Architecture

અદિના મસ્જિદ

અદિના મસ્જિદ (ઈ. સ. 1364) : ચૌદમી સદીની મુસ્લિમ સ્થાપત્યકલાનો આકર્ષક નમૂનો. તે વખતની બંગાળની રાજધાની પાન્ડુઆમાં આ મસ્જિદ બંધાયેલી. 1576માં મુઘલ સામ્રાજ્યનો ઉદય થયો ત્યાં સુધીમાં બંગાળમાં મુસ્લિમ સામ્રાજ્ય ત્રણ તબક્કામાં આવેલું : ઈ. 1200થી 1340 ગૌર, 1340થી 1430 પાન્ડુઆ અને 1442થી 1576 સુધી પુન: ગૌર. અત્યારે આ રાજધાની…

વધુ વાંચો >

અબ્દુર્ગ

અબ્દુર્ગ : જુઓ દુર્ગ.

વધુ વાંચો >

અમીર મુસોલિયમ્સ

અમીર મુસોલિયમ્સ (1303-04) : કેરોમાં મામલુક યુગ દરમિયાન બંધાયેલ સાલાર અને સંજાર અલ-જાવલી નામના હજીરા. અલ-કબ્શના ઢાળ પર બંધાયેલા આ બંને હજીરા ઊંચા લાક્ષણિક ઘૂમટો ધરાવે છે. હજીરાઓનો આગળનો ભાગ ખાસો ઊંચો છે અને એક બાજુએ મિનારો જુદા જુદા આકારો વડે સુશોભિત કરવામાં આવ્યો છે, જે બાજુઓની ઇમારતો સાથે સુસંગત…

વધુ વાંચો >

અમૃતવર્ષિણી વાવ

અમૃતવર્ષિણી વાવ (1723) : અમદાવાદમાં પાંચકૂવા દરવાજા પાસે આવેલી વાવ. આ નંદાપ્રકારની વાવમાં એક પ્રવેશ અને ત્રણ કૂટ (મંડપ) છે. જોકે તેમાં કાટખૂણાકાર રચના કરેલી હોઈ તે આ પ્રકારની વાવોમાં વિશિષ્ટ ભાત પાડે છે. પશ્ચિમ દિશામાંથી વાવમાં પ્રવેશતાં બે કૂટ વટાવ્યા પછી બીજો ચોરસ પડથાર આવે છે. ત્યાંથી વાવ કાટખૂણે…

વધુ વાંચો >

અમેરિકા

અમેરિકા પશ્ચિમ ગોળાર્ધનો વિશાળ ભૂમિસમૂહ. તે ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાથી બનેલો છે. ભૌગોલિક સ્થાન : 750 ઉ. અ.થી 550 દ. અ. તે ઉત્તરે આર્કિટક સમુદ્રથી દક્ષિણે ઍન્ટાર્કિટકા ખંડ સુધી વિસ્તરેલો છે. (કુલ વિસ્તાર : 4,20,00,000 ચોકિમી.) અમેરિકી ભૂમિસમૂહ પૃથ્વીના પટ પર ઉત્તરદક્ષિણ લાંબામાં લાંબો ભૂમિભાગ રચે છે.…

વધુ વાંચો >

અર્ધચંદ્ર

અર્ધચંદ્ર : મંદિરમાં ગર્ભગૃહમાં દાખલ થવા માટે ઉંબરામાં આવેલ અર્ધવૃત્તાકાર પગથિયું. એને ચંદ્રશિલા પણ કહે છે. અત્યંત સંભાળપૂર્વક કોતરાયેલું આ પગથિયું દરવાજાની રચના સાથે સંલગ્ન કરવામાં આવતું. પશ્ચિમ ભારતનાં મંદિરોમાં અને ખાસ કરીને જૈન મંદિરો અને રાજસ્થાનના ગૂર્જર સ્થાપત્યનાં મંદિરોમાં આવી રચના જોવા મળે છે. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

અલ્-હમ્-બ્રા

અલ્-હમ્-બ્રા : સ્પેનના ગ્રેનેડા શહેરમાં આવેલો કિલ્લેબંધ મહેલ. લાલ પથ્થર(હમ્બ્ર)થી બનેલો હોવાને કારણે એને અલ-હમ્-બ્રા કહે છે. સ્પેનના ઉમય્યા વંશના સુલતાન અલ્-ગાલિબે આ અત્યંત ખૂબસૂરત ઇમારત બંધાવેલી અને પછીના મૂરવંશના સુલતાનોએ તેને સજાવીને ભવ્ય બનાવી હતી. ઊંચી ટેકરી પર રચાયેલ આ ઇમારત મૂળ સ્થાપત્યનો ગણનાપાત્ર નમૂનો છે. તેનો બાહ્ય દેખાવ…

વધુ વાંચો >

અવન્તીસ્વામી મંદિર

અવન્તીસ્વામી મંદિર : અવન્તિવર્માએ અવન્તીપુર(કાશ્મીર)માં બંધાવેલું અવન્તીસ્વામીનું મંદિર તે પૂર્વાભિમુખ વિષ્ણુ પંચાયતનનું મંદિર છે. આશરે 4૦ × 5૦ મી. મોટી જગતી ઉપર ઊભેલું આ મંદિર છે. તેની રચના માટે બે અધિષ્ઠાન અથવા જગતી ઉપર સમચોરસ બાંધેલું મંદિર આશરે 1૦ મી. × 1૦ મીનું છે. મુખ્ય જગતીના ચાર ખૂણા પર ચાર…

વધુ વાંચો >

અશરફી મહલ

અશરફી મહલ : માંડુ(માંડવગઢ)માં સુલતાન મુહંમદ ખલજીએ પંદરમી સદીમાં બંધાવેલો મહેલ. મુહંમદ ખલજીના પિતા હોશંગશાહે (1405-34) માંડુના કિલ્લામાં સુંદર સ્થાપત્યો બંધાવવાની શરૂઆત કરી હતી. માંડુ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં ઇન્દોરથી પશ્ચિમે 99.2 કિમી. દૂર આવેલું ઇતિહાસપ્રસિદ્ધ નગર છે. હોશંગશાહે બંધાવેલ જામી મસ્જિદ સામે અશરફી મહલ નામે રાજમહલ બંધાવેલ છે. અશરફી મહલની…

વધુ વાંચો >

અષ્ટભદ્ર

અષ્ટભદ્ર : મંદિરના પાયામાં રચાતી અષ્ટકોણાકાર કૃતિ. ચાલુક્ય સ્થાપત્યમાં મંદિરોના પાયાનો આકાર આ રીતે કરવામાં આવતો. આવો આકાર સમચતુષ્કોણ લઈને તેને તેના કેન્દ્ર પર એવી રીતે ફેરવવામાં આવતો કે અષ્ટકોણાકાર તારા જેવી રચના થાય. આવી જાતનો આકાર ભારતમાં બીજી શૈલીનાં મંદિરોમાં પણ કરવામાં આવતો. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >