Tamil literature

કુડુમ્બ વિળક્કુ

કુડુમ્બ વિળક્કુ (રચનાસાલ – 1942) : ગૃહસ્થ જીવન અંગેનું તમિળ કાવ્ય. રચયિતા ભારતીદાસન. તે પાંચ ખંડોમાં વિભાજિત થયેલું છે. પ્રથમ ખંડમાં ગૃહસ્થ જીવનમાં બનતી ઘટનાઓનું વર્ણન છે અને તે દ્વારા આદર્શ ગૃહિણીનું ચિત્ર રજૂ થયેલું છે. બીજા ખંડમાં ગૃહિણી દ્વારા થતા અતિથિસત્કારનું વર્ણન છે. આ ખંડમાં કવિએ નારીશિક્ષણ તથા ભોજન…

વધુ વાંચો >

કૂત્તુ

કૂત્તુ : નૃત્યવર્ણન માટેનો તમિળ પારિભાષિક શબ્દ. કૂત્તુનો શાબ્દિક અર્થ છે નૃત્ય. પ્રાચીન તમિળ મહાકાવ્ય ‘શિલપ્પદિકારમ્’ના પુહારક્કાણ્ડમમાં તત્કાલીન તમિળ સમાજમાં પ્રચલિત અગિયાર પ્રકારનાં નૃત્યોનાં વર્ણનો આવે છે. એમાં ઉલ્લેખિત નૃત્યો છે કોડુકોટ્ટિઆડલ, પાંડ, રંગકકૂત્તુ, અલ્લિય તોકુદિ, મલ્લાડલ, તુડિકકૂત્તુ, કુડૈકકૂત્તુ, કૂડકકૂત્તુ, પેડિકકૂત્તુ, મરક્કાલકૂત્તુ, પાવૈકકૂત્તુ તથા કડૈયકકૂત્તુ. જુદા જુદા સમયમાં દેવતાઓએ અસુરસંહારને…

વધુ વાંચો >

કુમરગુરુપરર

કુમરગુરુપરર (જ. 1628, શ્રીવૈકુંઠમ, જિ. તિરુનેલવેલ, તામિલનાડુ; અ. 1688) : સત્તરમી સદીના પ્રસિદ્ધ મધ્યકાલીન તમિળ કવિ. એમનો જન્મ એક શૈવ કુટુંબમાં થયો હતો. પહેલાં પાંચ વર્ષ સુધી એ મૂગા હતા. તિરુચ્ચેન્દૂરના ભગવાન મુરુગનની કૃપાથી એમને વાણીની શક્તિ પ્રાપ્ત થઈ એમ કહેવાય છે. એમની પ્રસિદ્ધ રચનાઓમાં ‘મીનાક્ષી-યમ્મૈ પિળ્ળૈ’, ‘મુત્તુકુમાર સ્વામી પિળ્ળૈ’,…

વધુ વાંચો >

કુરિંજિત્તેન

કુરિંજિત્તેન (1963) : તમિળ ભાષાની જાણીતી નવલકથા. તેનાં લેખિકા રાજમકૃષ્ણન (જ. 1925). નીલગિરિ પ્રદેશના આદિવાસી પડગુ લોકોના જીવનનું તેમાં નિરૂપણ થયેલું છે. ‘કુરિંજિત્તેન’ શબ્દનો અર્થ ‘પહાડનું મધ’ થાય છે. પહાડી લોકોનો પ્રાચીન ઇતિહાસ, તેમની જીવનપદ્ધતિ, ખાનપાન, રીતરિવાજ, વ્યવસાય વગેરેનું તાર્દશ ચિત્ર લેખિકાએ એમાં દોર્યું છે. બાર વર્ષમાં એક વાર કુરંજિપુષ્પો…

વધુ વાંચો >

કુરુંતોગૈ

કુરુંતોગૈ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ. બીજી સદી) : સંઘકાલીન એટ્ટતોગૈમાં પ્રાચીનતમ તમિળ કૃતિ. ‘કુરુંતોગૈ’નો શાબ્દિક અર્થ છે લઘુકવિતાઓનો સંગ્રહ. એમાં 205 સંઘકાલીન કવિઓનાં 401 પ્રણય ગીતો સંગ્રહાયાં છે. આ ગીતો રચનારા કવિઓમાં કેટલાક ચોલ, ચેર તથા પાંડેય રાજાઓ સાથે સંબંધ ધરાવે છે. પદો ચારથી આઠ પંક્તિઓ સુધીનાં હોય…

વધુ વાંચો >

કુલન્દૈસામિ વા. ચે.

