Agronomy

ડાંગર

ડાંગર : એકદલા (monocot) વર્ગના પોએસી કુળની વનસ્પતિ. સં. व्रीहि; हिं. चावल; મરાઠી तांदुळ; કન્નડ અક્કિ; શાસ્ત્રીય નામ Oryza sativa L. (એશિયા) અને O. glaberrima (આફ્રિકા). અણછડ અને ઉકાળેલ ડાંગરમાંથી બનાવેલ ચોખા ભૂખરા રંગના હોય છે. પૉલિશ કરવાથી છડેલ દાણા સફેદ બને છે. ડાંગર અતિશય પ્રાચીન કાળનો પાક છે. તેનો…

વધુ વાંચો >

ડી બેરી, હેઇનરિક ઍન્ટૉન

ડી બેરી, હેઇનરિક ઍન્ટૉન (જ. 26 જાન્યુઆરી 1831, સ્ટ્રાસબર્ગ,; અ. 19 જાન્યુઆરી 1886, સ્ટ્રાસબર્ગ) : પ્રખર જર્મન ફૂગશાસ્ત્રી. તેમણે શ્લેષ્મફૂગ (slime molds); ફાયટોપ્થોરા ઇન્ફેસ્ટાન તેમજ ઘઉંમાં કાળા ગેરુનો  રોગ કરતી ફૂગ પક્સિનિયાના જીવનચક્રનો અભ્યાસ કર્યો હતો. તેમણે જણાવ્યું  કે પક્સિનિયા ફૂગને જીવનચક્ર પૂરું કરવા બે યજમાન વનસ્પતિની જરૂર પડે છે.…

વધુ વાંચો >

તેલીબિયાંના પાક

તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…

વધુ વાંચો >

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…

વધુ વાંચો >

ધાન્યપાકો

ધાન્યપાકો : મનુષ્યના ખોરાકમાં વપરાતું અનાજ. વધતી જતી વસ્તીના પ્રમાણમાં અનાજનું ઉત્પાદન વધારવું જરૂરી બને છે. કૃષિક્ષેત્રે થતા સંશોધનને પરિણામે જુદા જુદા પાકોની સુધારેલી અને વધુ ઉત્પાદન આપતી જાતો તથા તેની ખેતીપદ્ધતિઓ વિક્સાવવાથી સમગ્ર વિશ્વ અને ભારતમાં ખાદ્યપદાર્થોના ઉત્પાદનમાં વધારો થયો છે, તેમાં ધાન્ય વર્ગના પાકોનો ફાળો અગત્યનો છે. ભારતમાં…

વધુ વાંચો >

નશીલા પાકો

નશીલા પાકો : જેની મુખ્ય કે ગૌણ પેદાશો નશો કે કેફ પેદા કરે તેવા પાકો. કેફી દ્રવ્યો(કેફ ચડાવે તેવાં)ને આયુર્વેદમાં મદકારી કહ્યાં છે. પ્રવૃત્તિશીલ ન હોય ત્યારે પણ માનવીનું મન સતત કંઈ ને કંઈ વિચાર્યા કરતું હોવાથી તેને શારીરિક તેમજ માનસિક થાક લાગે છે. આ પરિસ્થિતિમાં શરીર અને મનનો થાક…

વધુ વાંચો >

નસોતર

નસોતર : દ્વિદળી વર્ગના કૉન્વોલ્વ્યુલેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Operculina turpethum (Linn.) Silva Manso syn. Ipomoea turpethum R. Br. (સં. ત્રિવૃત્, નિશોત્તર, હિં. નિશોથ, પનીલા; બં. તેઉડી; મ. તેડ; ગુ. નસોતર; ફા. નિસોથ; અં. ટરપીથરૂટ) છે તે મોટી બહુવર્ષાયુ વળવેલ (twiner) છે અને ક્ષીરરસ તથા માંસલ શાખિત મૂળ ધરાવે…

વધુ વાંચો >

નાગરવેલ

નાગરવેલ : દ્વિદળી વર્ગના પાઇપરેસી કુળની એક વનસ્પતિ. તે વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ Piper betle Linn. (સં. नागवल्ली, ताम्बूल, હિં. બં. મ. पान; ગુ. નાગરવેલ, પાન; ક. યલીબળી, તે. તામલ પાકુ; ફા. બર્ગતંબોલ, અ. કાન) છે. તે બહુવર્ષાયુ, દ્વિગૃહી (dioecious) વેલ છે અને સંભવત: મલેશિયાની મૂલનિવાસી છે. પ્રકાંડ અર્ધ-કાષ્ઠમય, આરોહણની ક્રિયા…

વધુ વાંચો >

નાગરવેલનાં પાન

નાગરવેલનાં પાન : જુઓ, નાગરવેલ.

વધુ વાંચો >

નાગલી

નાગલી : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળનું એક તૃણ. તેનું વૈજ્ઞાનિક નામ Eleusine coracana Gaertn. (સં. રાજિકા, નર્તકા, બાહુદલ; હિં, નાચની; મ. નાચણી, નાગલી; ગુ. રાગી, બાવટો, નાગલી; તે રાગુલુ; તા. ઇરાગી; મલા. કોશ, મટ્ટારી; ફા. નંડવા; અં. ફિંગર મિલેટ) છે. તે ટટ્ટાર, એક વર્ષાયુ અને 0.6-1.2 મી. ઊંચું…

વધુ વાંચો >