Physics
મૅક, અર્ન્સ્ટ
મૅક, અર્ન્સ્ટ (જ. 18 ફેબ્રુઆરી 1838, તૂરાસિન, મેરેવિયા, ચેકોસ્લોવેકિયા; અ. 19 ફેબ્રુઆરી 1916) : ઑસ્ટ્રિયાના ભૌતિકશાસ્ત્રી અને માનસશાસ્ત્રી. તેમણે વિયેના યુનિવર્સિટી(ઑસ્ટ્રિયા)માંથી સ્નાતક સુધીનું શિક્ષણ લીધું હતું. તેમણે વાયુઓ અને હવામાં અત્યંત ઝડપથી ગતિ કરતા પદાર્થોનો અભ્યાસ કર્યો. ક્રમશ: અભ્યાસ બાદ ધ્વનિના વેગના સંદર્ભમાં પદાર્થોના વેગ-માપન માટેની ચોક્કસ પદ્ધતિ વિકસાવી. આ…
વધુ વાંચો >મૅક આંક
મૅક આંક (Mach Number) : તરલ યાંત્રિકીમાં તાપમાન, દબાણ જેવા પ્રાચલો(parameters)ની સમાન સ્થિતિમાં તરલની મુક્તિધારાના વેગ (ν) અને ધ્વનિના વેગ(c)નો ગુણોત્તર. બીજી રીતે, મૅક આંક એટલે તરલના જડત્વ બળ અને દબનીયતા (compressibility) અથવા સ્થિતિસ્થાપક બળનો ગુણોત્તર. મૅક આંકનું મૂલ્ય 0.3 કરતાં વધે ત્યારે ઘણીખરી તરલ પ્રણાલીઓમાં દબનીયતાની અસર મહત્વની બને…
વધુ વાંચો >મૅકડોનાલ્ડ, આર્થર બી. (McDonald, Arthur B.)
મૅકડોનાલ્ડ, આર્થર બી. (McDonald, Arthur B.) (જ. 29 ઑગસ્ટ 1943, સિડની, કૅનેડા) : ન્યૂટ્રીનો દોલનની શોધ કે જે દર્શાવે છે કે ન્યૂટ્રીનો દળ ધરાવે છે – આ શોધ માટે 2015નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર આર્થર મૅકડોનાલ્ડ તથા તાકાકી કજિતાને સંયુક્તરીતે આપવામાં આવ્યો હતો. આર્થર મૅકડોનાલ્ડ કૅનેડિયન ખગોળશાસ્ત્રી…
વધુ વાંચો >મૅક્સવેલ, જેમ્સ ક્લાર્ક
મૅક્સવેલ, જેમ્સ ક્લાર્ક (જ. 13 નવેમ્બર 1831, એડિનબરો, સ્કૉટલૅન્ડ; અ. 5 નવેમ્બર 1879, કૅમ્બ્રિજ) : બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી અને વિદ્યુતચુંબકીયવાદ(electromagnetism)ના પ્રણેતા. પિતાનું નામ જૉન ક્લાર્ક અને માતાનું ફ્રાન્સિસ. 9 વર્ષની ઉંમરે માતાનું કૅન્સરના કારણે મૃત્યુ. બાળપણથી ગણિત પ્રત્યે લગાવ. તેમના ગણિતીય કૌશલ્યને ક્યારેક શાળાના સહઅધ્યાયીઓ દ્વારા મૂર્ખતામાં ખપાવવામાં આવતું અને ડફી…
વધુ વાંચો >મૅક્સવેલનાં સમીકરણો, પરિવર્તી
મૅક્સવેલનાં સમીકરણો, પરિવર્તી (Varying) : વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ બિંદુ આગળ પ્રયોજિત સદિશ રાશિઓને જોડતાં પ્રશિષ્ટ સમીકરણોની શ્રેણી. જેમ્સ ક્લાર્ક મૅક્સવેલે, 1864માં, આવાં ચાર વિકલ (differential) સમીકરણો રજૂ (સૂચિત) કર્યાં. આ સમીકરણોના સમૂહ વિદ્યુતચુંબકીય તરંગોના સિદ્ધાંતનો પાયો છે. શૂન્યાવકાશમાં આ ચાર સમીકરણો સદિશ સ્વરૂપે નીચે પ્રમાણે આપવામાં આવ્યાં…