કુલન્દૈસામિ, વા. ચે. (જ. 14 જુલાઈ 1929, તિરુચિરાપલ્લી, તામિલનાડુ; અ. 10 ડિસેમ્બર 2016, ચેન્નાઇ) : તમિળ સાહિત્યકાર. તેમની કૃતિ ‘વાલુમ વાલ્લુકમ’ને 1988ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમની શૈક્ષણિક કારકિર્દી એકધારી તેજસ્વી રહી છે. તેમણે ખડ્ગપુરના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી એમ. ટેક. તથા અમેરિકાની યુનિવર્સિટી ઑવ્ ઇલિનૉઇમાંથી હાઇડ્રૉલોજીમાં…

વધુ વાંચો >

કે. ત્રિપુરાસુંદરી ‘લક્ષ્મી’

કે. ત્રિપુરાસુંદરી ‘લક્ષ્મી’ (જ. 21 માર્ચ 1921, તિરુચિરાપલ્લી તામિલનાડુ; અ. 7 જાન્યુઆરી 1987) : તમિળ ભાષાનાં લેખિકા. તેમની નવલકથા ‘ઓરુ કાવિરિયે પોલ’ને 1984ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. પ્રારંભિક શિક્ષણ તેમણે હોલી ક્રૉસ કૉલેજમાં લીધું અને પછી મદ્રાસ યુનિવર્સિટીની સ્ટૅન્લી મેડિકલ કૉલેજમાંથી એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવી. પોતાના તબીબી વ્યવસાયની…

વધુ વાંચો >

કોવૈ

કોવૈ : તમિળના અકમ્ સાહિત્યનો એક પ્રકાર. એમાં મુલ્લૈ, કુરિંજ, પાલૈ, મરુદમ, નેયદલ એ પાંચ ખંડોમાં પ્રેમીપ્રેમિકાના અંતરંગ જીવનનું વર્ણન હોય છે. કોવૈમાં પૂર્વરાગ તથા લગ્નોત્તર પ્રેમ એ બંનેનું વર્ણન હોય છે. કોવૈ કૃતિઓમાં કટ્ટલે, કલિ અને તુરમ્ છંદમાં રચાયેલાં પ્રેમવિષયક 400 પદો હોય છે. પ્રત્યેક પદમાં પ્રેમી-પ્રેમિકા અથવા ભાવિ…

વધુ વાંચો >

ચેલ્લપ્પા, ચિન્નમન્નૂર સુબ્રમણિયન

ચેલ્લપ્પા, ચિન્નમન્નૂર સુબ્રમણિયન [જ. 29 સપ્ટેમ્બર 1912, બાટલાગુંડૂ, જિ. ડિંડિગુલ (તે વખતનો જિ. મદુરૈ), તામિલનાડુ; અ. 18 ડિસેમ્બર 1998] : તમિળ નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક, કવિ અને નાટ્યકાર. તેમને તેમની નવલકથા ‘સુતંતિર દાકમ’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે મદુરા કૉલેજમાંથી બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.…

વધુ વાંચો >

જગન્નાથન, કે. વી.

જગન્નાથન, કે. વી. (જ. 11 એપ્રિલ 1906, કૃષ્ણનારાયણપુરા, તમિળનાડુ, અ. 4 નવેમ્બર 1988) : પ્રશિષ્ટ તમિળ સાહિત્યના અને શૈવ ભક્તિસાહિત્યના સર્જક અને વિદ્વાન. તેમણે ટૂંકી વાર્તા, ભ્રમણવૃત્ત અને કવિતાના સર્જન ઉપરાંત ભક્તિસાહિત્ય વિશે નિબંધો લખ્યા છે. તેમના પ્રશિષ્ટ સાહિત્ય પરના નિબંધો અને પ્રાચીન વીરોનાં રેખાચિત્રોનો સંગ્રહ ‘વિરાર ઉલગમ્’(1965)ને 1967નો સાહિત્ય…

વધુ વાંચો >