Manipuri literature
સિંગ લૈરેનમાયુમ ઇબૂન્ગોહલ
સિંગ, લૈરેનમાયુમ ઇબૂન્ગોહલ (જ. 1895; અ. 1966) : મણિપુરી નાટ્યકાર અને શિક્ષણકાર. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવી. બી.એલ. પરીક્ષા પાસ કરનાર તેઓ પ્રથમ મણિપુરી હતા. તેમણે મણિપુર સરકારમાં જુદા જુદા હોદ્દાઓ પર સેવા બજાવી. તેઓ મણિપુરના મહારાજાના દરબારના દરબારી, ચીફ કોર્ટના ન્યાયાધીશ અને છેલ્લે મણિપુરના પ્રથમ જિલ્લા અને સેશન્સ…
વધુ વાંચો >સિંહ, ઈ. નીલકાંત
સિંહ, ઈ. નીલકાંત (જ. 1928) : મણિપુરી ભાષાના સાહિત્યકાર. તેમની કૃતિ ‘તીર્થયાત્રા’ને 1987ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તત્વજ્ઞાનના વિષયમાં એમ.એ. ઉપરાંત તેઓ કાયદાના સ્નાતક પણ છે. 1953થી 1971 સુધી તેમણે ઇમ્ફાલની ડી.એમ. કૉલેજમાં અધ્યાપક તરીકે કામ કર્યું. ત્યારબાદ તેમણે મણિપુર રાજ્ય કલા અકાદમીના સચિવ (1972-78) તથા મણિપુર…
વધુ વાંચો >સિંહ એમ. નવકિશોર
સિંહ, એમ. નવકિશોર (જ. 1940, હિયંગલમ્ માયાઈ લીકાઈ, મણિપુર) : મણિપુરી વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘પાંગલ શોનબી ઐશે એદોમગીનિ’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે ગુવાહાટી યુનિવર્સિટીમાંથી બી.એ. તથા બી.ટી.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે. મણિપુરની ઘણી સરકારી હાઈસ્કૂલો તથા માધ્યમિક શાળાઓમાં અધ્યાપનકાર્ય કર્યા પછી તેઓ…
વધુ વાંચો >સિંહ એ. મિનાકેતન
સિંહ, એ. મિનાકેતન (જ. 1906, ઇમ્ફાલ, મણિપુર) : મણિપુરી કવિ, નાટ્યકાર, વાર્તાકાર, અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘અસૈબાગી નિનાઇપોડ’ (1976) માટે 1977ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે 1930માં કોલકાતા યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ શાળા તથા યુનિવર્સિટી કક્ષાએ સતત 41 વર્ષ સુધી અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ ઇમ્ફાલ ખાતે…
વધુ વાંચો >સિંહ ખુમનથેમ પ્રકાશ
સિંહ, ખુમનથેમ પ્રકાશ (જ. 1937, સાગોલબંદ મીનો લેરક, ઇમ્ફાલ) : જાણીતા મણિપુરી કવિ. વિશેષત: ઊર્મિકાવ્યના રચયિતા અને વાર્તાકાર. તેઓ ‘તમો પ્રકાશ’ તરીકે ખૂબ જાણીતા છે. તેમણે ગુવાહાટી યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી પ્રાપ્ત કર્યા પછી થોડો વખત શાળાના શિક્ષક તરીકે અધ્યાપનકાર્ય કર્યું. 1960માં તેઓ આકાશવાણીમાં જોડાયા અને હાલ (2001) તેઓ જવાહરલાલ નેહરુ…
વધુ વાંચો >સિંહ લૈશરામ સમરેન્દ્ર
સિંહ, લૈશરામ સમરેન્દ્ર (જ. 1925) : પ્રતિષ્ઠિત મણિપુરી કવિ અને ચિત્રકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘મમાન્ગ લેઇકાઇ થામ્બલ શાતલે’ (1974) માટે 1976ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. તેમણે 1948માં કોલકાતા યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવીને અધ્યાપનકાર્ય શરૂ કર્યું. પછી ડેપ્યુટી ઇન્સ્પેક્ટર ઑવ્ સ્કૂલ્સ બન્યા. ત્યારબાદ મણિપુર સરકારમાં કળા, સંસ્કૃતિ…
વધુ વાંચો >સિંહ સોનમણિ
સિંહ, સોનમણિ (જ. 1929, ઇમ્ફાલ) : મણિપુરી ભાષાના આ સાહિત્યકારની રચના ‘મમાઙ્થોઙ્ લોલ્લબદી મનીથોઙ્દા લાકઉદના’ને 1988ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. કોલકાતા યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી તેઓ ઇન્ડિયન એડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસમાં જોડાયા અને ત્યાંથી નિવૃત્ત થયા. ‘બખાલ સાઇરેઙ્’ નામનો તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ 1949માં પ્રકાશિત થયો. તેમનાં પ્રગટ થયેલાં…
વધુ વાંચો >સુનીતા નિડોમ્બમ
સુનીતા, નિડોમ્બમ (જ. 1967, થૌબલ ક્ષેત્રિલીકાઈ, મણિપુર) : મણિપુરી ભાષાનાં લેખિકા. તેમણે વાઈ. કે. કૉલેજ, વાનજિંગ, મણિપુરમાં બી.એ.ની ડિગ્રી મેળવી તથા હિંદીમાં ‘રત્ન’ની પદવી મેળવી. તેઓ અંગ્રેજી પણ જાણે છે. તેમને તેમની કૃતિ ‘ખોંગજી મખોલ’ બદલ 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. નિડોમ્બમ સુનીતા તેઓ થૌબલ રાઇટર્સ…
વધુ વાંચો >