Sanskrit literature

અર્થ

અર્થ : શબ્દમાં રહેલી અભિધાશક્તિથી પ્રગટ થતો અર્થ. કાવ્યમાં શબ્દ વાચ્ય, લક્ષ્ય અને વ્યંગ્ય – એમ ત્રણ પ્રકારે પ્રવર્તે છે. વાચક, લક્ષક અને વ્યંજક શબ્દમાં પોતાના અર્થને પ્રકટ કરવાની શક્તિ રહેલી હોય છે. આ શક્તિઓ પણ ત્રણ છે : અભિધા, લક્ષણા અને વ્યંજના. આમાં વાચક શબ્દમાં રહેલી અભિધાશક્તિથી જે અર્થ…

વધુ વાંચો >

અર્થપ્રકૃતિ

અર્થપ્રકૃતિ : સંસ્કૃત નાટકમાં પ્રવર્તતા કથાવસ્તુની સંકલનાના પાંચ પ્રકાર. નાટ્યશાસ્ત્રીઓએ સંસ્કૃત નાટકમાં, કથાવસ્તુની સંકલનાની દૃષ્ટિએ, બીજ, બિન્દુ, પતાકા, પ્રકરી અને કાર્ય – એ પાંચ અર્થપ્રકૃતિઓનું વિધાન કર્યું છે. આમાંથી પતાકા અને પ્રકરી એ બંને નાટકના પ્રાસંગિક (ગૌણ) વૃત્ત સાથે, જ્યારે બાકીની ત્રણ આધિકારિક (મુખ્ય) વૃત્ત સાથે સંકળાયેલી છે. નાટકમાં અર્થપ્રકૃતિઓના…

વધુ વાંચો >

અર્થવાદ (પૂર્વમીમાંસા)

અર્થવાદ (પૂર્વમીમાંસા) : પ્રશંસા કે નિંદારૂપ બાબત(અર્થ)નું કથન (વાદ) કરતું વેદવાક્ય. વેદના પાંચ વિભાગો પાડેલા છે : (1) વિધિ, (2) મંત્ર, (3) નામધેય, (4) નિષેધ અને (5) અર્થવાદ. વેદ (આમ્નાય) ક્રિયાપરક હોવાથી વિધિ કે યાગરૂપ ધર્મના અનુષ્ઠાન માટે પ્રેરે છે તેવો મીમાંસકોનો સિદ્ધાંત છે. તેથી પ્રશંસા કે નિંદાપરક અર્થવાદને ધર્મ…

વધુ વાંચો >

અર્થશાસ્ત્ર-2 (બાર્હસ્પત્ય)

અર્થશાસ્ત્ર-2 (બાર્હસ્પત્ય) : બૃહસ્પતિરચિત અર્થશાસ્ત્ર. જેમ મનુ ધર્મશાસ્ત્રના તેમ બૃહસ્પતિ અર્થશાસ્ત્રના આદ્ય પ્રણેતા મનાય છે. ભાસ ‘પ્રતિમા’માં ‘બાર્હસ્પત્ય અર્થશાસ્ત્ર’નો નિર્દેશ કરે છે. કૌટિલ્ય પોતાના ‘અર્થશાસ્ત્ર’માં છ જગ્યાએ બાર્હસ્પત્યોના મત જણાવે છે. એ અનુસાર તેઓ દંડનીતિ અને વાર્તા એ બે જ વિદ્યા હોવાનું, મંત્રી-પરિષદ 16 સભ્યોની હોવાનું અને નીતિમાં અવિશ્ર્વાસનું પ્રાધાન્ય…

