Sanskrit literature
માલવિકાગ્નિમિત્ર
માલવિકાગ્નિમિત્ર : સંસ્કૃત નાટ્યકાર કાલિદાસે લખેલું નાટક. આ નાટક કાલિદાસે પોતાની કારકિર્દીના આરંભમાં લખેલું જણાય છે. તેમાં વિદર્ભની રાજકુમારી માલવિકા અને શુંગવંશના રાજા અગ્નિમિત્રનો પ્રણય વર્ણવાયો છે. તેથી આ નાટક ઐતિહાસિક છે. પહેલા અંકમાં વિદર્ભમાંથી બહાર નીકળેલી રાજકુમારી માલવિકા લૂંટારાઓને કારણે અવદશા પામ્યા પછી અગ્નિમિત્રની પટરાણી ધારિણીની દાસી તરીકે રહે…
વધુ વાંચો >માંડુકાયનસંહિતા
માંડુકાયનસંહિતા : જુઓ ઋગ્વેદ
વધુ વાંચો >માંડુક્યોપનિષદ
માંડુક્યોપનિષદ : જુઓ ઉપનિષદ
વધુ વાંચો >મિત્ર (સૂર્ય)
મિત્ર (સૂર્ય) : ભારતીય વૈદિક દેવતા. ઋગ્વેદમાં સૂર્યદેવતા સાથે સંબંધ ધરાવનારા ‘મિત્ર’ દેવતાનું એક જ સૂક્ત (ઋગ્વેદ 3.59) છે. મિત્રદેવને પ્રકાશના એટલે દિવસના દેવ મહાન આદિત્યના રૂપે પણ જોવામાં આવે છે. ‘મિત્ર’ના સ્વરૂપલક્ષી વર્ણન કરતાં ત્યાં તેમના ગુણલક્ષી સ્વરૂપનું વર્ણન વિશેષ છે; દા. ત., ‘‘લોકોને બૂમ પાડીને તે ભેગાં કરે…
વધુ વાંચો >મિત્રાવરુણૌ
મિત્રાવરુણૌ : બે પ્રાચીન ભારતીય વૈદિક દેવો. વૈદિક દેવોમાં કેટલાક દેવો યુગલ રૂપે પ્રસિદ્ધિ પામ્યા છે. ઋગ્વેદનાં કુલ સાઠ સૂક્તોમાં આવા બાર દેવોની સ્તુતિ મળે છે. તે પૈકી સૌથી વધુ સૂક્તો (23) મિત્રાવરુણૌનાં છે. તે ઉપરાંત, કેટલાંક સૂક્તોમાં આંશિક રૂપે પણ આ દેવોને સંબોધ્યા છે. ‘દ્યાવાપૃથિવી’ પછી વિશેષ ઉલ્લેખાયેલા યુગ્મદેવો…
વધુ વાંચો >મિશ્ર, કાશીનાથ
મિશ્ર, કાશીનાથ (જ. 1 જાન્યુઆરી 1930, રાણીટોલા, જિ. સમસ્તીપુર, બિહાર) : સંસ્કૃતના વિદ્વાન. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘હર્ષચરિતમંજરી’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે બિહાર યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી તથા બિહાર સંસ્કૃત ઍસોસિયેશન, પટણામાંથી વ્યાકરણાચાર્ય અને સાહિત્યાચાર્યની પદવી પ્રાપ્ત કરેલી. તેઓ સંસ્કૃત ઉપરાંત હિંદી,…
વધુ વાંચો >મિશ્ર, રાજેન્દ્ર
મિશ્ર, રાજેન્દ્ર (જ. 1943, દ્રોણીપુર, ઉત્તરપ્રદેશ) : સંસ્કૃત ભાષાના લેખક. રાજેન્દ્ર મિશ્રની સંસ્કૃત કૃતિ ‘ઇક્ષુગન્ધા’ને 1988ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમણે 1964માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ.ની ડિગ્રી મેળવી છે. તેમની શૈક્ષણિક કારકિર્દી ઘણી તેજસ્વી હતી. 1966માં તેમણે ડી. ફિલ.ની ઉપાધિ મેળવી. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં સંસ્કૃતના રીડર તરીકે કામગીરી બજાવવા…
વધુ વાંચો >મુકુલ (ભટ્ટ)
મુકુલ (ભટ્ટ) (નવમી-દસમી સદીનો સમયગાળો) : સંસ્કૃત સાહિત્યના પ્રાચીન આલંકારિક આચાર્ય. તેઓ અભિધા શબ્દશક્તિના સમર્થ પક્ષકાર તથા ઉપાસક હતા. મુકુલ ભટ્ટ અભિનવગુપ્તાચાર્યના પુરોગામી સાહિત્યશાસ્ત્રી હતા. તેમના પિતા કલ્લટ ભટ્ટ રાજા અવન્તિવર્મા (ઈ. સ. 815–882)ના સમયમાં થઈ ગયા હતા. કલ્હણ તેમને નવમી સદીના ઉત્તરાર્ધ અને દસમી સદીના પૂર્વાર્ધમાં મૂકે છે. પ્રતીહારેન્દુરાજ…
વધુ વાંચો >મુક્તક
મુક્તક : પ્રબંધ કાવ્યથી ભિન્ન લઘુકાવ્યનો એક પ્રકાર. સંસ્કૃત ‘मुक्त’ શબ્દ ઉપરથી ‘મુક્તક’ શબ્દ આવ્યો છે. મુક્તક એટલે એક સ્વતંત્ર કડી કે શ્લોકનું કાવ્ય. તેમાં કેટલાકના મતે એક જ છંદ હોવો જોઈએ. તેમાં ચમત્કારક્ષમતા—ધ્વન્યાત્મકતા અનિવાર્ય છે. તેમાં જે-તે ભાવ, વિચાર કે કલ્પના શક્ય હોય તો એક જ વાક્યમાં, ઘૂંટાઈને–લાઘવપૂર્વક સચોટતાથી—વેધકતાથી,…
વધુ વાંચો >મુદ્રારાક્ષસ
મુદ્રારાક્ષસ : વિશાખદત્તે રચેલું સંસ્કૃત ભાષાનું જાણીતું નાટક. આ રાજકીય દાવપેચવાળું નાયિકા વગરનું, પ્રાય: સ્ત્રીપાત્ર વગરનું વીરરસપ્રધાન નાટક છે. નાટકનાં સંધ્યંગોનાં ઉદાહરણો પૂરાં પાડવામાં આદર્શ નાટક છે. એમાં જ્ઞાનતંતુનું યુદ્ધ છે અને લોહીનું બિંદુ પણ પાડ્યા વગર શત્રુને માત કરવાનું તેમાં મુખ્ય કથાનક છે. સાત અંકોના બનેલા આ નાટકમાં જટિલ…
વધુ વાંચો >