Nuclear engineering

અણુશક્તિ અને વિનાશકતા

 અણુશક્તિ અને વિનાશકતા :  જુઓ ન્યૂક્લિયર શિયાળો

વધુ વાંચો >

આદિત્ય ટોકામેક

આદિત્ય ટોકામેક : સૂર્યમાંથી મળે છે તેમ, ન્યૂક્લિયર સંગલન ઊર્જા મેળવવા માટેનું એક આશાસ્પદ ઉપકરણ. પ્રચંડ ઊર્જાના સ્રોત સમા આદિત્ય (સૂર્ય) ઉપરથી ઓળખાતું આ ઉપકરણ તાપ ન્યૂક્લિયર સંગલન(thermonuclear fusion)ના સિદ્ધાંત ઉપર રચવામાં આવેલું છે. સૂર્યની પ્રચંડ ઊર્જા વિશે ન્યૂક્લિયર ભૌતિકશાસ્ત્ર દ્વારા એવી સમજૂતી આપવામાં આવેલી છે કે સૂર્યના અતિ ઊંચા…

વધુ વાંચો >

આંતરખંડીય પ્રક્ષેપાસ્ત્રો

આંતરખંડીય પ્રક્ષેપાસ્ત્રો (ICBM) : જુઓ પ્રક્ષેપાસ્ત્ર.

વધુ વાંચો >

ઉષ્માન્યૂક્લિયર પ્રક્રિયા

ઉષ્માન્યૂક્લિયર પ્રક્રિયા (thermonuclear reaction) : અતિ ઊંચા તાપમાને થતી ન્યૂક્લિયર સંગલન(fusion)ની પ્રક્રિયા. સૂર્ય એક તારો છે, જે કરોડો વર્ષોથી 3.8 x 1026 જૂલ/સેકંડના દરથી ઉષ્મા-ઊર્જાનું ઉત્સર્જન કરે છે. આ ઊર્જા રાસાયણિક-પ્રક્રિયા કે ગુરુત્વાકર્ષણને લીધે મળતી નથી. વળી સૂર્યમાં યુરેનિયમ જેવાં ભારે તત્વો પણ નથી, જેથી ન્યૂક્લિયર-વિખંડન દ્વારા ઊર્જા ઉત્સર્જિત થવાની…

વધુ વાંચો >

ઉષ્મા-ન્યૂટ્રૉન

ઉષ્મા-ન્યૂટ્રૉન (thermal neutron) : જે દ્રવ્યમાંથી પસાર થઈ રહ્યા હોય તે દ્રવ્ય સાથે, ઉષ્મીય સમતોલનમાં આવ્યા હોય તેવા ન્યૂટ્રૉન. આ ન્યૂટ્રૉન મૅક્સવેલનું ઊર્જા-વિતરણ ધરાવે છે. તેને લીધે તે સંભાવ્યતમ (most probable) મૂલ્ય-તાપમાન પર આધારિત છે. ઊર્જા પ્રમાણે ન્યૂટ્રૉનનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. 1.2 MeV કરતાં વધારે ઊર્જા ધરાવતા ન્યૂટ્રૉનને ઝડપી…

વધુ વાંચો >

ઉષ્મા-સંગલન

ઉષ્મા-સંગલન (thermal fusion) : ઉચ્ચ તાપમાનની હાજરીમાં હલકાં તત્વોનાં બે કે વધારે ન્યૂક્લિયસ સંયોજાઈને, એક ભારે તત્વનું ન્યૂક્લિયસ રચવા સાથે વિપુલ પ્રમાણમાં થતી ઊર્જા-ઉત્સર્જનની પ્રક્રિયા. આ પ્રક્રિયા ન્યૂક્લિયર વિખંડન કરતાં સાવ જુદી જ છે. હલકાં તત્વોમાં ન્યૂક્લિયૉનદીઠ સરેરાશ બંધન-ઊર્જા, ભારે તત્વોની બંધન-ઊર્જા કરતાં પ્રમાણમાં ઓછી હોય છે. તેથી આવાં બે…

વધુ વાંચો >

ઊર્જા

ઊર્જા વિભાવના : કોઈ પ્રણાલીની કાર્ય કરવાની શક્તિનું પ્રમાણ દર્શાવતો ગુણધર્મ. ભૌતિક વિશ્વને સમજવા માટેની ઊર્જાની વિભાવના ઘણી અગત્યની છે. મૂળ ગ્રીક ભાષાના ‘એનર્જિયા’ (energia) શબ્દ ઉપરથી ઊર્જા શબ્દ યોજાયેલો છે. (en = અંદર અને ergon = કાર્ય). ઊર્જા કાં તો કોઈ ભૌતિક સ્થિર પદાર્થ સાથે (દા. ત., સ્પ્રિંગનું ગૂંચળું)…

વધુ વાંચો >

ઊર્જાપટ્ટ સિદ્ધાંત

ઊર્જાપટ્ટ સિદ્ધાંત (Band Theory) : ઘન પદાર્થના ઇલેક્ટ્રૉનની ગતિ માટે ક્વૉન્ટમ-યંત્રશાસ્ત્રનો સિદ્ધાંત. તેના નામ અનુસાર તે ઘન પદાર્થમાં આવેલા ઇલેક્ટ્રૉનની ઊર્જાની મર્યાદિત અવધિ (restricted range) અથવા પટ્ટાનું પૂર્વસૂચન (prediction) કરે છે. ઊર્જાપટ્ટ સિદ્ધાંત ઘન પદાર્થના વૈદ્યુત તથા ઉષ્મીય ગુણધર્મોને સ્પષ્ટ કરે છે. ટ્રાન્ઝિસ્ટર, તાપન-સાધનો (heating elements) અને ધારિત્ર (capacitors) જેવાં…

વધુ વાંચો >

ઊર્જા-સંરક્ષણ

ઊર્જા-સંરક્ષણ (energy, conservation of) : ભૌતિકશાસ્ત્રનો પ્રચલિત નિયમ. તે અનુસાર સંવૃત સમૂહપ્રણાલી(closed system)માં પરસ્પર ક્રિયા કરતા પદાર્થો કે કણોની ઊર્જા અચળ રહે છે. આમ ઊર્જાને ન તો ઉત્પન્ન કરી શકાય, કે ન તો તેનો વિનાશ કરી શકાય. પરંતુ ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં તેનું રૂપાંતર કરી શકાય છે. ઊર્જાનું પ્રથમ…

વધુ વાંચો >

ઊર્જા-સંવિભાગ

ઊર્જા-સંવિભાગ (equipartition of energy) : ઉષ્માસમતુલામાં રહેલી પ્રણાલીના પ્રત્યેક નિરપેક્ષ ઊર્જાસ્તર સાથે, એકસરખા પ્રમાણમાં ઊર્જા સંકળાયેલી છે તે દર્શાવતો સાંખ્યિકીય યાંત્રિકી(statistical mechanics)નો સિદ્ધાંત. સ્કૉટલૅન્ડના ભૌતિકશાસ્ત્રી જેમ્સ ક્લાર્ક મૅક્સવેલ અને જર્મનીના લુડવિક-બૉલ્ટ્ઝમૅનના કાર્ય ઉપર આધારિત આ સિદ્ધાંત દર્શાવે છે કે To કેલ્વિન તાપમાને સમતુલામાં રહેલી કણસંહતિની પ્રત્યેક સ્વાતંત્ર્યકક્ષા (degreee of freedom)…

વધુ વાંચો >