વધુ વાંચો >મૅક્સવેલ-બોલ્ટ્ઝમૅન વિતરણ સિદ્ધાંત
મૅક્સવેલ-બોલ્ટ્ઝમૅન વિતરણ સિદ્ધાંત : ચિરપ્રતિષ્ઠિત (classical) કણોને (જેવા કે વાયુના અણુઓને) લાગુ પડતો વિતરણ સિદ્ધાંત. T નિરપેક્ષ તાપમાને હોય તેવા કણોના તંત્રમાં ∈ ઊર્જાવાળી સ્થિતિમાં કણોની સરેરાશ સંખ્યા f(∈) નીચે આપેલા મૅક્સવેલ બોલ્ટ્ઝમૅન વિતરણ સિદ્ધાંતથી દર્શાવી શકાય છે. …………….(1) જ્યાં Aનું મૂલ્ય તંત્રમાં કણોની સંખ્યા ઉપર આધારિત છે. કાર્ય વિધેયમાં તે…
વધુ વાંચો >મૅક્સવેલ વિતરણ
મૅક્સવેલ વિતરણ : બાહ્ય બળક્ષેત્રની ગેરહાજરી અને ઉષ્મા-યાંત્રિકીય સંતુલનસ્થિતિ(thermodynamic equilibrium)માં એકપારમાણ્વિક (monoatomic) સમરૂપ (homogeneous) આદર્શ વાયુના અણુઓનું સ્થાયી સ્થિતિવેગવિતરણ. મૅક્સવેલિયન વિતરણ એ અસ્તવ્યસ્ત ઉષ્મીય ગતિમાં અણુઓની અન્યોન્ય અથડામણોનું પરિણામ છે. અણુના વેગવિતરણનું સ્વરૂપ નીચે પ્રમાણે મળે છે : જ્યાં dnu એ અણુઓની કુલ સંખ્યા n હોય ત્યારે u અને u+du…
વધુ વાંચો >મૅગ્નસ અસર
મૅગ્નસ અસર : વહન કરતા પ્રવાહીમાં ધૂર્ણન (rotation) કરતા નળાકાર ઉપર પ્રવાહને લંબ રૂપે લાગતું બળ. આકૃતિમાં તીરથી દર્શાવેલ રેખાઓ પ્રવાહી બતાવે છે. વર્તુળ નળાકારનો આડછેદ અને વક્ર તીરની ભ્રમણ દિશા સૂચવે છે. દબાણના તફાવતથી પેદા થતું બળ છે. નળાકારના ધૂર્ણનને કારણે નળાકારની એક તરફ પ્રવાહમાં ઘટાડો થાય છે, જ્યારે…
વધુ વાંચો >મૅગ્નેટૉમિટર
મૅગ્નેટૉમિટર : ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા માપવા માટેનું ઉપકરણ. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લાગેવળગે છે ત્યાં સુધી મૅગ્નેટૉમિટરના પ્રકારોને બે વર્ગમાં વિભાજિત કરી શકાય છે : 1. નિરપેક્ષ મૅગ્નેટૉમિટર : નિરપેક્ષ મૅગ્નેટૉમિટરનો બીજા ચુંબકીય ઉપકરણોના સંદર્ભ લીધા સિવાય ઉપયોગ કરી શકાય છે. નિરપેક્ષ પ્રકારના મૅગ્નેટૉમિટરમાં પ્રશિષ્ટ મૅગ્નેટૉમિટર, જ્યા (sine) મૅગ્નેટૉમિટર અને ન્યૂક્લિયર…
વધુ વાંચો >મૅગ્નેટોસ્ટ્રિક્શન
મૅગ્નેટોસ્ટ્રિક્શન : લોહચુંબકીય (ferromagnetic) પદાર્થને ચુંબકિત કરતાં તેની લંબાઈમાં થતો ફેરફાર. વધુ વ્યાપક રીતે જોતાં આ એવી ઘટના છે, જે લોહચુંબકીય નમૂનાની વિકૃત અવસ્થા ચુંબકનની દિશા અને માત્રા ઉપર આધારિત છે. મૅગ્નેટોસ્ટ્રિક્શનની ઘટનાનો ઉપયોગ ટ્રાન્સડ્યુઅર્સમાં થતો હોય છે. સ્ફટિકીય વિષમદિગ્ધર્મિતા (anisotropic) ઊર્જા લેટિસની વિકૃતિ-અવસ્થા ઉપર આધારિત છે. આ સંબંધમાંથી મૅગ્નેટોસ્ટ્રિક્શન…
વધુ વાંચો >