Allopathy
તલ (mole, naevus)
તલ (mole, naevus) : ચામડીમાંના કાળા રંગના દ્રવ્યવાળા કૃષ્ણ-કોષો(melanocytes)ના સમૂહથી બનતો ચામડી પરનો નાનો ડાઘ. તે બે પ્રકારના હોય છે: (અ) વાહિનીરહિત (avascular) અથવા કૃષ્ણકોષી તલ અને (આ) વાહિનીકૃત (vascular). ચામડીમાં કૃષ્ણકોષોના એકઠા થવાથી થતો તલ વાહિનીરહિત તલ હોય છે. સામાન્ય રીતે તેને જ તલ તરીકે ઓળખવામાં આવે છે. તે…
વધુ વાંચો >તાનિકા પેટુ
તાનિકા પેટુ (meningocele) : કરોડરજ્જુનાં આવરણોની બનેલી એક નાની પોટલી જેવી કમરના પાછલા ભાગમાં ઉદભવતી પોલી ગાંઠ અથવા કોષ્ઠ(cyst). જ્યારે તેમાં કરોડરજ્જુની ચેતા પેશી પણ હોય ત્યારે તેને તાનિકા-મેરુ પેટુ (meningomyelocele) કહે છે. કરોડના મણકાની પાછલી બાજુએ મણકાની બે પટ્ટીઓ ભેગી થઈને મણિકાકંટક (spine) બનાવે છે, જે પીઠ તરફ હોય…
વધુ વાંચો >તાપમાન-નિયમન (આયુર્વિજ્ઞાન)
તાપમાન-નિયમન (આયુર્વિજ્ઞાન) : શરીરનું તાપમાન (temperature) જાળવવું તે. માનવશરીરમાં પેટ, છાતી તથા માથાના પોલાણમાં અવયવો આવેલા છે. તેને શરીરનું મધ્યદળ (core) કહે છે. તેમાં ચયાપચય(metabolism)ની પ્રક્રિયા દ્વારા વિવિધ ક્રિયાઓ માટેની ઊર્જા ઉત્પન્ન થાય છે. તે શરીરનું તાપમાન વધારે છે. ચામડીની સપાટી બહારના વાતાવરણના સીધા સંસર્ગમાં છે. તેથી તેનું તાપમાન શરીરમાં…
વધુ વાંચો >તિર્યકદૃષ્ટિ
તિર્યકર્દષ્ટિ (squint) : સામેના કોઈ ચોક્કસ બિન્દુ પર જોતી વખતે બેમાંથી એક આંખ ત્રાંસી થઈ જવી તે. જ્યારે કોઈ નિશ્ચિત બિન્દુ પર જોવાનું હોય ત્યારે બંને આંખ તેની દિશામાં એકબીજીને લગભગ સમાંતર જોતી હોય એમ સ્થિર થાય છે. જો તે નિશ્ચિત બિન્દુ અથવા જોનાર વ્યક્તિ તેના સ્થાનેથી ખસે પરંતુ તે…
વધુ વાંચો >ત્રિગુણી રસી
ત્રિગુણી રસી (tripple vaccine) : નવજાત શિશુ તેમજ નાનાં બાળકોને રોગપ્રતિકાર માટે અપાતી ડી.પી.ટી. (DPT – diphtheria, pertussis અને tetanus મિશ્રિત) રસી. તેમાં ત્રણ રોગો, ડિફ્થેરિયા, ઊંટાટિયું (whooping cough) અને ધનુર (tetanus) સામે રોગ પ્રતિકારકશક્તિ – પ્રતિરક્ષા (immunity) મળે તેવી ત્રણ રસીઓનું મિશ્રણ હોય છે. તેનું અંત:ક્ષેપણ (injection) એક માસથી…
વધુ વાંચો >ત્રિપરિમાણી શસ્ત્રક્રિયા
