Music
વેદી, ભીષ્મદેવ
વેદી, ભીષ્મદેવ (જ. 1910, દિલ્હી; અ. 25 સપ્ટેમ્બર 1982, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિચક્ષણ ગાયક અને ‘સૂરદર્પણ’ વાદ્યના સર્જક. જન્મ દિલ્હીના સંપન્ન પરિવારમાં. પિતા શરૂઆતમાં દિલ્હી ખાતે અને ત્યારબાદ કોલ્હાપુર ખાતે ઇજનેર હતા. બાલ્યાવસ્થાથી શાસ્ત્રીય સંગીતમાં રુચિ પેદા થઈ. હાઈસ્કૂલની પરીક્ષા પસાર કર્યા પછી પરિવાર સાથે સંબંધ-વિચ્છેદ કરી…
વધુ વાંચો >વેદોપદેશચંદ્રિકા
વેદોપદેશચંદ્રિકા : ગુજરાતી લેખક દ્યા દ્વિવેદની ‘નીતિમંજરી’નો ઉપદેશ વેદકથાઓ સાથે રજૂ કરતો ગ્રંથ. વેદવિદ સ્વામી ગંગેશ્વરાનંદજી મહારાજશ્રીએ એકીસાથે વિદ્વાન અને સામાન્ય જિજ્ઞાસુને વેદના માધ્યમથી ઉત્તમ નીતિબોધ અને આધ્યાત્મિક ચિંતનનો લાભ આપતો હિન્દી ભાષામાં લખેલો અને વારાણસીથી પ્રકાશિત થયેલો ગ્રંથ (સં. 2026). આ ગ્રંથનું સંપાદન સ્વામી ગોવિંદાનંદજી મહારાજે કર્યું છે. આ…
વધુ વાંચો >વેબર, કાર્લ મારિયા ફૉન
વેબર, કાર્લ મારિયા ફૉન (જ. 18 નવેમ્બર 1786, યુટીન, જર્મની; અ. 5 જૂન 1826, લંડન, બ્રિટન) : જર્મન રોમૅન્ટિક સંગીતકાર અને જર્મન રોમૅન્ટિક ઑપેરાનો સ્વરનિયોજક. સંગીત અને નાટ્યક્ષેત્રે કારકિર્દી ધરાવતા સભ્યોવાળા પરિવારમાં વેબર જન્મેલો. માતા જિનોવેફા ગાયિકા હતી. કાકાની છોકરી આલોઇસિયા પણ સોપ્રાનો (તારસપ્તકોમાં) ગાયિકા પ્રિમા ડોના (ઑપેરા સ્ટાર) હતી,…
વધુ વાંચો >વેબર્ન, ઍન્તૉન ફૉન (Webern, Anton Von)
વેબર્ન, ઍન્તૉન ફૉન (Webern, Anton Von) (જ. 3 ડિસેમ્બર 1883, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 15 સપ્ટેમ્બર મિટર્સિલ, ઑસ્ટ્રિયા) : આધુનિક યુરોપની અદ્યતન (modern) પ્રશિષ્ટ પદ્ધતિ ‘એટનૅલિટી’માં સર્જન કરનાર સંગીતકાર અને સ્વરનિયોજક. (એટનૅલિટી પદ્ધતિમાં સપ્તકના બારે સ્વરોને સરખું સ્થાન મળે છે, તેમાં એ બારેય સ્વરોમાં કોમળ અને તીવ્ર જેવા ઊંચનીચના ભેદભાવ રાખવામાં…
વધુ વાંચો >વૉગ્લર, એબી
વૉગ્લર, એબી (જ. 1749, વુર્ઝબર્ગ, જર્મની; અ. 1814) : અઢારમી સદીના જર્મન સંગીતકાર અને સ્વરનિયોજક. વુર્ઝબર્ગના એક વાયોલિન બનાવનારના તે પુત્ર હતા. 1771માં તેમને ઇટાલીના બોલોન્યા નગરમાં સંગીતનું શિક્ષણ મેળવવા માટે શિષ્યવૃત્તિ મળી. બોલોન્યા અકાદમી ઑવ્ મ્યુઝિકમાં ખ્યાતનામ ગણિતજ્ઞ તથા સંગીતજ્ઞ પાદરી જિયામ્બાતિસ્તા માર્તિની તથા પછીથી પાદુઆમાં વાલોત્તીની રાહબરી નીચે…
