Allopathy

પ્રતિરક્ષાપૂરકો (complements)

પ્રતિરક્ષાપૂરકો (complements) : શારીરિક રક્ષણ અને પ્રતિરક્ષા(immunity)ની પ્રક્રિયામાં પૂરક કાર્ય કરતા પ્રોટીનનો સમૂહ. તે મુખ્ય સૂક્ષ્મજીવો સામેના સંરક્ષણમાં તથા અન્ય પ્રતિરક્ષાલક્ષી પ્રક્રિયાઓમાં અવિશિષ્ટ (nonspecific) ઘટકો તરીકે કાર્ય કરે છે. કુલ 9 પ્રોટીનોને આ જૂથમાં સમાવેલાં છે. તેમને C1થી C9ની સંજ્ઞાઓ વડે ઓળખવામાં આવે છે. તેઓને સંયુક્ત રૂપે પ્રતિરક્ષાપૂરક તંત્ર(complement system)ના…

વધુ વાંચો >

પ્રતિરક્ષીકરણ (immunisation)

પ્રતિરક્ષીકરણ (immunisation) : નિયંત્રિત વિકાર સર્જીને લાંબો સમય અસરકારક રહે તેવી ચોક્કસ રોગો સામે રક્ષણ મેળવવાની ક્ષમતા પ્રાપ્ત કરવાની ક્રિયા. તેને સાદી ભાષામાં રસી આપવી એમ પણ કહે છે. શાસ્ત્રીય રીતે રુધિરરસ (blood serum) દ્વારા સક્રિય અને અસક્રિય એમ બે પ્રકારે રોગપ્રતિકારકતા (પ્રતિરક્ષા, immunity) વધારી શકાય છે. પ્રતિરક્ષણમાં આ બંને…

વધુ વાંચો >

પ્રતિરક્ષી ગ્લૉબ્યુલિન (immunoglobulins)

પ્રતિરક્ષી ગ્લૉબ્યુલિન (immunoglobulins) : વિશિષ્ટ પ્રકારના રોગપ્રતિકાર માટે ઉપયોગમાં લેવાતા પ્રોટીનના અણુઓ. તેઓ ગોલનત્રલ (globulin) પ્રકારના પ્રોટીનના અણુઓ છે. રોગપ્રતિકાર કરતી શરીરની વિશિષ્ટ સુરક્ષા-પ્રણાલીને પ્રતિરક્ષા (immunity) કહે છે. તે માટે ઉપયોગમાં આવતા ગોલનત્રલોને પ્રતિરક્ષી ગોલનત્રલો (immunoglobulins) અથવા પ્રતિરક્ષાલક્ષી ગ્લૉબ્યુલિન્સ કહે છે. તેમને ટૂંકમાં ‘Ig’ની સંજ્ઞાથી પણ દર્શાવવામાં આવે છે. તેના…

વધુ વાંચો >

પ્રતિરક્ષી ચિકિત્સા (immunotherapy)

પ્રતિરક્ષી ચિકિત્સા (immunotherapy) : પ્રતિરક્ષાલક્ષી ઘટકો કે તેમની અસરમાં ફેરફાર લાવનાર પરિબળો કે રસાયણો વડે સારવાર. બહારના પ્રોટીન(નત્રલ)ને ઓળખીને તેની સાથે રક્ષણના હેતુસર પ્રતિક્રિયા કરનારા ગ્લૉબ્યુલિન (ગોલનત્રલો) નામના પ્રોટીનના અણુઓને પ્રતિદ્રવ્યો (antibodies) કહે છે. તે પ્રતિરક્ષી ગ્લૉબ્યુલિન કે પ્રતિરક્ષી ગોલનત્રલો(immunoglobulins)નાં બનેલાં હોય છે. તેમના ઉપયોગથી થતી બાહ્ય પ્રોટીનની સામેના ચોક્કસ…

વધુ વાંચો >

પ્રતિરક્ષી ન્યૂનતા (immunodeficiency)

પ્રતિરક્ષી ન્યૂનતા (immunodeficiency) : રોગપ્રતિકારક ક્ષમતામાં ઘટાડો થવાથી ઉદભવતી સ્થિતિ. તેવી સ્થિતિવાળા દર્દીને અલ્પરક્ષી આશ્રયદાતા (compromised host) કહે છે. પ્રતિરક્ષાની ઊણપ થવાનાં વિવિધ કારણો હોય છે. તેનું સૌથી મહત્વનું કારણ ‘એઇડ્ઝ’ નામનો રોગ છે (જુઓ વિશ્વકોશ ખંડ 3). પ્રતિરક્ષા (immunity) મુખ્યત્વે 2 પ્રકારની છે : અંતર્ગત અને બહારથી મેળવેલી (ઉપાર્જિત).…

વધુ વાંચો >

પ્રતિરોપણ અને નિરોપ (transplantation and graft)

પ્રતિરોપણ અને નિરોપ (transplantation and graft) અન્ય અવયવ, સ્થાન કે વ્યક્તિમાં કોઈ પદાર્થ કે પેશીને રોપવામાં આવે કે જેથી તે તેને મેળવનાર એટલે આદાતા (recipient) અવયવ, સ્થાન કે વ્યક્તિનો જાણે એક આંતરિક (integral) ભાગ બની જાય તેને નિરોપ (graft) કહે છે. જો તે ફક્ત સજીવ પદાર્થ હોય તો તેને પ્રતિરોપ…

વધુ વાંચો >

પ્રતિવિષ (antidote)

પ્રતિવિષ (antidote) : ઝેર(વિષ)ની અસરને નાબૂદ કરતાં દ્રવ્યો. તેમને ઝેરનું મારણ પણ કહે છે. તેઓ 3 પ્રકારે કાર્ય કરે છે – ભૌતિક, રાસાયણિક અને દેહધાર્મિક (physiological). કેટલાંક દ્રવ્યો ઝેરને ભૌતિક ક્રિયા દ્વારા નિષ્ક્રિય કરે છે, જેમ કે સક્રિયકૃત કોલસો (activated charcoal) જ્યારે 4થી 5 ગ્રામની માત્રામાં આપવામાં આવે ત્યારે કેટલાંક…

વધુ વાંચો >

પ્રતિવિષાણુ ઔષધો

પ્રતિવિષાણુ ઔષધો : જુઓ વિષાણુ

વધુ વાંચો >

પ્રતિશોથ ઔષધો બિનસ્ટીરૉઇડી

પ્રતિશોથ ઔષધો, બિનસ્ટીરૉઇડી : જુઓ પીડાશામકો

વધુ વાંચો >

પ્રત્યામ્લો (antacids)

પ્રત્યામ્લો (antacids) : જઠરમાંના ઍસિડનું તટસ્થીકરણ કરતાં ઔષધો. તેમનો મુખ્ય ઉપયોગ જઠર કે પક્વાશય(duodenum)માં પડેલું ચાંદું કે અજીર્ણની સારવારમાં થાય છે. મોટે ભાગે તે જરૂર કરતાં ઓછી માત્રામાં વપરાય છે. ઓછી માત્રામાં લેવાય છતાં ધારી અસર ઉપજાવે તેવી અસરને અનૌષધીય અસર (placebo effect) કહે છે. જ્યારે કોઈ અસરકારક ઔષધને સ્થાને…

વધુ વાંચો >