Tamil literature
આટરુપ્પડૈ
આટરુપ્પડૈ : તમિળ કવિતાપ્રકાર. શાબ્દિક અર્થ છે માર્ગ-નિર્દેશક કવિતાઓ. સંઘકાલીન પત્તુપ્પાટ્ટુ(10 દીર્ઘ કાવ્યો)માં 5 આટરુપ્પડૈ છે. એમાં કોઈ દાનવીર આશ્રયદાતા પાસેથી પુરસ્કાર મેળવી ઘરે પાછો ફરતો કલાકાર પોતાના કોઈ નિર્ધન મિત્રના મળવાથી તેને તે આશ્રયદાતા સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. તેને લાગે છે કે આશ્રયદાતાની રાજધાની સુધી પહોંચાડનારા માર્ગનો દરેક…
વધુ વાંચો >આદવન, સુંદરમ્
આદવન, સુંદરમ્ (જ. 21 માર્ચ 1942, કલ્લિડ ઈકુરિરી, તામિલનાડુ; અ. 19 જુલાઈ 1987) : તમિળ સાહિત્યના સર્જક. આદવન સુંદરમ્ તેમનું ઉપનામ છે. મૂળ નામ કે. એસ. સુંદરમ્. તેમની કૃતિ ‘મુદલિલ ઈરવુ વરુમ’ને 1987ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ દિલ્હી યુનિવર્સિટીના વિજ્ઞાનના સ્નાતક હતા અને તેમણે અન્નામલાઈ યુનિવર્સિટીમાંથી…
વધુ વાંચો >આમુક્ત માલ્યદા
આમુક્ત માલ્યદા (16 મી સદી) : તેલુગુનાં પ્રસિદ્ધ પાંચ મહાકાવ્યોમાંનું એક મધ્યકાલીન કાવ્ય. રચયિતા વિજયનગરનરેશ કૃષ્ણદેવરાય (રાજ્યકાલ 1500-1530 ). કૃષ્ણદેવરાય સંસ્કૃત તથા તેલુગુના પંડિત હતા. એેમણે સંસ્કૃત તથા તેલુગુ બન્ને ભાષામાં કાવ્યરચનાઓ કરી હતી; પરન્તુ અત્યારે તો તેમનો ‘આમુક્ત માલ્યદા’ ગ્રંથ જ ઉપલબ્ધ છે. એનું બીજું નામ ‘વિષ્ણુચિત્તિયમુ’ છે. એ…
વધુ વાંચો >આયર, વી. વી. સુબ્રમણ્ય
આયર, વી. વી. સુબ્રમણ્ય : (2 એપ્રિલ 1881, તિરુચિરાપલ્લી જિલ્લો, તમિળનાડુ; અ. 3 જૂન 1925, ચેન્નાઈ) : તમિળના લેખક તથા દેશભક્ત ક્રાંતિકાર. આખું નામ વરાહનેરી વેંકટેશ સુબ્રમણ્ય આયર. તેમનો જન્મ તિરુચિરાપલ્લીના એક ગામમાં મધ્યમ વર્ગના રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા વેંકટેશ આયર શાળાઓના નિરીક્ષક હતા. પછાત જ્ઞાતિના હિંદુઓના …
વધુ વાંચો >ઇળંગોવડિગળ
ઇળંગોવડિગળ (ઈ. સ.ની બીજી શતાબ્દી) : પ્રાચીન તમિળ કવિ. તે ચેર સમ્રાટ શેંગુટ્ટુવનના નાના ભાઈ હતા, પણ મોટા ભાઈ વૈષ્ણવ અને પોતે જૈન હતા. તેમs છતાં તેમણે અન્ય ધર્મનાં દેવ-દેવીઓનું ભાવપૂર્વક મહિમાગાન કર્યું છે. એમની અત્યંત પ્રસિદ્ધ કૃતિ છે ‘શિલ્પદ્દીકારમ્’. તમિળનું એ પ્રથમ મહાકાવ્ય ત્રણ કાંડોમાં વહેંચાયેલું છે : ‘પુહારવકાંડમ્’,…
વધુ વાંચો >ઉયિરોવિયમ (1948)
ઉયિરોવિયમ (1948) : તમિળ નાટક. ‘ઉયિરોવિયમ’નો અર્થ થાય સજીવ ચિત્ર. એ વિશિષ્ટ પ્રકારનું સામાજિક નાટક છે. લેખક નારણ દુરૈ કૃષ્ણને આ કૃતિની રચના અગાઉ નવલકથાના રૂપમાં કરી હતી. 1948માં એ નવલકથાને એમણે નાટ્યરૂપ આપ્યું. પ્રાચીન તમિળ સાહિત્યમાં વર્ણવેલા નરનારીના સ્વૈચ્છિક પ્રેમની વર્તમાન સમયને અનુરૂપ ફેરફાર કરીને રજૂઆત કરી છે. નાયિકા…
વધુ વાંચો >ઉલા
ઉલા : તમિળના 96 કાવ્યપ્રકારોમાંનો એક. ઉલા પ્રેમકાવ્યનો પ્રકાર છે. એ પ્રકારમાં કવિ નગરની વીથિઓમાં ફરતાં ફરતાં રાજા અથવા ઈશ્વરની પ્રતિ જુદી જુદી વયના કન્યાના પ્રેમનું વિવિધ પ્રકારે નિરૂપણ કરતો હોય છે. પ્રારંભિક ઉલાકૃતિઓમાં જીવાત્માના પરમાત્મા પ્રત્યેના પ્રેમનું વર્ણન હતું. એમાં ભક્તિની સાત સ્થિતિઓનું વર્ણન કરવા કવિઓએ સાત જુદી જુદી…
વધુ વાંચો >એસ. અબ્દુલ રહમાન
એસ. અબ્દુલ રહમાન (જ. 9 નવેમ્બર 1937, મદુરા, તમિલનાડુ; અ. 2 જૂન 2017 ચેન્નાઇ, તમિલનાડુ) : તમિલનાડુના જાણીતા કવિ, અનુવાદક અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘આલાપનૈ’ માટે 1999ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે એમ.એ. અને પીએચ.ડી.ની પદવી મેળવ્યા બાદ અધ્યાપનક્ષેત્રમાં ઝુકાવ્યું. 30 વર્ષ સુધી સેવા આપ્યા પછી…
વધુ વાંચો >
આરુમુગ નાવલર
આરુમુગ નાવલર (જ. 18 ડિસેમ્બર 1822, નલ્લૂર, શ્રીલંકા; અ. 5 ડિસેમ્બર 1879, જાફના, શ્રીલંકા) : તમિળ લેખક. એ સરસ વ્યાખ્યાતા હોવાને કારણે તિરુવાવડુદુરૈ મઠના અધિપતિઓએ એમને ‘નાવલર’(શ્રેષ્ઠ વક્તા)ની ઉપાધિ આપી હતી. એમણે ‘તુરુકકુરળ’, ‘તોલકાપ્પિયમ્’, ‘તિરુક્કોવૈયાર’, ‘પેરિયપુરાણમ્’, ‘કંદપુરાણમ્’, ‘ચૂડામણિ નિઘંટુ’, ‘નન્નૂલ વિરુત્તિ ઉરૈ’ વગેરે પ્રાચીન કૃતિઓનું સંપાદન કરીને એ પુસ્તકો પર…
વધુ વાંચો >