વધુ વાંચો >વૉટર્સ, મડી
વૉટર્સ, મડી (જ. 4 એપ્રિલ 1915, રોલિન્ગ ફૉર્ક, મિસિસિપી, યુ.એસ.; અ. 30 એપ્રિલ 1983, વેસ્ટ્મોન્ટ, ઇલિનોઈ, યુ.એસ.) : ‘ધ બ્લૂઝ’ નામે ઓળખાતી શૈલીનો જન્મદાતા જાઝ ગાયક અને ગિટારવાદક. મૂળ નામ મૅક્ક્ધિલે મૉર્ગેન્ફીલ્ડ. મિસિસિપીમાં કપાસનાં ખેતરોમાં બાળપણ વીત્યું. બાળપણમાં જ હાર્મોનિયમ જેવું વાજિંત્ર હાર્મોનિકા વગાડતાં શીખી લીધું. તરુણાવસ્થામાં ગિટાર વગાડતાં શીખ્યો…
વધુ વાંચો >વોરા, વિનાયક
વોરા, વિનાયક (જ. 1929, માંડવી, કચ્છ; અ. 4 જૂન 2006, મુંબઈ) : તારશરણાઈના બેતાજ બાદશાહ. સાહિત્ય અને સંગીતને વરેલા પરિવારમાં જન્મ. પિતા નાનાલાલ વૈકુંઠરાય વોરા સંસ્કૃતના પંડિત અને સંગીતના મર્મજ્ઞ હતા જેમની પાસેથી બાળપણમાં વિનાયક વોરાએ સંગીતની પ્રાથમિક તાલીમ મેળવી હતી. તેમના કાકા પ્રમોદરાય તથા ઉપેન્દ્રરાય કચ્છના જાણીતા સાહિત્યકાર અને…
વધુ વાંચો >વૉર્લોક પીટર
વૉર્લોક પીટર (જ. 30 ઑક્ટોબર 1894, લંડન, બ્રિટન; અ. 17 ડિસેમ્બર 1930, લંડન, બ્રિટન) : આધુનિક બ્રિટિશ સંગીતકાર, સંગીતવિવેચક તથા રાણી એલિઝાબેથના જમાનાના સંગીતના સંપાદક. સંગીતક્ષેત્રે સ્વશિક્ષિત વૉર્લોકને બે સંગીતનિયોજકો ફ્રેડેરિક ડેલિયસ તથા બર્નાર્ડ ફાન ડીરેન પાસેથી માર્ગદર્શન મળ્યું. 1920માં વૉર્લોકે ‘ધ સેકબર’ નામે સંગીતનું એક સામયિક શરૂ કર્યું અને…
વધુ વાંચો >વૉલ્ટન, વિલિયમ
વૉલ્ટન, વિલિયમ (જ. 1902, બ્રિટન; અ. 1990, બ્રિટન) : આધુનિક બ્રિટિશ સંગીતકાર. તેમણે પ્રથમ કૃતિ ‘ફસાદ’ વડે સંગીતજગતમાં પ્રવેશ મેળવ્યો. આ કૃતિ એક બોલતા અવાજ અને છ વાજિંત્રો માટે છે. તેમાં બોલતો અવાજ કવિ એડિથ સિટ્વેલનાં કાવ્યોનું પઠન કરે છે. એ પછી તેમણે બ્રિટિશ સંગીતકાર એડ્વર્ડ ઍલ્ગારની શૈલીમાં પહેલી સિમ્ફની…
વધુ વાંચો >વૉહાન, વિલિયમ્સ (Vaughan, Williams)
વૉહાન, વિલિયમ્સ (Vaughan, Williams) (જ. 12 ઑક્ટોબર 1872, ડાઉન એમ્પની, ગ્લુસેસ્ટશૉયર, બ્રિટન; અ. 26 ઑગસ્ટ 1958, લંડન, બ્રિટન) : વિખ્યાત આધુનિક બ્રિટિશ સંગીતકાર અને બ્રિટિશ રાષ્ટ્રીય સંગીત ચળવળના સ્થાપક/પ્રણેતા. કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં સર ચાર્લ્સ સ્ટેન્ફોર્ડ હેઠળ તેમજ રૉયલ કૉલેજ ઑવ્ મ્યુઝિકમાં સર હબર્ટ પૅરી હેઠળ વૉહાને સંગીતનો અભ્યાસ કર્યો. 1897થી…
વધુ વાંચો >