Sports

ગિલ, મોહિન્દરસિંઘ

ગિલ, મોહિન્દરસિંઘ (જ. 12 એપ્રિલ 1947, જાલંધર) : ભારતના મહાન ખેલકૂદવીર (athlete). ખેલકૂદમાં ત્રિકૂદ (લંગડી ફાળકૂદ) ખૂબ જ મુશ્કેલ કૂદ ગણાય છે. આ કૂદમાં સારો દેખાવ કરવા માટે ખેલાડીમાં ઝડપ, ઉછાળશક્તિ, સ્નાયુબદ્ધ તેમજ ગતિમેળયુક્ત શરીર અને સશક્ત પગની જરૂર પડે છે. પંજાબના વતની મોહિન્દરસિંઘમાં આ બધાં જ લક્ષણો સપ્રમાણ હોવાથી…

વધુ વાંચો >

ગિલ્લીદંડા

ગિલ્લીદંડા : દક્ષિણ ભારતની પ્રાચીન રમત. ગિલ્લીદંડાની રમતને મોઈદંડાની રમત પણ કહે છે. તે આખા દેશમાં પ્રચલિત થયેલી છે. ભલે પછી તે વિટ્ટી દાંડુ, ઇટીડકર, ગિલ્લીદંડા, ગુલ્લીદંડા, ડાંગગુલ્લી, કુટ્ટીદેજો કે એવા કોઈ નામે ઓળખાતી હોય. આ રમત માટે ચોગાનમાં એક બાજુએ લગભગ 4 સેમી. ઊંડો, 10 સેમી. લાંબો તથા આગળ…

વધુ વાંચો >

ગીલ, શુભમનસિંહ

ગીલ, શુભમનસિંહ (જ. 8 સપ્ટેમ્બર 1999 ફઝીકા જિલ્લાનું (પંજાબ) ચકજૈમલસિંહવાલા ગામ) : ભારતીય ક્રિકેટની યુવા પ્રતિભા. ખેડૂત પિતા લખવિંદર સિંહના પુત્ર શુભમન ગીલ નાનપણથી જ ક્રિકેટમાં રુચિ ધરાવતો હતો. ત્રણ વર્ષની ઉંમરે જ્યારે બાળકો રમકડાંથી રમતાં હોય, ત્યારે ગીલ બૅટથી રમતો. તેના પિતાને લાગ્યું કે મારો પુત્ર ક્રિકેટર થવા સર્જાયો…

વધુ વાંચો >

ગુજરાત (રમતગમત અને યુવાપ્રવૃત્તિથી પરિશિષ્ટ)

ગુજરાત રમતગમત અને યુવાપ્રવૃત્તિ રમતગમત પ્રાચીન કાળથી રમત માનવીના જીવનક્રમના એક અંગ તરીકે પ્રસ્થાપિત થયેલી પ્રવૃત્તિ છે. માનવીના ઉત્પત્તિકાળથી તેની મુખ્ય અને મોટી ગતિઓ તેના પગ, હાથ તથા પીઠ દ્વારા થાય છે. પગથી તે ચાલે છે, દોડે છે, કૂદે છે, તરે છે, ઊંચે ચડે છે અને પેટે સરકે છે; હાથથી…

વધુ વાંચો >

ગુજરાત રાજ્ય રમતગમત પરિષદ (Gujarat State Sports Council) :

ગુજરાત રાજ્ય રમતગમત પરિષદ (Gujarat State Sports Council) : ગુજરાતમાં રમતગમત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર તરફથી રચાયેલી સંસ્થા. ગુજરાત રાજ્યના રમતવીરોને વિકાસલક્ષી પ્રોત્સાહન આપવા, યુવાશક્તિને રચનાત્મક કાર્યોમાં હેતુપૂર્વક કામે લગાડવા, ઉચ્ચ કક્ષાની સિદ્ધિ મેળવવા રમતવીરોને અદ્યતન વૈજ્ઞાનિક ઢબે તાલીમ આપવા, વ્યક્તિનો સર્વાંગી વિકાસ હાંસલ કરવા અને તાલુકા, જિલ્લા તથા…

વધુ વાંચો >

ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ

ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ : વ્યાયામ પ્રચારને વરેલી ગુજરાતની અગ્રણી સંસ્થા. 1905ની બંગભંગની ચળવળનો જે એક તણખો ગુજરાતમાં પણ પડ્યો તેણે રાષ્ટ્રીય વ્યાયામ પ્રવૃત્તિનું સ્વરૂપ લીધું અને ‘‘શરીર સેવા માટે, રાષ્ટ્ર માટે, જીવનના ઉચ્ચતમ આદર્શ માટે’’ મુદ્રાલેખ ધરાવતા ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળની સૌપ્રથમ વ્યાયામ સંસ્થા ‘શ્રી લક્ષ્મીનાથ વ્યાયામશાળા’ની સ્થાપના 1…

વધુ વાંચો >

ગુજરાત સ્ટેડિયમ

ગુજરાત સ્ટેડિયમ : જુઓ સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ

વધુ વાંચો >

ગુપ્તે, સુભાષ પંઢરીનાથ

ગુપ્તે, સુભાષ પંઢરીનાથ (જ. 11 ડિસેમ્બર 1929, મુંબઈ ; અ. 31 મે 2002, ટ્રિનિડાડ, વેસ્ટ ઇન્ડિઝ) : ભારતીય ક્રિકેટ ખેલાડી, જમોડી લેગ-બ્રેક અને ગૂગલી ગોલંદાજ. તેઓ એમની કારકિર્દીની ટોચે હતા ત્યારે જગતના શ્રેષ્ઠ લેગ-બ્રેક ગોલંદાજ ગણાતા હતા. એમણે 1948–49માં મુંબઈ તરફથી ચેન્નાઈ સામે રમીને પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પ્રવેશ મેળવ્યો. પ્રથમ…

વધુ વાંચો >

ગૂગલી

ગૂગલી : ક્રિકેટની રમતમાં થતી સ્પિન ગોલંદાજીનો એક વિલક્ષણ પ્રકાર. તે બહુ જ ઓછા સ્પિન ગોલંદાજોને ફાવ્યો છે. કોઈ સ્પિન ગોલંદાજ ‘લેગ-બ્રેક’ ઍક્શન સાથે ગોલંદાજી કરે અને દડો આગળ વધતાં બૅટ્સમૅન પાસે પહોંચી ‘ઑફ-બ્રેક’ થઈ જાય તેવા દડાને ગૂગલી અને તેવા ગોલંદાજને ગૂગલી ગોલંદાજ કહેવામાં આવે છે. 1900માં ગૂગલી ગોલંદાજીની…

વધુ વાંચો >

ગેડીદડા

ગેડીદડા : પરાપૂર્વથી ગામની ભાગોળે અથવા બે અડોઅડ ગામોની વચ્ચેના વિસ્તારમાં રમાતી આવેલી ભારતીય રમત. ગેડીદડાની રમત એ આંતરરાષ્ટ્રીય હૉકીની રમતના જેવી ભારતની રાષ્ટ્રીય લોકરમત છે. આ રમતનું પગેરું મહાભારતકાળ સુધી જાય છે. ગેડીદડાની રમતમાં દડો વજનદાર હોવાથી ખેલાડીના કાંડાને વધારે તાકાતની જરૂર પડે છે તથા રમતનાં ગેડી અને દડા…

વધુ વાંચો >