Allopathy

પેશીવિકૃતિશાસ્ત્ર (histopathology)

પેશીવિકૃતિશાસ્ત્ર (histopathology) : રોગમાં થતી પેશીની વિકૃતિઓના સૂક્ષ્મદર્શક વડે કરાતા અભ્યાસનું શાસ્ત્ર. તેને પેશી-રુગ્ણતાવિદ્યા પણ કહે છે. આ પ્રકારની વિકૃતિ કે રુગ્ણતાને પણ પેશીરુગ્ણતા (histopathogy) કહે છે. રોજબરોજની નિદાન-ચિકિત્સાલક્ષી તબીબી વિદ્યામાં પેશીનો ટુકડો મેળવીને કે શસ્ત્રક્રિયા કરીને નિદાન કરાય છે. તેનાં મુખ્ય સાત પાસાં છે : (1) પેશી-આહરણ (collection of…

વધુ વાંચો >

પેશીસંવર્ધન (tissue culture) (આયુર્વિજ્ઞાન)

પેશીસંવર્ધન (tissue culture) (આયુર્વિજ્ઞાન) : કોઈ સજીવની પેશી કે તેના કોષોને તેના શરીરની બહાર ઉછેરવાં તે. તેમાં અગાર (agar) કે સૂપ (broth) જેવાં પ્રવાહી, અર્ધપ્રવાહી કે ઘન વૃદ્ધિકારક દ્રવ્ય માધ્યમ(growth media)નો ઉપયોગ કરાય છે. અમેરિકન પૅથોલૉજિસ્ટ મૉન્ટ્રોઝ થૉમસ બરોઝે સૌપ્રથમ આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. હાલ તે મુખ્યત્વે પ્રાણીઓની પેશીના…

વધુ વાંચો >

પોટાશિયમ સંતુલન

પોટાશિયમ સંતુલન : લોહી અને પેશીમાં પોટાશિયમ આયનોની સાંદ્રતા (concentration) અને સપાટીનું નિયમન થવું તે. કોષોની બહારના પ્રવાહીમાં તે વિપુલ પ્રમાણમાં મળી રહે છે અને તેમના આવરણોની આરપારના તેના યોગ્ય વિતરણને કારણે કોષોનું સામાન્ય કાર્ય સંભવિત બની રહે છે. આહાર દ્વારા મેળવાતા પોટાશિયમ પ્રમાણે મૂત્રપિંડ દ્વારા થતા ઉત્સર્જનની વધઘટ તેના…

વધુ વાંચો >

પોટાશિયમ સાયનાઇડ અને સાયનાઇડ વિષાક્તતા (આયુર્વિજ્ઞાન)

પોટાશિયમ સાયનાઇડ અને સાયનાઇડ વિષાક્તતા (આયુર્વિજ્ઞાન) : પોટાશિયમ સાયનાઇડ એક અતિ ઝેરી દ્રવ્ય છે. જે સોનાની ખાણ, સેન્દ્રીય સંશ્લેષણ (organic synthesis) વગેરે ઉદ્યોગોમાં વપરાય છે. તે વીજાગ્ર (electrode) પર ધાતુનો ઢોળ ચડાવવામાં, ઘરેણાં બનાવવામાં અને એવાં અન્ય વિવિધ કાર્યોમાં પણ વપરાય છે. તે ખાંડ જેવો દેખાતો જલદ્રાવ્ય પદાર્થ છે અને…

વધુ વાંચો >

પોટૅશિયમ વિષાક્તતા

પોટૅશિયમ  વિષાક્તતા : જુઓ પોટાશિયમ સાયનાઇડ અને સાયનાઇડ વિષાક્તતા (આયુર્વિજ્ઞાન)

વધુ વાંચો >

પૉર્ટર રૉડની રૉબર્ટ

પૉર્ટર, રૉડની રૉબર્ટ (જ. 8 ઑક્ટોબર 1917, લિવરપુલ, યુ.કે.; અ. 8 સપ્ટેમ્બર 1985) : પ્રતિપિંડો(antibodies)ની રાસાયણિક સંરચના શોધી કાઢવા માટેના 1972ના નોબેલ પુરસ્કારના જેરાલ્ડ એડલમન સાથેના સહવિજેતા. તેઓ બ્રિટિશ જૈવરસાયણવિદ (biochemist) હતા અને તેમણે લિવરપુલ તથા કેમ્બ્રિજ યુનિવર્સિટીઓ ખાતે શિક્ષણ લીધું હતું. બીજા વિશ્વયુદ્ધ વખતે તેમણે લશ્કરી સેવા આપી હતી.…

વધુ વાંચો >

પોર્ફાયરિનતા (porphyria)

પોર્ફાયરિનતા (porphyria) : પોર્ફાયરિન નામના શરીરમાંના રસાયણના ઉત્પાદનમાં ઉદ્ભવતી ક્ષતિને કારણે થતા વારસાગત વિકારો. તેમનું પ્રમાણ ઘણું જૂજ છે. તેમાં મુખ્યત્વે ચેતાતંત્ર તથા ચામડીમાં વિવિધ વિકારો ઉદ્ભવે છે. ડેલ્ટા-ઍમિનો લિવુલિનિક ઍસિડ (ALA) અને પોર્ફોબિલિનોજન (PBG) નામના રાસાયણિક અણુઓ પોર્ફોયરિનના અણુની બનાવટમાં વપરાતા ઘટકો છે. તેથી તેમને પોર્ફાયરિનના પૂર્વાણુ(precursors)ઓ કહે છે.…

વધુ વાંચો >

પોષકતત્ત્વો

પોષકતત્ત્વો : જુઓ, ‘આહાર અને પોષણ’

વધુ વાંચો >

પોષણ

પોષણ : જુઓ, લેખ ‘આહાર અને પોષણ’

વધુ વાંચો >

પોષણ નવજાતશિશુ(neonate)નું

પોષણ, નવજાતશિશુ(neonate)નું : નવા જન્મેલા બાળકનું પોષણ. ગર્ભશિશુ (foetus) તેની ઊર્જા(શક્તિ)ની જરૂરિયાત માટે માતાના લોહીમાંના ગ્લુકોઝ પર આધાર રાખે છે. જન્મ પછી થોડાક કલાક માટે નવજાત શિશુ તેના સ્નાયુ અને યકૃત(liver)માં સંગ્રહાયેલા ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ બનાવીને ઉપયોગ કરે છે. પરંતુ નવજાત શિશુનું યકૃત હજુ પૂરું વિકસેલું ન હોવાને કારણે તે પ્રોટીન…

વધુ વાંચો >