Agronomy
નુકસાનકારક પ્રાણીઓ (કૃષિવિદ્યા)
નુકસાનકારક પ્રાણીઓ (કૃષિવિદ્યા) : ખેતી-પાકો અને ખેતીમાં ઉપયોગી તેવા પશુધનને નુકસાન કરતાં પ્રાણીઓ. તેમાં કીટક, કરચલા, પેડીવર્મ, અળસિયાં, ગોકળગાય, કનડી, વાગોળ, વાંદરાં, શિયાળ, સસલાં, હરણ, સાબર, કાળિયાર, નીલગાય, રીંછ અને હાથી જેવાં પ્રાણીઓનો સમાવેશ થાય છે. તેનો ઉપદ્રવ ક્યારેક વધુ પ્રમાણમાં જોવા મળે છે. વિસ્તાર મુજબ નુકસાનની તીવ્રતા અલગ અલગ…
વધુ વાંચો >પટેલ, ઈશ્વરભાઈ ચતુરભાઈ
પટેલ, ઈશ્વરભાઈ ચતુરભાઈ (જ. 1 ઑગસ્ટ 1927, લાડોલ, ઉત્તર ગુજરાત) : ગુજરાતના ખ્યાતનામ કૃષિવિજ્ઞાનવિદ. મુંબઈ યુનિવર્સિટીમાંથી કૃષિ-સ્નાતક થયા બાદ તેઓ 1951માં ગુજરાત સરકારના કૃષિવિભાગમાં જોડાયા. દરમિયાન અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાંથી એક્સટેન્શન એજ્યુકેશન કાર્યક્રમ હેઠળ અનુસ્નાતક અને ડૉક્ટરેટની પદવી મેળવી. ગુજરાતમાં તેમણે સતત 35 વર્ષ કૃષિક્ષેત્રે સેવાઓ આપી અને 1976થી 86 દરમિયાન…
વધુ વાંચો >પાક (crops)
પાક (crops) ભારતના સંદર્ભમાં ગુજરાત પ્રદેશમાં થતી વિવિધ કૃષિનીપજની માહિતી. ગુજરાત રાજ્યનો ભૌગોલિક વિસ્તાર 1,95,984 કિમી. છે, જે દેશના કુલ વિસ્તારના 7 % ગણાય. જુદા જુદા પાક હેઠળનો કુલ વિસ્તાર એક કરોડ સાત લાખ હેક્ટર છે, જે દેશના પાક હેઠળના વિસ્તારના 6 % જેટલો છે. રાજ્યની કુલ વસ્તી 4 કરોડ…
વધુ વાંચો >પાક-દેહધર્મવિદ્યા
પાક–દેહધર્મવિદ્યા : પેશીરચના અને તેને અનુરૂપ ચયાપચયની આંતરિક પ્રક્રિયાનો પરસ્પર સંબંધ તથા બીજના સ્ફુરણથી માંડી તબક્કાવાર વૃદ્ધિ અને વિકાસ દ્વારા નવા બીજના નિર્માણ સુધીની તમામ આંતરિક પ્રક્રિયાઓનું જ્ઞાન. માનવીની ખોરાક અને કપડાંની પ્રાથમિક જરૂરિયાત વનસ્પતિ પૂરી પાડે છે. કોલસો, ખનિજ-તેલ, ગૅસ વગેરે વનસ્પતિના અશ્મીભૂત સ્તરોને આભારી છે. પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા…
વધુ વાંચો >પાકસંવર્ધન
પાકસંવર્ધન : પાકસંવર્ધન એટલે પાકનાં આનુવંશિક ગુણોમાં સુધારણાનું વિજ્ઞાન. તેના દ્વારા ઉપયોગી સુધરેલી જાત ઉત્પન્ન કરી શકાય છે. સુધારણામાં વધુ ઉત્પાદકતા, ઊંચી ગુણવત્તા અને/અથવા અન્ય ખાસ અનુકૂળતા કે સુવિધાઓ આવરી લઈ શકાય. આવી અનુકૂળતા કે સુવિધાઓમાં પાક વહેલો થાય એવું કરવું; પાકની ઉત્પાદકતા આદિ ઉપર સાનુકૂળ અસર (response to applied…
