસર્જિત હોય છે. કુદરતમાં અમેરિશિયમ મળી આવતું નથી. સીબર્ગ, ઘીઓર્સો, જેઇમ્સ અને…

વધુ વાંચો >

અયસ્કનું પૃથક્કરણ

અયસ્કનું પૃથક્કરણ (ore analysis) : પૃથ્વીમાં મળતાં અશુદ્ધ ખનિજો–અયસ્કો–માં રહેલ તત્વોનું પ્રમાણ નક્કી કરવા માટેની રાસાયણિક પદ્ધતિ. કુદરતમાં મળતાં ખનિજો અશુદ્ધ હોય છે જ. એક જ ખનિજના જુદા જુદા પ્રદેશના નમૂનાઓ કે એક જ સ્થાન ઉપર મળતા ખનિજના વિવિધ નમૂનાઓમાં કીમતી તત્વ તથા અશુદ્ધિઓનું પ્રમાણ જુદું જુદું હોય છે. પૃથક્કરણની…

વધુ વાંચો >

અયસ્કનું સજ્જીકરણ

અયસ્કનું સજ્જીકરણ (ore dressing, ore beneficiation) : અયસ્ક(કાચું ખનિજ)ની કક્ષાના સંવર્ધન માટે કરવામાં આવતી પ્રાથમિક શ્રેણીબદ્ધ ક્રિયાઓ. આ ક્રિયાઓની પસંદગીનો આધાર વૈજ્ઞાનિક, ઇજનેરી તથા આર્થિક બાબતો ઉપર રહેલો છે. સંસ્કૃતિના વિકાસની સાથે ખનિજોની વપરાશ ઘણી વધતી ગઈ છે. વીસમી સદીની ધાતુની વપરાશ અગાઉની સદીઓમાં વપરાયેલ કુલ ધાતુની વપરાશ કરતાં ઘણી…

વધુ વાંચો >