Physics
હૉપફિલ્ડ, જ્હૉન જે.
હૉપફિલ્ડ, જ્હૉન જે. (Hopfield, John J.) (જ. 15 જુલાઈ 1933, શિકાગો, ઇલિનૉય, યુ.એસ.એ.) : કૃત્રિમ ચેતાતંતુની જાળ અથવા માળખા દ્વારા યંત્રશિક્ષણ (મશીન લર્નિંગ) શક્ય બન્યું, આ પાયાની શોધ અને આવિષ્કાર માટે 2024નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર જેફ્રી હિન્ટન સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. જ્હૉન હૉપફિલ્ડનાં માતા-પિતા…
વધુ વાંચો >હૉફસ્ટેડ્ટર રૉબર્ટ
હૉફસ્ટેડ્ટર, રૉબર્ટ (જ. 5 ફેબ્રુઆરી 1915, ન્યૂયૉર્ક; અ. 1990) : પારમાણ્વિક ન્યૂક્લિયસમાં ઇલેક્ટ્રૉન-પ્રકીર્ણનના પ્રારંભિક અભ્યાસ અને ન્યૂક્લિયૉનના બંધારણ(સંરચના)ને લગતી શોધો માટે રૂડોલ્ફ લુડ્વિગ મોસબૌર(Mossbauer)ની ભાગીદારીમાં 1961નો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન ભૌતિકવિજ્ઞાની. પ્રાથમિક અને ઉચ્ચ શાલેય શિક્ષણ ન્યૂયૉર્ક શહેરમાં લીધું. ત્યાંની કૉલેજમાંથી 1935માં બી.એસ.ની ઉપાધિ મેળવી. કૉલેજમાંથી સ્નાતક થતાં હૉફસ્ટેડ્ટરને ગણિતશાસ્ત્ર…
વધુ વાંચો >હોયલ ફ્રેડ (સર) [Hoyle Fred (Sir)]
હોયલ, ફ્રેડ (સર) [Hoyle Fred (Sir)] (જ. 24 જૂન 1915, બિંગ્લે, યૉર્કશાયર, બ્રિટન; અ. 20 ઑગસ્ટ 2001, બોર્નમથ, ઇંગ્લૅન્ડ) : વિશ્વની ઉત્પત્તિ, ઉત્ક્રાંતિ અને તેના ભાવિને લગતાં રહસ્યોની જાણકારી ઉપલબ્ધ કરવાના પ્રયાસો કરનાર બ્રિટિશ ખગોળ-ભૌતિકવિજ્ઞાની (Astrophysicist). પ્રાથમિક શિક્ષણ વતનમાં લીધું. એક દિવસે તેમની વર્ગશિક્ષિકાએ બાળકોને પાંચ પાંખડીનું ફૂલ શોધી લાવવા…
વધુ વાંચો >હોલ (hole)
હોલ (hole) : સંયોજકતા પટ(valence band)માં ઇલેક્ટ્રૉનની સંપૂર્ણ ગેરહાજરી અથવા ઘનપદાર્થમાં સંયોજકતાપટના સર્વોચ્ચ સ્તરે આવેલી ખાલી સ્થિતિ. હોલ ઇલેક્ટ્રૉનના સમુદ્રમાં ઘન કણ તરીકે વર્તે છે, જે અવસ્થામાં ઇલેક્ટ્રૉન રહેલા હોય ત્યાંથી તે રિક્ત સ્થિતિ (હોલ) તરફ જાય છે. આ રીતે સહસંયોજક (covalent) બંધમાંથી છૂટો પડી જાય છે. આવો ઇલેક્ટ્રૉન મુક્ત…
વધુ વાંચો >હોલ-અસર
હોલ-અસર : ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતપ્રવાહ-ધારિત વાહકને રાખતાં મળતી અસર. વિદ્યુતધારિત વાહકને ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે કે જેથી ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતપ્રવાહ એકબીજાને કાટખૂણે રહે ત્યારે આ બંનેને કાટખૂણે વિદ્યુતક્ષેત્ર પેદા થવાની ઘટના. આ રીતે પેદા થતું વિદ્યુતક્ષેત્ર(EH) ને પ્રવાહ-ઘનતા (j) અને ચુંબકીય ફ્લક્સ-ઘનતા(B)નો સદિશ ગુણાકાર નીચે પ્રમાણે આપી…
વધુ વાંચો >હૉલોગ્રાફી
હૉલોગ્રાફી ઉચ્ચ પ્રકારની ફોટોગ્રાફી. ‘હૉલોગ્રાફી’ ગ્રીક શબ્દ છે. ‘Holo’નો અર્થ ‘whole’ થાય છે અને ‘graphein’નો અર્થ ‘to write’ થાય છે. આમ ‘હૉલોગ્રાફી’ એટલે ‘પ્રતિબિંબનું સમગ્ર સ્વરૂપે આલેખન કરવું.’ આ પ્રતિબિંબને જે પ્રકાશ-સંવેદી માધ્યમમાં રેકર્ડ કરવામાં આવે છે તેને ‘હૉલોગ્રામ’ કહે છે. હૉલોગ્રાફીમાં લેસરનો ઉપયોગ થાય છે. લેસર એટલે વિશિષ્ટ પ્રકારનો…
વધુ વાંચો >