વધુ વાંચો >પાતાળકૂવા (artesian wells)
પાતાળકૂવા (artesian wells) : ભૂપૃષ્ઠ પરથી જરૂરી ઊંડાઈ સુધી શાર કરીને ભૂગર્ભજળની પ્રાપ્તિ માટે તૈયાર કરવામાં આવતા કૂવાનો એક વિશિષ્ટ પ્રકાર. આ પ્રકારનો કૂવો પહેલવહેલી વાર ફ્રાન્સના આર્ટિયસ પ્રદેશમાં બનાવવામાં આવેલો હોવાથી તેનું નામ અંગ્રેજીમાં ‘artesian well’ પડેલું છે. સંસ્કૃતમાં તેને ઉત્સૃત કૂવો કહે છે. ‘પાતાળકૂવો’ પર્યાય શરૂશરૂમાં ઊંડાઈએથી બહાર…
વધુ વાંચો >પામ-ઑઇલ
પામ–ઑઇલ : પામ-ઑઇલ એ ઑઇલપામ નામના તાડ-કુળના વૃક્ષના (family palmae) ફળના મૃદુ મધ્યભાગ(mesocarp)માંથી મેળવવામાં આવતું ખાદ્યતેલ છે. આ તેલ દુનિયાનું સૌથી વધુ વપરાતું ખાદ્યતેલ છે. આને પામોલીન કહેવામાં આવે છે. ઑઇલ-પામના ફળની ગોટલીમાં પણ સારા પ્રમાણમાં તેલ હોય છે, જે પામ કરનલ ઑઇલ તરીકે ઓળખાય છે. આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ…
વધુ વાંચો >પાલ બેન્જામિન પિયરી
પાલ, બેન્જામિન પિયરી (જ. 26 મે 1906, મુક્ધદપુર, પંજાબ; અ. 14 સપ્ટેમ્બર 1989, નવી દિલ્હી) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ભારતીય કૃષિવૈજ્ઞાનિક. તેમણે વનસ્પતિશાસ્ત્ર વિષયમાં એમ. એસસી.ની ડિગ્રી રંગૂન યુનિવર્સિટી-મ્યાનમારમાંથી અને વનસ્પતિઉછેર (plant breeding) અને જનીનવિદ્યા વિષયમાં પીએચ.ડી.ની ડિગ્રી (1932) કેમ્બ્રિજ યુનિવર્સિટી, ઇંગ્લૅન્ડમાંથી પ્રાપ્ત કરી. કેમ્બ્રિજમાં તેમણે ખ્યાતનામ બ્રિટિશ વ્હીટ-બ્રીડર સર…
વધુ વાંચો >પિયત
પિયત : ખેતીવાડીને પાણી પૂરું પાડવાની વ્યવસ્થા. પાણી જીવરસનું અગત્યનું ઘટક છે. સજીવની જૈવિક ક્રિયાઓ માટે તે જરૂરી છે. વનસ્પતિ સામાન્ય રીતે મૂળ મારફતે શોષણ દ્વારા જમીનમાંથી પાણી મેળવે છે. વનસ્પતિને ઉપયોગી તત્વો જમીનમાંથી પાણી મારફત પ્રાપ્ત થાય છે. પ્રકાશ-સંશ્લેષણ દ્વારા વનસ્પતિ જે વિવિધ સંશ્લિષ્ટ કાર્બોદિત આદિ પદાર્થો બનાવે છે…
વધુ વાંચો >પિયત-ખેતી-સંશોધન-કેન્દ્રો ગુજરાત
પિયત-ખેતી-સંશોધન–કેન્દ્રો, ગુજરાત : પિયત પાણીના કાર્યક્ષમ ઉપયોગ દ્વારા વધુમાં વધુ ઉત્પાદન મેળવવા માટે સંશોધનની કામગીરી કરતાં કેન્દ્રો. ગુજરાત રાજ્યમાં કુલ વાવેતર-વિસ્તારના 23 %માં પિયતની સુવિધા ઉપલબ્ધ છે. આ માટે વપરાતા પિયત-પાણીના 80 % કૂવા દ્વારા, 18 % નહેર દ્વારા અને 2 % અન્ય રીતે મેળવવામાં આવે છે. રાજ્યમાં પિયત અંગેના…
વધુ વાંચો >