Allopathy

અતિસાર

અતિસાર (diarrhoea) : વારંવાર થતા પાતળા ઝાડા. દિવસમાં ત્રણથી વધુ, અથવા સામાન્ય ટેવથી વધુ થતા પાતળા ઝાડાને અતિસાર કહે છે. તે રોગ નથી, પણ ઘણા રોગોનું એક લક્ષણ છે. અચાનક શરૂ થઈ, થોડા કલાકો કે દિવસો ચાલતા ઝાડાને ઉગ્ર (acute) અતિસાર કહે છે. સતત કે ફરીફરીને થતા, અઠવાડિયા કે મહિનાઓ…

વધુ વાંચો >

અત્યધિક શ્વેતકોશી પ્રતિક્રિયા

અત્યધિક શ્વેતકોશી પ્રતિક્રિયા (leukaemoid reaction) : લોહીના કૅન્સર જેવું લાગતું, શ્વેતકોષોનું વધેલું પ્રમાણ. કેટલાક ચેપ, ઝેર, કૅન્સર અને અન્ય રોગોથી પીડાતા દર્દીઓની અસ્થિમજ્જા(bone marrow)માં નિયમનવાળી પ્રતિક્રિયા રૂપે અપક્વ કે/અને પક્વ શ્વેતકોષોનું ઉત્પાદન વધે છે. દર્દીના લોહીમાં અપક્વ કે 30,000થી 50,000 ઘમિમી.ના પ્રમાણમાં પક્વ શ્વેતકોષો પરિભ્રમણ કરતા થાય છે. દર્દીની લોહીની…

વધુ વાંચો >

અધિશુક્રગ્રંથિ-શુક્રગ્રંથિશોથ

અધિશુક્રગ્રંથિ-શુક્રગ્રંથિશોથ (epididymo-orchitis) : શુક્રગ્રંથિ અને તેના ટોપનો ચેપ. શુક્રગ્રંથિકોશા(scrotum) એટલે કે શુક્રગ્રંથિકોથળીમાં બે શુક્રગ્રંથિઓ (testes) તથા તેમનાં અધિશુક્રગ્રંથિ અને શુક્રવાહિની આવેલાં છે. દરેક શુક્રગ્રંથિ 5 સેમી. × 2.5 સેમી.ની, 10થી 15 ગ્રામ વજનની, અંડાકાર પિંડની હોય છે. દરેક શુક્રગ્રંથિની ઉપર ગૂંચળું વાળેલી નળી(શુક્રવાહિની)ની ટોપના રૂપમાં સાતડા જેવી (comma-shaped) અધિશુક્રગ્રંથિ આવેલી…

વધુ વાંચો >

અધ્વર્યુ શિવાનંદ

અધ્વર્યુ, શિવાનંદ (જ. 18 ડિસેમ્બર 1906, બાંદરા, તા. ગોંડલ, સૌરાષ્ટ્ર; અ. 22 ઑક્ટોબર 1998, હૃષીકેશ) : તબીબી વ્યવસાયને આધ્યાત્મિક ઓપ આપનાર અને તે દ્વારા અસંખ્ય નેત્રયજ્ઞોનું સફળ આયોજન કરી સાચા અર્થમાં ‘ચક્ષુદાન’ કરવા માટે વિશ્વભરમાં ખ્યાતિ પામેલા ગુજરાતના સેવાભાવી તબીબ. મૂળ નામ ભાનુશંકર. પિતાનું નામ ગૌરીશંકર અને માતાનું નામ પાર્વતીબહેન.…

