Chemical engineering
હજીરા–વિજયપુર–જગદીશપુર પાઇપલાઇન
હજીરા–વિજયપુર–જગદીશપુર પાઇપલાઇન : ખંભાતના અખાતી વિસ્તારમાંથી ‘બૉમ્બે હાઈ’ દ્વારા પ્રાપ્ત થયેલા કુદરતી વાયુને હજીરાથી ઉત્તર ભારતના પ્રદેશોનાં ઔદ્યોગિક ક્ષેત્રોને પૂરી પાડતી ગૅસ પાઇપલાઇન. તેને એચ.વી.જે. પાઇપલાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભારતની સર્વપ્રથમ રાષ્ટ્રવ્યાપી ગૅસ પાઇપલાઇન છે અને તે ભારતના પશ્ચિમી કિનારાના દરિયાઈ વિસ્તારમાંથી પ્રાપ્ત થયેલ ગૅસનું વહન કરીને…
વધુ વાંચો >હાઇડ્રોજનીકરણ (hydrogenation)
હાઇડ્રોજનીકરણ (hydrogenation) : હાઇડ્રોજનની અન્ય તત્વ કે સંયોજન, સામાન્ય રીતે અસંતૃપ્ત (unsaturated) કાર્બનિક સંયોજન, સાથેની રાસાયણિક પ્રક્રિયા. રાસાયણિક ઇજનેરીમાં બે પ્રકારની ક્રિયાઓનો સમાવેશ થાય છે : (i) એકમ-પ્રચાલન (unit operation) અને (ii) એકમ-પ્રક્રમ (unit process). પ્રથમ પ્રકારમાં પદાર્થના માત્ર ભૌતિક બંધારણમાં જ ફેરફાર થાય છે જ્યારે બીજામાં પદાર્થના રાસાયણિક બંધારણમાં…
વધુ વાંચો >હૅલોજનીકરણ (halogenation)
હૅલોજનીકરણ (halogenation) : કાર્બનિક સંયોજનોમાં હૅલોજન (ક્લોરિન, બ્રોમીન વગેરે) પરમાણુ દાખલ કરવાની રાસાયણિક પ્રક્રિયા. તેમાં સંકળાયેલ હૅલોજન મુજબ પ્રક્રિયાને ક્લોરિનીકરણ (chlorination), બ્રોમીનીકરણ (bromination) એવાં નામો વડે ઓળખવામાં આવે છે. આ પૈકી ક્લોરિનીકરણ સૌથી વધુ અગત્યની છે. ઉત્પાદિત હૅલોજનીકૃત (halogenated) સંયોજનો અનેક રીતે ઉપયોગમાં લેવાય છે; જેમ કે, દ્રાવકો, અનેક રસાયણો…
વધુ વાંચો >