Allopathy
અપચો
અપચો : પેટમાંની અસ્વસ્થતાનો એક પ્રકાર. જમ્યા પછી તરત, કલાકે બે કલાકે કે અર્ધરાત્રિએ પેટના ઉપલા ભાગમાં ભરાવો લાગે કે બળતરા થાય, વાયુને કારણે પેટ તણાય, તણાવ થાય, ઘચરકા આવે કે ઊબકા આવે ત્યારે તેને અપચો કહે છે. દર્દીને આ લક્ષણ સ્પષ્ટ રીતે સમજવામાં મુશ્કેલી પડે છે. અને તેથી તેને…
વધુ વાંચો >અપમૂત્રપિંડી સંલક્ષણ
અપમૂત્રપિંડી સંલક્ષણ (nephrotic syndrome) : સમગ્ર શરીરના સોજાના કારણરૂપ મૂત્રપિંડનો વિકાર. સમગ્ર શરીરમાં સોજા (જળશોફ) આવે; હૃદય, ફેફસાંની આસપાસ પાણી ભરાય; જલોદર (ascites) થાય, લોહીમાં ચરબીનું પ્રમાણ વધે તથા આલ્બ્યુમિન નામના પ્રોટીનનું પ્રમાણ ઘટે અને પેશાબમાં દરરોજ 5 ગ્રામથી વધુ આલ્બ્યુમિન વહી જાય તે લક્ષણસમૂહને અપમૂત્રપિંડી સંલક્ષણ કહે છે. આ…
વધુ વાંચો >અપસ્માર (આયુર્વિજ્ઞાન)
અપસ્માર (આયુર્વિજ્ઞાન) (epilepsy) : વારંવાર આવતી ખેંચ અથવા આંચકી (convulsions). આ રોગને ફેફરું પણ કહે છે. અપસ્માર મગજની બીમારી છે. વાઈ અથવા હિસ્ટીરિયા (hysterical neurosis) નામના માનસિક રોગ અને અપસ્માર અલગ અલગ બીમારીઓ છે. ચેતાતંત્રમાં માહિતીની આપલે વીજ-આવેગો(electronic impulse)થી થાય છે. કોઈ કારણસર ચેતાતંત્રનું આ વીજકાર્ય ખામીભર્યું થાય ત્યારે કેન્દ્રીય…
વધુ વાંચો >અપંગતા અને વળતર
અપંગતા અને વળતર (disability and compensation) : શારીરિક તેમજ માનસિક ખોડ કે ખામી (અપંગતા) તથા તેનાથી પડતી ખોટને પૂરવા માટેનો ઉપાય (વળતર). અપંગતા સાપેક્ષ અને વ્યક્તિની જરૂરિયાત પર આધારિત હોય છે. દીર્ઘ જીવન, સૈન્યમાં કામ કરી શકાય તેવી શારીરિક ક્ષમતા, રમત-ગમતમાં ભાગ લઈ શકાય તેવી શક્તિ, રોજી મેળવવા માટે કરવા…
વધુ વાંચો >અફીણ
અફીણ : દ્વિદળી વર્ગના પૅપાવરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Papaver somniferum L (સં. अहिफेन, खसतिल; હિં. खसखस; બં. પોસ્તદાના; ગુ. અફીણ, ખસખસ, પોસ્ત ડોડા) છે. સહસભ્ય દારૂડી. અફીણની પુષ્કળ ઊપજ આપતી બે જાતો– નામે શ્વેતા અને શ્યામા–લખનૌમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિકલ ઍન્ડ આયુર્વેદિક પ્લાન્ટ્સ (CIMAP) સંસ્થાએ વિકસાવીને વાવેતર…
વધુ વાંચો >અમીબાજન્ય રોગ
