Political science

ટાન્ઝાનિયા

ટાન્ઝાનિયા : પૂર્વ આફ્રિકામાં આવેલું પ્રજાસત્તાક રાજ્ય. ભૌગોલિક સ્થાન 6o  00´ દ. અ. અને 35o 00´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. પૂર્વ આફ્રિકાની મુખ્ય ભૂમિ પર આવેલા ટાંગાનિકા અને હિંદી મહાસાગરના કિનારા નજીક આવેલા ઝાંઝીબાર અને પેમ્બા ટાપુઓના રાજ્યને એકત્ર કરીને 1964ની 26મી એપ્રિલે આ રાજ્યની રચના કરવામાં આવી. સ્થાન :…

વધુ વાંચો >

ટીટો, યોસિપ બ્રોઝ

ટીટો, યોસિપ બ્રોઝ (જ. 25 મે 1892, કુમરોવેક, ક્રોએશિયા; અ. 4 મે 1980, લીયૂબ્લાં) : ‘રાષ્ટ્રીય સામ્યવાદ’ અને બિનજોડાણવાદી નીતિના પુરસ્કર્તા. યુગોસ્લાવિયાના રાજનીતિજ્ઞ પુરુષ. 1943થી તેઓ યુગોસ્લાવિયાના વસ્તુત: વડા અને 1953થી 1980 સુધી તેના ચૂંટાયેલા પ્રમુખ. જન્મ ગરીબ ખેડૂત કુટુંબમાં થયો હતો. સ્લોવન મા અને ક્રોટ બાપનાં પંદર સંતાનોમાં તેઓ…

વધુ વાંચો >

ટૂ ટૂ, ડેઝમંડ

ટૂ ટૂ, ડેઝમંડ (જ. 7 ઑક્ટોબર 1931, ક્લર્ક્સડ્રૉપ, દ. આફ્રિકા) : દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિના પ્રખર વિરોધી તથા તેના શાંતિમય ઉકેલના હિમાયતી પાદરી નેતા. 1984ના શાંતિના નોબેલ પુરસ્કાર વિજેતા. તેમના પિતા શિક્ષક હતા. પોતે પણ થોડાક સમય માટે શિક્ષક થયા પણ એે નોકરી છોડી. તે પછી તેમણે બૉટ્સ્વાના, સ્વિટ્ઝર્લૅન્ડ અને…

વધુ વાંચો >

ટોગો (ટોગોલૅન્ડ)

ટોગો (ટોગોલૅન્ડ) : પશ્ચિમ આફ્રિકામાં આવેલ સ્વતંત્ર પ્રજાસત્તાક રાષ્ટ્ર. તે લંબાઈમાં મોટો પણ પહોળાઈમાં સાંકડો દેશ છે. તે ઉત્તરે બર્કિના ફાસોથી પૂર્વે બેનિનથી પશ્ચિમે ઘાનાથી તથા દક્ષિણે ગિનીના અખાત સુધી ફેલાયેલો છે. પહેલાં તે ટોગોલૅન્ડ તરીકે ઓળખાતો. તે 6°-15´ ઉ અ. થી 12°-00´ તથા 0° થી 1°40´ પૂ. રે. પર…

વધુ વાંચો >

ટોજો, હિડેકી

ટોજો, હિડેકી (જ. 30 ડિસેમ્બર 1884, ટોકિયો; અ. 23 ડિસેમ્બર 1948, ટોકિયો) : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના વડાપ્રધાન અને લશ્કરના સેનાપતિ. લશ્કરી સ્ટાફ કૉલેજમાંથી 1915માં ઉત્તીર્ણ થયા હતા. તે ચુસ્ત અને કુશળ વહીવટકર્તા તથા યુદ્ધક્ષેત્રના કાબેલ સેનાપતિ હતા. 1937માં મંચૂરિયામાંના ક્વાન્ટુંગ લશ્કરના તે સેનાપતિ હતા. પૂર્વ એશિયામાં જાપાને જરૂર પડે…

વધુ વાંચો >

ટૉડ, જેમ્સ

ટૉડ, જેમ્સ (જ. 20 માર્ચ 1782, ઇઝલિંગ્ટન, ઇંગ્લૅન્ડ; અ. 17 નવેમ્બર 1835, લંડન) : લશ્કરી અધિકારી, કુશળ વહીવટકર્તા અને ઇતિહાસકાર. ટૉડ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેક્ધડ યુરોપિયન રૅજિમેન્ટમાં બંગાળમાં 9મી જાન્યુઆરી, 1800ના રોજ જોડાયા હતા. ઑક્ટોબર, 1813માં તેમને કૅપ્ટન તરીકે બઢતી મળી. 1812થી 1817 સુધી તેમની નોકરી સિંધિયાના રાજ્યમાં હતી. તે…

વધુ વાંચો >

ટોંગા

ટોંગા : દક્ષિણ મધ્ય પૅસિફિક મહાસાગરમાં આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા(International Date Line)ની પશ્ચિમે આવેલો 170 ટાપુઓનો બનેલો દેશ. ભૌગોલિક સ્થાન : 20° દ. અ. અને 175° પ. રે. આ ટાપુઓ 15° દ. અ. થી 23o 30’ દ. અ. અને 173o થી 177° પ. રે. વચ્ચે આવેલો છે. તે ફિજીથી પૂર્વમાં 640…

વધુ વાંચો >

ટૉરન્ટો

ટૉરન્ટો : કૅનેડાનું મોટામાં મોટું શહેર અને ઑન્ટેરિયો રાજ્યની રાજધાની. ભૌગોલિક સ્થાન : 43° 39´ ઉ. અ. અને 75° 23´ પ. રે.. તે ઑન્ટેરિયો સરોવરના વાયવ્ય કિનારે આવેલું છે. તે કૅનેડાનું મુખ્ય ઔદ્યોગિક અને વ્યાપારિક કેન્દ્ર તેમજ મહત્ત્વનું બંદર છે. શહેરની વસ્તી 27.94 લાખ (2021) તથા મહાનગરની વસ્તી 62.02 લાખ…

વધુ વાંચો >

ટોલ્યાટી પાલ્મીરો

ટોલ્યાટી પાલ્મીરો (જ. 26 માર્ચ 1893, જિનોઆ; અ. 21 ઑગસ્ટ 1964, યાલ્ટા) : અગ્રણી ઇટાલિયન સામ્યવાદી રાજકારણી. તેમણે 40 વર્ષ સુધી ઇટાલીના સામ્યવાદી પક્ષને નેતૃત્વ પૂરું પાડ્યું હતું અને પશ્ચિમ યુરોપમાં ઇટાલિયન સામ્યવાદી પક્ષને સૌથી મોટા સામ્યવાદી પક્ષ તરીકે વિકસાવ્યો હતો. મધ્યમ વર્ગમાં જન્મેલ ટોલ્યાટીએ તુરિન યુનિવર્સિટી ખાતે કાયદાનો અભ્યાસ…

વધુ વાંચો >

ટ્યૂનિસિયા

ટ્યૂનિસિયા : ઉત્તર આફ્રિકાનું સૌથી નાનું રાજ્ય. તે 29° 54´ અને 37° 21´ ઉ. અ. તથા 7° 33´ અને 11° 38´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેની ઉત્તર અને પૂર્વ દિશાએ ભૂમધ્ય સમુદ્ર, અગ્નિ ખૂણે લિબિયા તથા નૈર્ઋત્ય ખૂણે અને પશ્ચિમે અલ્જિરિયા છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 780 કિમી. અને પૂર્વ-પશ્ચિમ…

વધુ વાંચો >