વધુ વાંચો >

અનવસ્થિત શુક્રગ્રંથિતા

અનવસ્થિત શુક્રગ્રંથિતા (undescended testis) : જન્મસમયે કે તે પછી શુક્રગ્રંથિકોશા(scrotum) એટલે કે શુક્રગ્રંથિ-કોથળીમાં શુક્રગ્રંથિનું અવતરણ ન થયું હોય તે સ્થિતિ. જન્મસમયે કે તે પછીનાં થોડાં અઠવાડિયાંમાં જો શુક્રગ્રંથિકોશામાં શુક્રગ્રંથિ (શુક્રપિંડ) પેટમાંના તેના ઉદગમસ્થાનેથી ઊતરી ન હોય તો તેને અનવસ્થિત શુક્રગ્રંથિતા અથવા અનવસ્થિત શુક્રપિંડિતા કહે છે. ગર્ભાશયકાળમાં પેટની પાછલી દીવાલ પર…

વધુ વાંચો >

અનિદ્રા

અનિદ્રા (insomnia) : ઊંઘ ન આવવાની તકલીફ. અનિદ્રા સાપેક્ષ તકલીફ છે. કાયમ ચારથી પાંચ કલાક સૂવા ટેવાયેલા માટે તેટલી ઊંઘ પૂરતી હોય છે. પણ છથી સાત કલાક સૂવા ટેવાયેલા માટે ચાર કલાકની ઊંઘ અપૂરતી હોઈ શકે. નવજાત શિશુ આશરે 18 કલાક ઊંઘે છે. નાનાં બાળકો દિવસના બાર કલાક કે તેથી…

વધુ વાંચો >

અનિર્દેશાત્મક મનશ્ચિકિત્સા

અનિર્દેશાત્મક મનશ્ચિકિત્સા : જુઓ, મનશ્ચિકિત્સા.

વધુ વાંચો >

અનુકૂલન-વિકારો

અનુકૂલન-વિકારો (adjustment disorders) : વિપરીત પરિસ્થિતિમાં માનસિક રીતે ગોઠવાવાની તકલીફ. તે સ્પષ્ટ ઓળખી શકાય તેવા બનાવ કે પ્રતિકૂળ પરિસ્થિતિના પ્રતિભાવ રૂપે ઉદભવતી વિકારી પ્રતિક્રિયાઓ (maladaptive reactions) છે. આ પ્રતિક્રિયાઓ, પ્રતિકૂળ પરિસ્થિતિ સમાપ્ત થતાં કે અન્યથા મનનું સમાધાન થતાં, શમી જાય છે. આ પ્રતિક્રિયાઓને લીધે વ્યક્તિનાં સામાજિક અને વ્યાવસાયિક કાર્યોમાં ક્ષતિ…

વધુ વાંચો >

અનૈચ્છિક સંચલન

અનૈચ્છિક સંચલન (involuntary movements) : રોકી ન શકાય તેવું, આપમેળે થતું હલનચલન. શરીરનાં અંગ પોતાની મેળે હાલ્યા જ કરે અને તેને રોકવાનો પ્રયત્ન કરવા છતાં તે સ્થિર ન રહી શકે તેવી પરિસ્થિતિ. તેનાથી સ્વૈચ્છિક ક્રિયાઓમાં નડતર ઊભું થાય છે. દા.ત., હાથની ધ્રુજારીથી ચા પીતાં પ્યાલો હાલવા માંડે અને ચા ઢોળાય.…

વધુ વાંચો >

અનૌરસતા અને અનૌરસ સંતાન

અનૌરસતા અને અનૌરસ સંતાન : લગ્નેતર સંબંધ દ્વારા સ્ત્રી-પુરુષના દેહસંબંધથી જન્મતાં સંતાન. બધા જ સમાજ/સમુદાયોમાં માન્ય ધોરણો કે કાયદા પ્રમાણે પુરુષ અને સ્ત્રી લગ્ન બાદ સંતાનોને જન્મ આપે તે સંતાનો જ ઔરસતા કે કાયદેસરતા ધરાવે છે. પુરુષ-સ્ત્રીનાં આ સિવાયનાં ગેરકાયદેસર મનાતા દેહસંબંધ દ્વારા પેદા થતાં સંતાનને સમાજ માન્યતા અને કાયદેસરતા…

વધુ વાંચો >