Mechanical engineering
ચક્ર
ચક્ર : માનવજાતની એક ખૂબ જ પ્રાચીન અને અતિ મહત્વની શોધ. ચક્રની શોધ આકસ્મિક સંજોગોમાં થઈ હશે. આદિ માનવે વૃક્ષના જાડા થડને બળતણ માટે તેના નિવાસ સુધી લાવવા માટે ગબડાવવાની પ્રક્રિયાની શરૂઆત કરી હશે. કદાચ આવા ગોળ થડનો ઉપયોગ ભારે પથ્થરો વગેરેને ખસેડવામાં પણ કર્યો હશે. તે વખતે કદાચ નાના…
વધુ વાંચો >ચક્ર અને ધુરા/ધરી
ચક્ર અને ધુરા/ધરી : માનવજીવનમાં આનુમાનિક (conjectural) અથવા આકસ્મિક (accidental) રીતે શોધાયેલું એક સાદું યંત્ર. ઊર્જાને ઉપયોગી કાર્યમાં વાપરતા સાધનને યંત્ર કહે છે. માનવીએ આકસ્મિક અથવા અનુમાન દ્વારા પાંચ યંત્રોની શોધ કરી કહેવાય છે. (1) ઉચ્ચાલન (lever), (2) ફાચર (wedge), (3) ચક્ર અને ધરી, (4) ગરગડી અને (5) સ્ક્રૂ. એક…
વધુ વાંચો >ચાકી (nut)
ચાકી (nut) : ચોરસ (4 પાસાંવાળું) અથવા ષટ્કોણીય (6 પાસાંવાળું) પ્રિઝમ આકારવાળું અને બોલ્ટના બાહ્ય આંટા સાથે જોડાણ કરીને યંત્રના ભાગોને ચુસ્ત રીતે જકડી રાખનારું સાધન. ઇજનેરી ઉદ્યોગમાં હંગામી બંધક (fastener) તરીકે ચાકીનો ઉપયોગ બોલ્ટ અથવા સ્ક્રૂ સાથે થાય છે. તે યંત્ર અથવા સંરચના(structure)ના ભાગોને મજબૂત રીતે જોડી રાખે છે;…
વધુ વાંચો >ચીમની
ચીમની : ભઠ્ઠી કે બળતણ બાળવાથી ઉત્પન્ન થતા ધુમાડાને વાતાવરણમાં બહાર કાઢવા માટે ઉપયોગમાં આવતું પોલું, સીધું, ઊંચું અને ગોળ કે ચોરસ બાંધકામ. તે ઉત્તમ બળતણ માટે જરૂરી પ્રવાત (draught) પેદા કરે છે. રસોડામાં, ઠંડા પ્રદેશોમાં ઘરના ઓરડા ગરમ રાખવા માટે (space heating) અથવા ઉદ્યોગમાં બૉઇલર ચલાવવા માટે ચીમનીની જરૂર…
વધુ વાંચો >ચોક
ચોક : પેટ્રોલ એન્જિનમાં દહન માટે પેટ્રોલ-વાયુના મિશ્રણમાં વાયુના પ્રમાણનું નિયંત્રણ કરતો પડદો. સામાન્યત: તે બટરફ્લાય પ્રકારનો હોય છે અને કાર્બ્યુરેટરના વાયુના અંદર જવાના માર્ગમાં રહેલો હોય છે. એન્જિનને પ્રથમ વખત શરૂ કરવાનું હોય ત્યારે તે ઠંડું હોય છે. આ સમયે ચોક આંશિક બંધ હોય છે. તેથી એન્જિનના નળામાં જતા…
વધુ વાંચો >છટકયંત્રરચના (escapement)
છટકયંત્રરચના (escapement) : એક દોલિત ઘટક (oscillating member) સાથે જોડેલા પૅલેટ સાથે, એકાંતરે દાંતાવાળું ચક્ર (toothed wheel) જોડાણ કરે તેવી યંત્રરચના. આ યંત્રરચનાનો ઉપયોગ મુખ્યત્વે ઘડિયાળો(time pieces)માં થાય છે. જ્યાં દોલિત ગતિની જરૂરિયાત હોય ત્યાં તે વપરાય છે. યાંત્રિક ઘડિયાળોમાં, છટકયંત્રરચના ઊર્જા-સ્રોત (energy source) અને નિયંત્રક કળ(regulating device)ની વચ્ચે દરમિયાનગીરી…
વધુ વાંચો >જળચક્ર (3)
જળચક્ર (3) : ચક્ર ફરતે ગોઠવેલી ક્ષેપણીઓ (paddles) દ્વારા વહેતા અથવા ઉપરથી પડતા પાણીની ઊર્જાને પ્રાપ્ત કરવાની યાંત્રિક પ્રયુક્તિ (device). જળચક્ર એ પ્રાચીન કાળની શોધ છે અને ગ્રીસમાં તેનો ઉપયોગ થયો હોવાના ઉલ્લેખો મળે છે. જૂના જમાનામાં ઘણા દેશોમાં લોટ દળવાની ઘંટીમાં તેનો ઉપયોગ થતો હતો. તેમાં દળવાના પથ્થરની નીચે…
વધુ વાંચો >જિનીવા યંત્રરચના (Geneva mechanism)
જિનીવા યંત્રરચના (Geneva mechanism) : સમયાંતરે પરિભ્રામી ગતિ મેળવવા માટે સામાન્યત: વપરાતી યંત્રરચના. તેની લાક્ષણિકતા વારાફરતી ગતિ અને આરામનો ગાળો છે. તેનો ઉપયોગ સૂચીકરણ (indexing) માટે પણ થાય છે. આકૃતિમાં, A ચાલક છે. તેની ઉપર પિન અથવા રોલર (R) આવેલું છે. B અનુગામી છે, જે 4 અરીય (radial) ખાંચા ધરાવે…
વધુ વાંચો >જૅક (jack)
જૅક (jack) : યાંત્રિક ઇજનેરીમાં ઓછા બળથી ભારે વજનનો પદાર્થ ઊંચકવા માટેનું ખાસ ઉપકરણ. જૅકની મદદથી ભારે વજનનો દાગીનો ઓછા અંતર માટે ઊંચકી શકાય છે. જૅકના મુખ્યત્વે બે પ્રકાર છે : (1) સ્ક્રૂ-જૅક, (2) દ્રવચાલિત જૅક. (1) સ્ક્રૂ-જૅક આકૃતિ 1માં દર્શાવ્યા પ્રમાણે સ્ક્રૂને નટની અંદર ફેરવવાથી ભારે વજનનો દાગીનો ઓછા…
વધુ વાંચો >ટગબોટ
ટગબોટ : રેલવેના એન્જિન માફક બજરાઓ(barges)ને તથા સમુદ્રની મોટી ખેપ કરતી સ્ટીમરોને બારામાં ધક્કા(dock) સુધી અને બારા બહાર મધદરિયા સુધી ખેંચી લાવતું શક્તિશાળી અને ઝડપી નાનું જહાજ. કોઈ કારણસર જહાજ લાધી ગયું હોય કે તેનાં યંત્રો કામ કરતાં બંધ પડ્યાં હોય તો તેવા જહાજને સુરક્ષિત રીતે ખેંચી લાવવાનું કામ પણ…
વધુ વાંચો >