Allopathy
ગ્લુકેગોન
ગ્લુકેગોન : લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારતા સ્વાદુપિંડ(pancreas)ના આલ્ફા કોષો દ્વારા ઉત્પાદિત અંત:સ્રાવ. તેથી તેને ગ્લુકોઝવર્ધક (glucagon) અંત:સ્રાવ કહે છે. 1923માં માર્ટિન અને તેના સાથીદારોએ સ્વાદુપિંડના અર્ક(extract)ની ગ્લુકોઝના લોહીના પ્રમાણ પરની અસર નોંધી અને તેને ‘ગ્લુકેગોન’ નામ આપ્યું. ત્યારબાદ 50 વર્ષ સુધી તેના મહત્વ કે નિયમન અંગે કોઈ વિશેષ અભ્યાસ થયા…
વધુ વાંચો >ગ્લુકોઝ અલ્પતા
ગ્લુકોઝ અલ્પતા : જુઓ ગ્લુકોઝ-રુધિરસપાટી.
વધુ વાંચો >ગ્લુકોઝ-રુધિરસપાટી
ગ્લુકોઝ-રુધિરસપાટી : લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ દર્શાવતી સ્થિતિ. માનવશરીરમાં ગ્લુકોઝ એક મહત્વનું શક્તિદાયક ચયાપચયી દહનશીલ દ્રવ્ય (metabolic fuel) છે. જુદા જુદા સમયે ખોરાકની માત્રા અને ઘટકો જુદા જુદા હોય છે, તેમજ જુદા જુદા સમયે શરીરની શક્તિ માટેની જરૂરિયાત પણ જુદી જુદી હોય છે. તેને કારણે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ બદલાતું રહે છે.…
વધુ વાંચો >ચક્કર (vertigo)
ચક્કર (vertigo) : આસપાસની વસ્તુઓ કે વ્યક્તિ પોતે ગોળગોળ ભમે છે એવી ભ્રામક સંવેદના. તેના મુખ્ય બે પ્રકારો છે : (1) ચક્કર આવવાં અને (2) અંધારાં આવવાં (giddiness). યોગ્ય નિદાન તથા સારવાર માટે તે બંનેને અલગ પાડવાં જરૂરી ગણાય છે. ચક્કર આવવાની ભ્રમણાને ચક્કરભ્રમણા કહે છે અને તેમાં વ્યક્તિ પોતે…
વધુ વાંચો >ચરબી (fat) (1)
ચરબી (fat) (1) : એક પ્રકારનું પોષક દ્રવ્ય (nutrient). તેને મેદ અથવા સ્નેહ પણ કહે છે. ઊર્જા, નવરચના તથા દેહધાર્મિક અથવા શારીરિક ક્રિયાઓ કરવા માટે ઉપયોગી એવા આહારના રાસાયણિક ઘટકોને પોષક દ્રવ્યો કહે છે. કાર્બોદિત પદાર્થો, ચરબી, પ્રોટીન, ક્ષાર, વિટામિન (પ્રજીવકો) તથા પાણી એમ 6 પ્રકારનાં પોષક દ્રવ્યો હોય છે.…
વધુ વાંચો >ચશ્માં
ચશ્માં : ચશ્માંનો ઇતિહાસ ઘણો જૂનો છે. ઈ. સ. 150માં કલાડિઅસ ટૉલેમસે ગ્રીક અને રોમન લોકોને કાચના વાસણમાં પાણી ભરીને એ વાસણનો ઉપયોગ પદાર્થને મોટો કરીને જોવામાં થતો હોવાનું નોંધ્યું છે. 1270માં માર્કો પોલોએ ચીનના લોકો દૃષ્ટિ સુધારવા માટે દૃગકાચનો ઉપયોગ કરતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારથી પ્રથમ બહિર્ગોળ કાચનો…
વધુ વાંચો >ચહેરાનો વિપત્તિકારક ચેપ
ચહેરાનો વિપત્તિકારક ચેપ : ચહેરા પર લાગતો જોખમી ચેપ. ચહેરામાં લોહીનું પરિભ્રમણ પુષ્કળ હોય છે. વળી નાકના ટેરવા અને હોઠોની આસપાસના ભાગમાંની શિરાઓ (veins) ચહેરાના સ્નાયુઓ તથા નેત્રકોટર(orbit)માંની નસો સાથે જોડાયેલી હોય છે અને તે દ્વારા ચહેરો ખોપરીની અંદર મગજની આસપાસ આવેલી શિરાઓ સાથે પણ જોડાણ ધરાવે છે. મગજની નીચલી…
વધુ વાંચો >ચિંતા
ચિંતા : અણગમતી, અસ્પષ્ટ (vague), વ્યાપક (diffuse) અજંપા(apprehension)ની લાગણી. તેમાં વિવિધ શારીરિક લક્ષણો પ્રગટ થાય છે. વ્યક્તિની સામાન્ય લાગણી, સ્વભાવગત લક્ષણ, મનની પ્રસંગોચિત સ્થિતિ, માનસિક રોગનું લક્ષણ અથવા માનસિક રોગ – એમ ચિંતાનાં વિવિધ સ્વરૂપો જોવા મળે છે. ચિંતાના મુખ્ય બે પ્રકારો ગણી શકાય : (1) સામાન્ય અથવા સાહજિક (normal)…
વધુ વાંચો >ચિંતાશામકો (tranquillizers, anti-anxiety drugs)
ચિંતાશામકો (tranquillizers, anti-anxiety drugs) : મનોવિકારી ચિંતા (anxiety) શમાવતી દવાઓ. મનોવિકારી ચિંતા અને ખિન્નતા(depression)ના વિકારમાં ક્યારેક નિદાન અને દવાઓની વિભિન્નતા સ્પષ્ટ થયેલી નથી હોતી તેથી ક્યારેક ખિન્નતા-નિવારક (anti-depressant) દવાઓ પણ ચિંતાને દબાવવા માટે વપરાય છે. આ ઉપરાંત પ્રોપેનોલોલ અને બુસ્પીરોન નામની બે જુદાં જ જૂથની દવાઓ પણ ચિંતાશમન માટે વપરાય…
વધુ વાંચો >