Philosophy
મિશેલ ફૂકો
મિશેલ ફૂકો (જ. 15 ઑક્ટોબર 1926, પૉલિટીવ્સ(Politievs), ફ્રાન્સ; અ. 25 જૂન 1984, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેન્ચ ફિલસૂફ. મિશેલ ફૂકોએ 1946થી 1952 સુધી પૅરિસમાં e’cole normale sup’erieureમાં તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. 1955થી 1958 સુધી સ્વીડનની ઉપાસલા યુનિવર્સિટીમાં તેમણે અધ્યાપનકાર્ય કર્યું હતું. 1958માં વૉરસોમાં ફ્રેન્ચ સેન્ટરના નિર્દેશક તરીકે તેમણે સેવાઓ…
વધુ વાંચો >મૅક્સમૂલર
મૅક્સમૂલર (જ. 6 ડિસેમ્બર 1823, ડીસાઉ, જર્મની; અ. 28 ઑક્ટોબર 1900, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : સુપ્રસિદ્ધ પ્રાચ્યવિદ્યાવિદ, તત્વચિંતક, ભારોપીય (Indo-European) ભાષાશાસ્ત્રી. પૂરું નામ મૅક્સમૂલર ફ્રેડરિક. પિતા વિલ્હેમ મૂલર કવિ. માતામહ એક નાના રજવાડાના દીવાન. 1836 સુધી વતન ડીસાઉમાં અને ત્યારબાદ 1841 સુધી લિપઝિગમાં રહી શાળાશિક્ષણ પૂરું કર્યું. ત્યારબાદ લિપઝિગ યુનિવર્સિટીમાં ગ્રીક…
વધુ વાંચો >મૅનશિયસ
મૅનશિયસ (ઈ. સ. પૂ. આશરે 371થી 289 આશરે) : ચીનના મહાન તત્વજ્ઞાની અને સંત. તેઓ ચીનના શાંતુગ પ્રાંતમાં જન્મેલા. તેમનું લૅટિન નામ હતું મૅગ ત્ઝુ એટલે કે ‘માસ્ટર મૅંગ’. તેમણે કન્ફ્યૂશિયસના નમૂનાના આધારે એક શાળા સ્થાપી હતી અને 20 વર્ષ સુધી ચીનમાં પ્રવાસ કરતા રહ્યા. તે કન્ફ્યૂશિયસના નૈતિક અને રાજકીય…
વધુ વાંચો >મેન્શિયસ
મેન્શિયસ (જ. આશરે ઈ. સ. પૂ. 390, ઝોઉ, શાન્ટુંગ પ્રાંત; અ. ઈ. સ. પૂ. 305, ઝોઉ) : ચીનનો મોટો ફિલસૂફ. એનાં જન્મ અને અવસાનની નિશ્ચિત તારીખ મળતી નથી. પરંતુ ઈ. સ. પૂ. 390થી 305 દરમિયાન એ જીવિત હોવાનો સંભવ છે. ચીનમાં કન્ફ્યૂશિયસવાદની વિચારસરણીને પ્રચલિત કરવામાં તેનું સૌથી મોટું પ્રદાન હતું…
વધુ વાંચો >મોક્ષ
મોક્ષ : ભારતીય દર્શનોનો સંસારનાં દુ:ખમાંથી છુટકારા વિશેનો ખ્યાલ. મોક્ષ એટલે મુક્તિ. કોની ? પોતાની (ચેતનની). શેમાંથી ? દુ:ખમાંથી. દુ:ખમુક્તિને મોક્ષ રૂપે સૌ ભારતીય ચિંતકો એકમતે સ્વીકારે છે. પરંતુ મતભેદ એ બાબતે રહ્યો છે કે મોક્ષાવસ્થામાં ચેતનને સુખ હોય છે કે નહિ ? ઉપરાંત, એ પણ વિવાદનો મુદ્દો રહ્યો છે…
વધુ વાંચો >મૉન્તેન, માઇકલ આયકેમ દ