ત્રિપરિમાણી શસ્ત્રક્રિયા (stereotactic surgery) : મગજની અંદરના કોઈ એક ચોક્કસ દોષવિસ્તાર(lesion)નું ત્રણે પરિમાણો(dimensions)માં સ્થાન નિશ્ચિત કરીને આસપાસના ભાગને ઓછામાં ઓછું નુકસાન થાય તેવી રીતે કરાતી શસ્ત્રક્રિયા. તેના સૌપ્રથમ પ્રયોગશાળાકીય પ્રયત્નો હૉર્સ્લી અને કલેર્કે (1908) કર્યા હતા. પરંતુ તેનો માનવ પર ઉપયોગ કરવામાં માથાના આકારની વિવિધતાએ મુશ્કેલી સર્જી હતી. સ્પેઇજેલ અને…
વધુ વાંચો >ત્વકાભ કોષ્ઠ
ત્વકાભ કોષ્ઠ (dermoid cyst) : શરીરમાં વિવિધ સ્થળે લાદીસમ અધિચ્છદ(squamous epithelium)ની દીવાલવાળી પોલી પુટિકાઓ એટલે કે પોટલીઓ થાય તેવી રસોળી (sebaceous cyst) અધિત્વકાભ (epidermoid) કોષ્ઠ તે. ત્વકાભના મુખ્યત્વે 3 પ્રકાર છે : (1) ગર્ભપેશીયુક્ત (teratomatous), (2) અપપ્રપાત-(sequestration)જન્ય અને (3) અંત:નિરોપ (implantation)જન્ય. પ્રથમ બે પ્રકારો જન્મજાત (congenital) ત્વકાભના છે જ્યારે અંત:નિરોપજન્ય…
વધુ વાંચો >ત્વકીય રુધિરછાંટ
ત્વકીય રુધિરછાંટ (purpura) : ચામડીના નીચે વહી ગયેલા લોહીના નાના નાના છાંટાવાળા વિસ્તારોનો વિકાર. તેને રુધિરછાંટ પણ કહે છે. મોં તથા અન્ય પોલા અવયવોની અંદરની દીવાલની શ્લેષ્મકલા(mucosa)ની નીચે પણ આવી રુધિરછાંટ થાય છે. લોહી વહેવાના વિકારને રુધિરસ્રાવ(haemorrhage)નો વિકાર કહે છે. તેના બે વિભાગ છે : રુધિરવહનનો વિકાર (bleeding disorder) અને…
વધુ વાંચો >ત્વકસ્નાયુશોથ
ત્વકસ્નાયુશોથ (dermatomyositis): સ્નાયુ, ચામડી તથા અન્ય અવયવોની સંધાનપેશી(connective tissue)ને અસર કરતો વિકાર. શરીરના કોષોને યથાસ્થાને રાખવા માટે તેમની આસપાસ સિમેન્ટ કે માવા જેવું દ્રવ્ય શરીરમાં વ્યાપકપણે આવેલું છે. આ પ્રકારનું કોષોને સાથે રાખીને પેશી કે અવયવને બનાવવા માટે વપરાતું દ્રવ્ય અને તેને ઉત્પન્ન કરતા કોષોના સમૂહને સંધાન પેશી કહે છે.…
વધુ વાંચો >ત્વચાકાઠિન્ય
ત્વચાકાઠિન્ય (scleroderma) : ચામડીમાંની તંતુમય સંધાન (connective) પેશીનો વધારો થવાથી થતી કઠણ ચામડીનો વિકાર. તેમાં ચામડીની સ્થિતિસ્થાપકતા ઘટે છે. ક્યારેક અન્ય અવયવો પણ અસરગ્રસ્ત થાય છે. તેથી તેને વ્યાપક તંતુકાઠિન્ય (systemic sclerosis) પણ કહે છે. તેમાં ક્યારેક છૂટાછવાયા કઠણ ચામડીના વિસ્તારોથી માંડીને શરીરમાં વ્યાપકપણે ચામડી, નસો, ફેફસાં, જઠર, આંતરડાં, હૃદય,…
વધુ વાંચો >