Allopathy

કેન્દ્રીય શિરાદાબ

કેન્દ્રીય શિરાદાબ (central venous pressure) : હૃદયના જમણા ઉપલા ખંડ (કર્ણક, atrium) અથવા તેમાં લોહી લાવતી વાલ્વ વગરની ઉપલી કે નીચલી મહાશિરાઓ(venae cavae)માંના લોહીનું દબાણ. શિરાની દીવાલની સજ્જતા (tone) અને તેમાં રહેલા લોહીના કદને કારણે તેમાં દબાણ ઉત્પન્ન થાય છે. પાણીના બનેલા સાદા દાબમાપક (manometer) વડે તે માપી શકાય છે.…

વધુ વાંચો >

કૅન્સર

કૅન્સર અપરિપક્વ કોષોની આક્રમક સંખ્યાવૃદ્ધિ કે તેને કારણે થતી જીવલેણ ગાંઠ એટલે કૅન્સર. લોહીના અપરિપક્વ કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે થતા રુધિરકૅન્સર(leukaemia)માં ગાંઠ જોવા મળતી નથી. કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે થતી ગાંઠને અર્બુદ (tumour) અથવા નવવિકસન (neoplasia) કહે છે. તે સૌમ્ય (benign) અને જીવલેણ કે મારક (malignant) એમ બે પ્રકારની હોય છે. સૌમ્ય…

વધુ વાંચો >

કૅન્સર અને લિંગિતા

કૅન્સર અને લિંગિતા : લૈંગિક (sexual)  કારણોસર થતાં કૅન્સર અને કૅન્સરના દર્દીના જાતીયતા (sexuality) સંબંધિત પ્રશ્નો ઉદભવવા તે. લૈંગિક (sexual) કારણો : વિવિધ પ્રકારના સંભોગ કે જાતીય સંસર્ગ દ્વારા ફેલાતા ચેપી રોગો કૅન્સરજનન સાથે સંકળાયેલા છે. સ્ત્રીઓમાં પેપિલોમા-વિષાણુ(પ્રકાર 16 અને 18)નો ચેપ જાતીય સંબંધોથી ફેલાય છે. તેના લાંબા સમયના ચેપ…

વધુ વાંચો >

કૅન્સર અન્નનળી(oesophagus)નું

કૅન્સર, અન્નનળી(oesophagus)નું : અન્નનળીનું કૅન્સર થવું તે. ખોરાકના કોળિયાને મોંમાંથી જઠર સુધી પહોંચાડતી નળીને અન્નનળી કહે છે. તેનો કેટલોક ભાગ ગળામાં તથા કેટલોક ભાગ છાતી અને પેટની વચ્ચેના ઉરોદરપટલ(diaphragm)માં થઈને પેટમાં જાય છે. મોટા ભાગની અન્નનળી છાતીના પાછલા ભાગમાંથી પસાર થાય છે. છાતીમાં તે હૃદયની પાછળ અને બંને ફેફસાંની વચ્ચે…

વધુ વાંચો >

કૅન્સર અંડપિંડ(ovary)નું

કૅન્સર, અંડપિંડ(ovary)નું : સ્ત્રીઓના જનનપિંડ(gonad)નું કૅન્સર થવું તે. અંડપિંડનો આકાર ફોલેલી બદામ જેવો હોય છે. તે શ્રોણીગુહા(pelvic cavity)ના ઉપલા ભાગમાં અંડવાહિનીઓ અથવા અંડનળીઓ(fallopian tubes)ના દૂરના છેડે આવેલા હોય છે. કેડનાં હાડકાંની વચ્ચેની બખોલ જેવા પેટના પોલાણના નીચલા ભાગને શ્રોણી (pelvis) કહે છે. અંડપિંડ પહોળા તંતુબંધ (broad ligament) અને અંડપિંડી તંતુબંધ…

વધુ વાંચો >

કૅન્સર અંત:સ્રાવી (endocrine) ગ્રંથિઓનું

કૅન્સર, અંત:સ્રાવી (endocrine) ગ્રંથિઓનું : અંત:સ્રાવી કોષોનું કૅન્સર થવું તે. જેમાંથી કોઈ રસ ઝરે તે પેશી કે અવયવને ગ્રંથિ (gland) કહે છે. તે 2 પ્રકારની હોય છે – નલિકારહિત (ductless) અને નલિકાવાળી. નલિકારહિત ગ્રંથિને અંત:સ્રાવી ગ્રંથિ પણ કહે છે. તેનો રસ કોઈ નળી દ્વારા બહાર આવતો નથી પરંતુ તેનો રસ…

વધુ વાંચો >

કૅન્સર ઔષધચિકિત્સા : જુઓ કૅન્સર.

કૅન્સર ઔષધચિકિત્સા : જુઓ કૅન્સર.

વધુ વાંચો >

કૅન્સરઔષધો : જુઓ કૅન્સર.

કૅન્સરઔષધો : જુઓ કૅન્સર.

વધુ વાંચો >

કૅન્સરકારકો : જુઓ કૅન્સર.

કૅન્સરકારકો : જુઓ કૅન્સર.

વધુ વાંચો >

કૅન્સર ગર્ભાવરણનું (choriocarcinoma)

કૅન્સર, ગર્ભાવરણનું (choriocarcinoma) : ગર્ભનાં આવરણો-(chorion)ની પેશીનું કૅન્સર થવું તે. ગર્ભને પોષણ મળી રહે તે માટે ગર્ભપોષક પેશી(gestational trophoblast)નો વિકાસ થાય છે. આ પોષકપેશીના રોગોને ગર્ભપોષક પેશીય રોગ (gestational trophoblastic disease, GTD) કહે છે. તેમાં 4 વિકારોનો સમાવેશ થાય છે – (1) બહુકોષ્ઠાર્બુદ (hydatidiform mole), (2) ઓર-સ્થાની ગાંઠ (placental site…

વધુ વાંચો >