મૉન્તેન, માઇકલ આયકેમ દ (જ. 28 ફેબ્રુઆરી 1533, શૅતો દ મૉન્તેન, બૉર્દો નજીક, ફ્રાન્સ; અ. 13 સપ્ટેમ્બર, 1592, શૅતો દ મૉન્તેન) : ફ્રૅન્ચ લેખક, તત્ત્વચિંતક અને નિબંધના જનક. ‘એસેઝ’(Essays) (1572–1580)ના રચયિતા. શિક્ષણ કૉલેજ દ ગાયેનમાં, યુનિવર્સિટી ઑફ તૂલૂઝમાં એમણે પ્રશિષ્ટ સાહિત્ય, તત્વજ્ઞાન અને કાયદાનું શિક્ષણ મેળવ્યું હતું. બૉર્દોના મેયરપદે રહી…
વધુ વાંચો >યદૃચ્છાવાદ
યદૃચ્છાવાદ : ભારતીય તત્વજ્ઞાનનો એક મત. જગતના કારણની, વિશ્વવૈચિત્ર્યના કારણની ખોજ કરતાં કેટલાક ભારતીય ચિંતકોએ કર્મવાદના સ્થાને અન્ય વાદોની સ્થાપના કરી. ઉપનિષદોમાં, પાલિ પિટકોમાં અને જૈન આગમોમાં આ વાદોના ઉલ્લેખો છે. આ વાદો છે કાલવાદ, સ્વભાવવાદ, નિયતિવાદ, યચ્છાવાદ, ભૂતવાદ અને પુરુષવાદ. શ્વેતાશ્વતરોપનિષદના મંત્રમાં પણ તે ઉલ્લેખાયેલા છે : काल: स्वभावो…
વધુ વાંચો >યશોવિજયજી
યશોવિજયજી (જ. આશરે 1619; અ. 1687, ડભોઈ) : જૈન ધર્મ અને તત્વજ્ઞાનના પ્રકાંડ પંડિત સાધુ. કવિ આચાર્ય સિદ્ધસેન દિવાકર, કુંદકુંદાચાર્ય, સમંતભદ્ર, હરિભદ્રસૂરિ, અકલંક, વિદ્યાનંદ અને હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ જૈન વિદ્વાનોની શ્રેણીમાં વિક્રમની સત્તરમી સદીમાં થઈ ગયેલા ઉપાધ્યાય યશોવિજયજીનાં નામ અને કામ યશસ્વી છે. તેઓ જૈન ધર્મ અને દર્શનના પ્રતિભાસંપન્ન વિદ્વાન,…
વધુ વાંચો >યંત્રવાદ
યંત્રવાદ : સજીવ અને નિર્જીવ તમામ પદાર્થો વિવિધ પ્રકારનાં યંત્રો જ છે, એવી વિચારધારા. યંત્રવાદ, ભૌતિકવાદ, કાર્યકારણ-આધારિત નિયતિવાદ અને પ્રકૃતિવાદ – આ બધા મતો સામાન્ય રીતે એકબીજાને ટેકો આપતા વિચારોનું જૂથ છે. ક્યાંક દ્વૈતવાદ પણ યંત્રવાદ સાથે જોડાયેલો છે. આધુનિક તત્વચિંતનના સ્થાપક ફ્રેન્ચ ચિંતક ડેકાર્ટ (1596–1650) દ્વૈતવાદી (dualist) હતા; મન…
વધુ વાંચો >યાસ્પર્સ, કાર્લ
યાસ્પર્સ, કાર્લ (જ. 1883; અ. 1969) : વીસમી સદીના યુરોપીય અસ્તિત્વવાદી વિચાર-આંદોલનના અગ્રણી જર્મન મનોવૈજ્ઞાનિક અને તત્વચિંતક. જોકે, પોતાના અભિગમને અસ્તિત્વવાદી તત્વચિંતન તરીકે ઘટાવવા સામે તેમને વાંધો હતો. 1901થી 1908 સુધી યાસ્પર્સે જર્મનીની હાઇડલબર્ગ, મ્યૂનિક, બર્લિન અને ગૉટિંગન યુનિવર્સિટીઓમાં કાનૂની અને તબીબી વિદ્યાશાખામાં અભ્યાસ કર્યો હતો. એમ.ડી. થયા પછી 1908થી…
વધુ વાંચો >