વધુ વાંચો >

અર્થશાસ્ત્ર-3

અર્થશાસ્ત્ર-3 : સંસ્કૃત ભાષામાં ‘અર્થ’ એટલે ધન અથવા સંપત્તિ. અર્થને લગતું શાસ્ત્ર તે અર્થશાસ્ત્ર. એ પ્રાચીન વિદ્યા છે અને અર્વાચીન વિજ્ઞાન છે. આ વિદ્યાશાખામાં ભારતનું પ્રદાન બે હજાર વર્ષથી વધારે જૂનું છે. પશ્ચિમના જગતમાં અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવાની શરૂઆત અઢારમી સદીમાં થઈ. ઈ. સ. 1776માં બ્રિટિશ અર્થશાસ્ત્રી ઍડમ સ્મિથે…

વધુ વાંચો >

અર્થોપક્ષેપક

અર્થોપક્ષેપક : ભારતીય નાટ્યશાસ્ત્ર અનુસાર અભિનીત ન કરી શકાય તેવા વસ્તુનું સૂચન કરતી નાટ્યપ્રયુક્તિ (dramatic device). અભિનયના ઔચિત્યની દૃષ્ટિએ નાટક આદિ રૂપકોનું કથાવસ્તુ અભિનેય અને સૂચ્ય એમ બે ભાગમાં વહેંચાય છે. બે ક્રમિક અંકોની ઘટનાઓની વચ્ચે વીતેલા લાંબા સમયગાળા દરમ્યાન બનેલી ઘટનાઓ કે કોઈ અંકમાં અભિનીત કથાવસ્તુ પછી તરતમાં બનેલી…

વધુ વાંચો >

અલક (અલટ – અલ્લટ)

અલક (અલટ, અલ્લટ) (અગિયારમી સદી) : ‘કાવ્યપ્રકાશ’ના સહલેખક મનાતા વિદ્વાન. ‘કાવ્યપ્રકાશ’ સંસ્કૃત અલંકારશાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. એના રચયિતા મમ્મટ તો છે જ, પણ તે સાથે સહલેખક તરીકે ‘અલક’ છે તેવું વિધાન ‘કાવ્યપ્રકાશ’ની ‘સંકેત’ ટીકાના લેખક માણિક્યચંદ્ર તથા કાશ્મીરી વિદ્વાન રાજાનક આનંદ જેવા કરે છે. આ રીતે કાવ્યપ્રકાશના બે લેખકો છે.…

વધુ વાંચો >

અલંકાર (કાવ્યશાસ્ત્ર)

અલંકાર (કાવ્યશાસ્ત્ર) : કાવ્યગત કથનમાં ચારુતા લાવવા માટે સધાતું ઉક્તિવૈચિત્ર્ય. અલંકાર શબ્દના બે અર્થ થઈ શકે છે : જે વિભૂષિત કે અલંકૃત કરે છે એવો સીમિત અર્થ લેતાં, અલંકાર પદથી ઉપમા, રૂપક આદિ અલંકારો લેવાય છે; પણ જે વિભૂષિત અર્થ કરાય છે તે પણ અલંકાર એવો (વ્યાપક) અર્થ લેતાં રસ,…

વધુ વાંચો >

અલંકારકૌસ્તુભ

અલંકારકૌસ્તુભ : જુઓ, કવિ કર્ણપુર.

વધુ વાંચો >

અલંકારચિંતામણિ

અલંકારચિંતામણિ (1293 આશરે) : દિગંબર સંપ્રદાયના જૈનાચાર્ય પાર્શ્વસેનના પ્રશિષ્ય અજિતસેનકૃત અલંકારશાસ્ત્રનો ગ્રંથ. અત્યંત સરળ સંસ્કૃતમાં રચાયેલા અને પાંચ પરિચ્છેદમાં વિભક્ત આ ગ્રંથમાં અલંકારશાસ્ત્રના સઘળા વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે; પરંતુ શબ્દ અને અર્થના અલંકારો માટે તો ત્રણ (2, 3, 4) પરિચ્છેદો નિર્ધારિત કરવામાં આવ્યા છે. પ્રથમ પરિચ્છેદમાં મંગલાચરણ, કાવ્યનું સ્વરૂપ,…

વધુ વાંચો >