Arabic literature

સૈયદ એહતિશામ હુસેન

સૈયદ, એહતિશામ હુસેન (જ. એપ્રિલ 1912, આઝમગઢ, જિ. અટ્ટરડેહ; અ. 1 ડિસેમ્બર 1972, અલ્લાહાબાદ) : ઉર્દૂ-ફારસીના વિદ્વાન. તેમણે આઝમગઢમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવી, 1934માં ગવર્નમેન્ટ કૉલેજ, અલ્લાહાબાદમાંથી બી.એ. અને 1936માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. પછી લખનૌ યુનિવર્સિટીમાં ઉર્દૂ-ફારસી વિભાગમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા. 1952માં અમેરિકાની એક સંસ્થાએ તેમને…

વધુ વાંચો >

હદીસ

હદીસ : પયગંબર સાહેબનાં વાણી અને વર્તનની પરંપરાનો હવાલો આપતા ગ્રંથો. અરબી ભાષામાં હદીસ શબ્દનો અર્થ સમાચાર, બનાવ, વર્ણન કે વાત થાય છે. અકસ્માત માટેનો શબ્દ હાદિસા પણ હદીસ ઉપરથી બન્યો છે. પરંતુ ઇસ્લામ ધર્મ તથા મુસ્લિમ કોમમાં હદીસ શબ્દ પયગંબર સાહેબ (સ.અ.વ.) અથવા તેમના સહાબીઓની વાણી કે વર્તન માટે…

વધુ વાંચો >

હમાસા

હમાસા : અરબી કવિતાનો એક પ્રકાર. અરબી ભાષામાં ‘હમાસા’નો અર્થ શૌર્ય અને બહાદુરી થાય છે. ઇસ્લામ પૂર્વેના અરબ કબીલાઓ વચ્ચેના આંતરવિગ્રહોમાં યોદ્ધાઓને પાણી ચઢાવવા માટે શૌર્યગીતો લલકારવામાં આવતાં હતાં અને તેમણે વ્યક્તિગત રીતે દર્શાવેલી બહાદુરીના પ્રસંગો તથા તેમની વિગતોને કવિતાસ્વરૂપ આપવામાં આવતું હતું. આ પ્રકારનાં શૌર્યગીતો પ્રાચીન કાળથી મૌખિક પ્રણાલિકાઓના…

વધુ વાંચો >

હમીદુલ્લા ડૉ. મુહમ્મદ

હમીદુલ્લા, ડૉ. મુહમ્મદ (જ. 19 ફેબ્રુઆરી 1908, હૈદરાબાદ; અ. 17 ડિસેમ્બર 2002, ફ્લોરિડા, યુ.એસ.) : ભારતના એક પ્રખ્યાત વિદ્વાન. જેમણે ફ્રાંસમાં રહીને પોતાનું સમગ્ર જીવન ઇસ્લામી ઇતિહાસ તથા માનવ-સભ્યતાના અભ્યાસ માટે અર્પણ કર્યું હતું. તેમનો સંબંધ હાલના તામિલનાડુના અકૉટ જિલ્લાના અરબી કુળના એક પ્રતિષ્ઠિત અને સંસ્કારી કુટુંબ સાથે થયો હતો.…

વધુ વાંચો >

હરીરી બદીઉઝ્ઝમાન (1054–1122)

હરીરી બદીઉઝ્ઝમાન (1054–1122) : અરબી ભાષાનો કવિ, ભાષા-શાસ્ત્રી અને ‘મકામાત’ નામની વિખ્યાત ગદ્યકૃતિનો લેખક. અબૂ મુહમ્મદ અલ-કાસમ બિન અલી બિન મુહમ્મદ બિન ઉસ્માન અલ-હરીરીનો જન્મ 1054માં ઇરાકના શહેર બસરાની પાસે થયો હતો. તેણે બસરામાં શિક્ષણ મેળવ્યું હતું અને તેની નિમણૂક ગુપ્ત બાતમી એકત્ર કરનાર સરકારી વિભાગના વડા અધિકારી તરીકે થઈ…

વધુ વાંચો >

હસ્સાન બિન સાબિત

હસ્સાન બિન સાબિત (જ. 563, યસ્રિબ, મદીના; અ. 677) : અરબી ભાષાના પ્રખ્યાત કવિ. તેમને પયગંબર મુહમ્મદ સાહેબ(સ. અ. વ.)ના સહાબી (companion) બનવાનું અને તેમની પ્રશંસામાં કાવ્યો લખવાનું બહુમાન મળ્યું હતું. તેમનો જન્મ ઇસ્લામ પૂર્વે થયો હતો અને તેઓ યુવાવસ્થામાં ગસ્સાની વંશના અરબ રાજવીઓના દરબારી કવિ હતા અને તેમની પ્રશંસામાં…

વધુ વાંચો >