Chemistry

કાર્બ-નાઇટ્રોજન સંયોજનો

કાર્બ-નાઇટ્રોજન સંયોજનો : NH3ના હાઇડ્રોજન પરમાણુઓનું કાર્બનિક સમૂહ વડે વિસ્થાપન થવાથી મળતાં સંયોજનો. આથી ઘણાં કાર્બ-નાઇટ્રોજન સંયોજનોને બંધારણીય ર્દષ્ટિએ એમોનિયાનાં સંયોજકો ગણાવી શકાય. NH3માં ત્રણ વિસ્થાપનશીલ હાઇડ્રોજન હોવાથી તે દ્વારા મળતાં સંયોજનો નીચેના કોષ્ટકમાં દર્શાવ્યાં છે. ઍમાઇન્સ : એલિફેટિક ઍમાઇન્સ  એમોનિયાનાં વિસ્થાપન સંયોજનો છે. એમોનિયાને બદલે ઍમાઇન વાપરીને તેનાં નામ…

વધુ વાંચો >

કાર્બનિક રસાયણ (Organic Chemistry)

કાર્બનિક રસાયણ (Organic Chemistry) : રાસાયણિક તત્વ કાર્બનનાં સંયોજનોનું રસાયણ. આ વ્યાખ્યામાં કાર્બન મૉનોક્સાઇડ, કાર્બન ડાયૉક્સાઇડ, કૅલ્શિયમ કાર્બોનેટ જેવાં કાર્બનનાં સંયોજનોનો સમાવેશ કરાતો નથી. તેમને અકાર્બનિક સંયોજનો ગણવામાં આવે છે. વધુ વ્યાપક વ્યાખ્યા પ્રમાણે કાર્બન પરમાણુઓની એકબીજા સાથે જોડાયેલ શૃંખલારૂપી વિશિષ્ટતા ધરાવતાં સંયોજનો કાર્બનિક સંયોજનો (organic compounds) ગણાય છે. લેમરી…

વધુ વાંચો >

કાર્બનિક સંયોજનો

કાર્બનિક સંયોજનો : કાર્બન તત્વનાં રાસાયણિક સંયોજનો. આ સંયોજનો માનવસહિત સર્વે પ્રકારની જીવંત સૃષ્ટિ માટે અને સંસ્કૃતિ માટે અતિ ઉપયોગી છે. ખાદ્ય પદાર્થો પ્રોટીન, તેલ અને ચરબી, કાર્બોહાઇડ્રેટ, રક્તમાંનું હીમોગ્લોબિન, ક્લૉરોફિલ, ઉત્સેચકો (enzymes), હૉર્મોન, વિટામિન વગેરે કાર્બનિક સંયોજનો છે. રૂ, ઊન, રેશમ, સંશ્લેષિત રેસાઓ, કાષ્ઠ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, કુદરતી…

વધુ વાંચો >

કાર્બનિક સંયોજનોની ક્રિયાશીલતા અને પ્રક્રિયા

કાર્બનિક સંયોજનોની ક્રિયાશીલતા અને પ્રક્રિયા કાર્બનિક સંયોજનોની ક્રિયાશીલતાનાં બંધારણીય પરિબળો તથા આ સંયોજનોની વિવિધ પ્રક્રિયાઓનો અભ્યાસ. પ્રક્રિયાઓ માટે જરૂરી બે વિશિષ્ટતાઓ ધ્યાનમાં લેવી જોઈએ. પ્રક્રિયામાં ભાગ લેતું સંયોજન જેને પ્રક્રિયક અથવા સબસ્ટ્રેટ કહે છે તથા જેની દ્વારા પ્રક્રિયા થઈ શકે તે રસાયણ જેને પ્રક્રિયાકારક (reactant) અથવા આક્રમક જાતિ (attacking species)…

વધુ વાંચો >

કાર્બ-ફૉસ્ફરસ સંયોજનો

કાર્બ-ફૉસ્ફરસ સંયોજનો : કાર્બન-ફૉસ્ફરસ (C-P) બંધ ધરાવતા કે કાર્બન સાથે ઑક્સિજન મારફત ફૉસ્ફરસનું જોડાણ (C-O-P) થયું હોય તેવાં સંયોજનો. કાર્બ-ફૉસ્ફરસ સંયોજનોમાં કાર્બન ઉપરાંત ફૉસ્ફરસના એક યા વધુ પરમાણુઓ હોય છે. આવાં સંયોજનો કાર્બનિક સંયોજનોથી ભૌતિક ગુણધર્મો બાબતે ખાસ જુદાં પડતાં નથી. કાર્બ-ફૉસ્ફરસ સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : (1) જેમાં…

