Painting
બર્નાર્ડ, એમિલે
બર્નાર્ડ, એમિલે (જ. 1868; અ. 1941) : આધુનિક ફ્રેંચ ચિત્રકાર. તેમનાં પ્રારંભિક ચિત્રોમાં નવપ્રભાવવાદ(neoimpressionism)ની ઢબે ટપકાંનો વિસ્તાર જોવા મળે છે. 1886માં તેમને પ્રમુખ નવપ્રભાવવાદી ચિત્રકાર સિન્યે સાથે વિખવાદ થતાં તેમણે પોતાના આ પ્રકારનાં સર્વ ચિત્રોનો નાશ કર્યો. આ પછી તેમને વાન ગૉફ અને પૉલ ગોગાં સાથે મૈત્રી થઈ અને તેમણે…
વધુ વાંચો >બશોલી ચિત્રશૈલી
બશોલી ચિત્રશૈલી : જમ્મુ(કાશ્મીર)ની પૂર્વમાં આવેલા બશોલી નામના રાજ્યમાં પાંગરેલી પહાડી ચિત્રશૈલીની અનોખી છટા. 17મી સદીના ઉત્તરાર્ધમાં એના શ્રીગણેશ મંડાયા. અહીંના મહારાજા સંગ્રામપાલે મુઘલ દરબારમાંથી રુખસદ પામેલા ચિત્રકારોને આશ્રય આપ્યો. 18મી સદીમાં મહારાણા કિરપાલસિંગે પણ ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું. આથી મુઘલ શૈલી અને સ્થાનિક લોકશૈલીના સંયોગથી અહીં ‘બશોલી શૈલી’નો ઉદભવ થયો.…
વધુ વાંચો >બસાવન (સોળમી સદી)
બસાવન (સોળમી સદી) : ભારતમાંના મુઘલ રાજદરબારના ચિત્રકાર. પોતાનાં ચિત્રોમાં સુરુચિપૂર્ણ રંગઆયોજન અને માનવપ્રકૃતિના આલેખન માટે તેઓ પંકાયેલા છે. તેઓ ઉત્તર ભારતની આહીર જાતિના હતા. તેમનાં મોટાભાગનાં ચિત્રો 1580થી 1600 સુધીમાં સર્જાયાં હતાં. 100થી પણ વધુ મુઘલ ચિત્રોના હાંસિયામાં તેમનું નામ વાંચવા મળે છે. તેમણે અન્ય ચિત્રકારોના સહકાર વડે ઘણાં…
વધુ વાંચો >બસિલિકૅ
બસિલિકૅ : વિશિષ્ટ મોભો ધરાવતું રોમન કૅથલિક તેમજ ગ્રીક ઑથૉર્ડૉક્સ ચર્ચ. પ્રાચીનતાને કારણે અથવા કોઈ મહત્વના સંત સાથે સંકળાયેલ હોવાને કારણે કે મહત્વના ઐતિહાસિક પ્રસંગ સાથે સંકળાયેલ હોવાને કારણે ખ્રિસ્તી ધર્માધ્યક્ષ બિશપ ચર્ચને ‘બસિલિકૅ’નો દરજ્જો આપે છે. આ દરજ્જા વડે ચર્ચને કેટલાક વિશિષ્ટ અધિકાર મળે છે. જેમાં મુખ્ય અધિકાર એ…
વધુ વાંચો >બસુ, નંદલાલ
બસુ, નંદલાલ : જુઓ બોઝ નંદલાલ
વધુ વાંચો >બસોલી
બસોલી : જુઓ ચિત્રકલા
વધુ વાંચો >બંગાળ શૈલીની કળા
બંગાળ શૈલીની કળા : ઓગણીસમી સદીના અંતભાગમાં ઉદભવેલા બંગાળના નવજાગરણ નિમિત્તે લાધેલી કલાશૈલી. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પરંપરાગત ભારતીય કળાની દુર્દશા થવાની સાથોસાથ યુરોપિયન શૈલીની, ત્રિપરિમાણની ભ્રમણા કરાવતી વાસ્તવમૂલક ચિત્રકળા વ્યાપક બનવા લાગી. તેનું સૌથી લાક્ષણિક ઉદાહરણ રાજા રવિ વર્મા છે. આ ઉપરાંત ઇંગ્લૅન્ડની રૉયલ એકૅડેમીની ઢબે આબેહૂબ આલેખનના અભિગમ દ્વારા…
વધુ વાંચો >બાઉહાઉસ
બાઉહાઉસ (1919) : જર્મનીના વાઇમાર નગરમાં શરૂ થયેલી સ્થાપત્ય, ડિઝાઇન, ચિત્રકલા અને શિલ્પકલાની વીસમી સદીની સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રખ્યાત કલાશાળા. તેનું પૂરું નામ ‘સ્ટાટલિચેસ બાઉહાઉસ’ હતું; તેનો જર્મન ભાષામાં અર્થ થાય : રાજ્ય સ્થાપત્યશાળા. જર્મનીના વાઇમાર નગરમાં 1919માં વૉલ્ટર ગ્રૉપિયસ દ્વારા તેની સ્થાપના થયેલી અને તેઓ આ શાળાના સ્થાપક-નિયામક…
વધુ વાંચો >બાક્રે, સદાનંદ
બાક્રે, સદાનંદ (જ. 10 નવેમ્બર 1920, વડોદરા) : ભારતમાં સ્વાતંત્ર્યોત્તર આધુનિક કળાની ચળવળ ચલાવનાર ‘પ્રોગેસિવ આર્ટિસ્ટ્સ ગ્રૂપ’ના સ્થાપક સભ્ય અને મહત્વના ચિત્રકાર. વડોદરાના કોંકણી કુટુંબમાં જન્મ. 9 વર્ષની ઉંમરે મુંબઈ ચાલ્યા ગયા અને ચિત્રો દોરવાં શરૂ કર્યાં. 1939માં સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં શિલ્પના વિદ્યાર્થી તરીકે જોડાયા; પરંતુ ચિત્રો…
વધુ વાંચો >બાટિક-કલા
બાટિક-કલા : કાપડ પર મીણ વડે રંગકામ કરવાની પદ્ધતિ. પ્રવાહી મીણ કાપડ પર લગાડવામાં આવે છે. આ પછી કાપડને પ્રવાહી રંગમાં બોળવાથી કાપડ પર મીણ લાગ્યું હોય ત્યાં રંગ લાગતો નથી અને મીણ લાગ્યું ન હોય ત્યાં રંગ લાગે છે. આ સાદી ટૅકનિક વડે કાપડ પર રંગકામ કરવાની પદ્ધતિ પ્રાચીન…
વધુ વાંચો >