Chemistry
કારર, પૉલ
કારર, પૉલ (જ. 21 એપ્રિલ 1889, મૉસ્કો; અ. 18 જૂન 1971, ઝુરિક) : કૅરોટિનોઇડ અને ફ્લેવિન સંયોજનો તથા વિટામિન A અને B2નાં બંધારણ અંગે સંશોધન કરનાર સ્વિસ રસાયણવિદ. આ સંશોધન માટે તેમને 1937ના વર્ષનો નોબેલ પુરસ્કાર ગ્રેટ બ્રિટનના સર વૉલ્ટેર હેવર્થ (Walter Haworth) સાથે સંયુક્તપણે એનાયત કરવામાં આવ્યો હતો. 1908માં…
વધુ વાંચો >કાર્નો ચક્ર: જુઓ ઉષ્માગતિશાસ્ત્ર
કાર્નો ચક્ર : જુઓ ઉષ્માગતિશાસ્ત્ર.
વધુ વાંચો >કાર્બ-એનાયન (કાર્બ-ઋણાયન carbanion)
કાર્બ-એનાયન (કાર્બ-ઋણાયન, carbanion) : ઋણ વીજભાર ધરાવતા મધ્યવર્તીઓ. તેનાં મધ્યસ્થ કાર્બન ઉપર ત્રણ કાર્બનિક સમૂહો તથા આઠ ઇલેક્ટ્રૉન હોય છે. C-H, C-હેલોજન, C-ધાતુ અને C-C બંધના વિખંડન(cleavage)માં કાર્બ-એનાયન બનતાં હોય છે. H-CX3 ↔ H+ + C આ ઋણાયન શક્ય હોય તો સંસ્પંદન (resonance) દ્વારા સ્થાયિત્વ મેળવે છે. આ ઋણાયનમાંના કાર્બનનું…
વધુ વાંચો >કાર્બધાત્વીય સંયોજનો
કાર્બધાત્વીય સંયોજનો : કાર્બનિક સંયોજનના કાર્બન સાથે ધાતુઓ (M-C) બંધ રચે ત્યારે પ્રાપ્ત થતાં સંયોજનો. M-O બંધવાળાં ધાતુકાર્બૉક્સિલેટ કે આલ્કૉક્સાઇડ તેમજ M-N બંધવાળાં સંયોજનોનો આ વર્ગમાં સમાવેશ થતો નથી. વળી ધાતુ સાયનાઇડ પણ કાર્બધાત્વીય પદાર્થો ગણાતા નથી. કાર્બધાત્વીય સંયોજનો ઘણા વખતથી જાણીતાં હતાં. તેમાં પારાનાં, જસતનાં કે આર્સેનિકનાં કાર્બધાત્વીય સંયોજનો…
વધુ વાંચો >કાર્બન
કાર્બન : આવર્તક કોષ્ટકના 14મા (અગાઉના IV A) સમૂહનું રાસાયણિક અધાતુ તત્વ. સંજ્ઞા C, પરમાણુક્રમાંક 6, પરમાણુભાર 12.011, વિપુલતામાં દુનિયામાં છઠ્ઠું સ્થાન ધરાવે છે. ઊંચું તાપમાન ધરાવતા તારાઓમાં હાઇડ્રોજનની ઉષ્મા નાભિકીય દહન (thermonuclear burning) પ્રક્રિયામાં તે અગત્યનો ભાગ ભજવે છે. પૃથ્વી પર તે મુક્ત અવસ્થામાં તેમજ સંયોજન સ્વરૂપે મળી આવે…
વધુ વાંચો >કાર્બનચક્ર (Carbon Cycle)
કાર્બનચક્ર (Carbon Cycle) : જૈવ-ભૂ-રાસાયણિક ચક્રો (bio-geo-chemical cycles)માંનું એક. શ્વસનતંત્રમાં દ્રવ્યોનું ભ્રમણ ચક્રીય પથમાં ઉપયોગમાં લેવાય છે. કાર્બનચક્રમાં વાતાવરણનો કાર્બન ડાયૉક્સાઇડ વનસ્પતિ દ્વારા થતા પ્રકાશસંશ્લેષણ વડે કાર્બોદિત દ્રવ્યોમાં ફેરવાય અને તેમાંથી સર્જાતાં દ્રવ્યો શક્તિપ્રાપ્તિ માટે ચયાપચયમાં વપરાય છે. લીલી વનસ્પતિની પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વાતાવરણીય અંગારવાયુ (CO2) કાર્બનચક્રમાં પ્રવેશી, શ્વસન દરમિયાન…
વધુ વાંચો >કાર્બન ટેટ્રાક્લૉરાઇડ (CCl4)
કાર્બન ટેટ્રાક્લૉરાઇડ (CCl4) : ટેટ્રાક્લૉરો મિથેન. કાર્બન અને ક્લોરિનનું સંયોજન. અણુભાર 153.84; SbCl5 અથવા Fe પાઉડર ઉદ્દીપકની હાજરીમાં CS2 સાથે Cl2ની પ્રક્રિયાથી અથવા મિથેનના ક્લૉરિનેશનથી તે મેળવી શકાય છે. તે રંગવિહીન, પારદર્શક, અજ્વલનશીલ, ભારે અને વિશિષ્ટ પ્રકારની સુવાસ ધરાવતું પ્રવાહી છે. 1.589, ઉ.બિંદુ 76.70 સે., ગ.બિંદુ -230 સે., 1.4607, 2000…
વધુ વાંચો >કાર્બન ડાયસલ્ફાઇડ (CS2)
કાર્બન ડાયસલ્ફાઇડ (CS2) : કાર્બન અને સલ્ફરનું સંયોજન. કાર્બન બાયસલ્ફાઇડ અથવા ડાયથાયોકાર્બોનિક એન્હાઇડ્રાઇડ તરીકે પણ તે ઓળખાય છે. અણુભાર 76.14. થોડા પ્રમાણમાં કોલસાના ડામરમાં અને અશુદ્ધ પેટ્રોલિયમમાં મળે છે. કોલસાને સલ્ફરની બાષ્પ સાથે ગરમ કરતાં આ પદાર્થ મોટા પાયે બનાવી શકાય છે. C + S2 → CS2 કુદરતી વાયુ અને…
વધુ વાંચો >કાર્બન ડાયૉક્સાઇડ : જુઓ ઔદ્યોગિક વાયુઓ
કાર્બન ડાયૉક્સાઇડ : જુઓ ઔદ્યોગિક વાયુઓ.
વધુ વાંચો >કાર્બન મૉનૉક્સાઇડ : જુઓ ઔદ્યોગિક વાયુઓ
કાર્બન મૉનૉક્સાઇડ : જુઓ ઔદ્યોગિક વાયુઓ.
વધુ વાંચો >