વધુ વાંચો >

કાર્બ-સલ્ફર સંયોજનો

કાર્બ-સલ્ફર સંયોજનો : કાર્બન-સલ્ફર (C-S) બંધ ધરાવતાં સંયોજનો. આવર્ત કોષ્ટકના છઠ્ઠા સમૂહમાં ઑક્સિજનની નીચે સલ્ફર આવેલ છે. તેની ઇલેક્ટ્રૉન સંરચના [Ne]10, 3s2 3px2 3py1 3pz1 છે. ક્વૉન્ટમ આંક 3 હોવાથી તેના પાંચ d-કક્ષકો ખાલી છે. કાર્બ-સલ્ફર સંયોજનો તેમનાં ઑક્સિજન અનુરૂપો સાથે ખાસ સામ્ય દર્શાવતાં નથી, કારણ કે (i) ઑક્સિજન કરતાં…

વધુ વાંચો >

કાર્બ-હેલોજન સંયોજનો

કાર્બ-હેલોજન સંયોજનો : હાઇડ્રૉકાર્બનમાંના એક અથવા વધુ હાઇડ્રોજનનું હેલોજન પરમાણુ X (જેમાં X = F, Cl, Br, I) દ્વારા વિસ્થાપન કરવાથી બનતાં વ્યુત્પન્નો. આવાં વ્યુત્પન્નોમાંના હેલોજનની સંખ્યા ઉપરથી તેમને એક(mono)-હેલોજન કે દ્વિ, ત્રિ અથવા બહુ(poly)-હેલોજન વ્યુત્પન્ન તરીકે ઓળખવામાં આવે છે. કુદરતમાં કાર્બ-હેલોજન સંયોજનો જૂજ પ્રમાણમાં મળે છે. એક-હેલોજન વ્યુત્પન્ન માટે…

વધુ વાંચો >

કાર્બાઇડ

કાર્બાઈડ : કાર્બન અને તેના જેટલી અથવા ઓછી વિદ્યુતઋણતા ધરાવતાં તત્વો સાથેનાં દ્વિઅંગી (binary) (કાર્બન અને હાઇડ્રોજન સિવાયનાં) સંયોજનો. Al4C3 સિવાય બધા જ કાર્બાઇડ અબાષ્પશીલ છે. ઊંચા તાપમાને ગરમ કરતાં તેમનું વિયોજન થાય છે. કાર્બન અને ધાતુ અથવા તેના ઑક્સાઇડના ભૂકાને ઊંચા તાપમાને ગરમ કરતાં કાર્બાઇડ મળે છે. કાર્બાઇડના ત્રણ…

વધુ વાંચો >

કાર્બિનિયમ આયન (Carbenium ion)

કાર્બિનિયમ આયન (Carbenium ion) : કાર્બોકેટાયનો-(Carbocations)નો એક વિશિષ્ટ પ્રકાર. કાર્બિનિયમ (અથવા કાર્બોનિયમ) આયનનું ઉદાહરણ CH5+ છે. આમાં પાંચ બંધ વચ્ચે 8 ઇલેક્ટ્રૉન વહેંચાયેલા છે તથા તેની બાહ્ય કક્ષા એમોનિયમ આયન(N)ની માફક પૂર્ણ રીતે ભરાયેલી હોય છે. આ આયનમાં C+ ઉપર 3 બંધ તથા તેની બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રૉન છે તથા…

વધુ વાંચો >

કાર્બીન (R2C)

કાર્બીન (R2C) : દ્વિબંધ કાર્બન ધરાવતો ક્રિયાશીલ મધ્યસ્થી (reactive intermediate). ડાયએઝોઆલ્કેન્સ અથવા   માંથી α-વિલોપન દ્વારા HX દૂર થવાથી તે મળે છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તે અલ્પસ્થાયી મધ્યસ્થી (transient intermediate) તરીકે બને છે. કાર્બન ચતુ:સંયોજક હોવા છતાં કાર્બીનમાં તે ફક્ત બે જ સંયોજકતાનો ઉપયોગ કરે છે અને તે તટસ્થ હોય…

વધુ વાંચો >