અમીબાજન્ય રોગ (amoebiasis) : અમીબા (amoeba, અરૂપી) નામના એકકોષી (unicellular) પરજીવીથી થતો રોગ. તે મોટા આંતરડા અને યકૃતને નુકસાન કરે છે. તેના ઉગ્ર સ્વરૂપને મરડો કહે છે. અમીબાની પ્રાણીશાસ્ત્રીય ઓળખ સારણી 1માં આપી છે. સારણી 1 : અમીબાની પ્રાણીશાસ્ત્રીય ઓળખ જૂથ નામકરણ વૈજ્ઞાનિક સંઘ (phyllum) પ્રોટોઝોઆ (protozoa) ફોન સીબોલ્ડ (1845)…
વધુ વાંચો >અરુચિ મનોવિકારી
અરુચિ, મનોવિકારી (anorexia nervosa) : અપપોષણથી પોતાની જાતને કૃષકાય (cachexic) બનાવતી વ્યક્તિની માનસિક બીમારી. શરીરમાં અન્ય કોઈ રોગ હોતો નથી. ખિન્નતા (depression), મનોબંધ (obsession)ના જેવી માનસિક બીમારીઓ અને તીવ્ર મનોવિકારી (psychotic) ભ્રાંતિ(delusion)ના કારણે દર્દીના વર્તનમાં ફેરફાર દેખાય છે. આ માંદગી મોટેભાગે 12 20 વર્ષની કુમારિકાઓમાં જોવા મળે છે. આજની ઔદ્યોગિક…
વધુ વાંચો >અર્ગટ (આયુર્વિજ્ઞાન)
અર્ગટ (આયુર્વિજ્ઞાન) : રાય (rye) નામના ધાન્યને ફૂગ લાગવાથી રૂપાંતરિત થયેલી દાંડી. અર્ગટનું સંશોધન ઔષધશાસ્ત્રમાં ઘણું મહત્વ ધરાવે છે. યુરોપના રાય (rye) નામના બાજરી જેવા ધાન્યના બીજાશયમાં, ક્લેવિસેપ્સ પરપ્યુરા (Claviceps purpurea) નામની ફૂગ લાગતાં, અર્ધાથી એક ઇંચ લાંબી, લવિંગની દાંડી જેવી, ભૂખરા કાળા રંગની દાંડીમાં તેનું રૂપાંતર થાય છે. આ…
વધુ વાંચો >અર્બુદ (tumour)
અર્બુદ (tumour) : નવા સર્જાતા કોષોની ગાંઠ (tumour). (અ) પરાવિકસન, દુષ્વિકસન; (આ) નવવિકસન તથા સૌમ્ય અર્બુદ અને (ઇ) કૅન્સરની લાક્ષણિકતાઓ આ પ્રક્રિયાને નવવિકસન (neoplasia) કહે છે અને તે સ્ત્રી અને પુરુષ બંનેમાં કોઈ પણ ઉંમરે ગમે તે પેશીમાં થઈ શકે છે. તેના અભ્યાસને અર્બુદવિજ્ઞાન (oncology) કહે છે. અર્બુદ બે પ્રકારનાં…
વધુ વાંચો >અર્લાન્ગર જોસેફ
અર્લાન્ગર, જોસેફ (જ. 5 જાન્યુઆરી 1874, સાનફ્રાન્સિસ્કો; અ. 5 ડિસેમ્બર 1965, સેન્ટ લુઈ, મોન્ટાના) : 1944ના શરીરક્રિયાવિદ્યા તથા આયુર્વિજ્ઞાનના નોબેલ પારિતોષિકના એક વિજેતા. સંશોધનનો વિષય એક જ ચેતાના વિવિધ તંતુઓ જુદાં જુદાં કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે, તે હતો. 1910માં ગૅસર તેમની સાથે સેન્ટ લૂઈ યુનિ.માં જોડાયા. શરીરક્રિયાવિદ્યા(physiology)ના સંશોધનમાં ઇલેક્ટ્રૉનિક…
વધુ વાંચો >