Journalism
સુગણિતમ્
સુગણિતમ્ : 1963થી પ્રકાશિત થતું ગણિતને લગતી સામગ્રી પીરસતું ગુજરાતી સામયિક. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામેલા ગુજરાતના મૂર્ધન્ય ગણિતજ્ઞ પ્રા. પ્ર. ચુ. વૈદ્ય આ સામયિકના આદ્યતંત્રી છે. ગુજરાતમાં ગણિતના વિકાસ માટેની ઉત્કટ તમન્ના અને ગણિત જેવા વિષયમાં પણ વિચારોની અભિવ્યક્તિ માટે માતૃભાષા જ શ્રેષ્ઠ માધ્યમ છે એવા દૃઢ વિશ્વાસથી પ્રેરાઈને પ્રા.…
વધુ વાંચો >સુદર્શન
સુદર્શન : ગુજરાતી સાહિત્યના સાક્ષર યુગનું અગ્રણી માસિક પત્ર. સ્થાપના : ઑક્ટોબર, 1890. તંત્રી : મણિલાલ નભુભાઈ દ્વિવેદી. મ. ન. દ્વિવેદી ધ્યેયલક્ષી સાહિત્યકાર હતા. લેખનકાર્ય દ્વારા પ્રજાને સ્વધર્મનું રહસ્ય સમજાવીને તેનું સાંસ્કૃતિક ઉત્થાન સાધવાનો તેમનો ઉદ્દેશ હતો, વસ્તુત: તે જ તેમનું જીવનકાર્ય (mission) બની રહ્યું હતું. આથી નર્મદ, નવલરામ, રમણભાઈ,…
વધુ વાંચો >સુધાંશુ
સુધાંશુ (જ. 25 ડિસેમ્બર 1913, પોરબંદર; અ. 29 માર્ચ 1983, પોરબંદર) : ગુજરાતીના કવિ, વાર્તાકાર અને સાહિત્યિક પત્રકાર. મૂળ નામ દામોદર કેશવજી ભટ્ટ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોરબંદરમાં. ઈ. સ. 1931માં મૅટ્રિક. વડોદરા કૉલેજમાં એફ.વાય.બી.એ. સુધીનો અભ્યાસ. 1932-33માં રાણપુરમાં ‘સૌરાષ્ટ્ર’ કાર્યાલયમાં નોકરીની શરૂઆત. થોડો વખત મુંબઈમાં ‘જન્મભૂમિ’ દૈનિકમાં ઝવેરચંદ મેઘાણી…
વધુ વાંચો >સુબ્રમણ્યમ્ કા. ના.
સુબ્રમણ્યમ્, કા. ના. (જ. 1912, વાલાનગૈમાન, તમિલનાડુ; અ. 1988) : તમિળના પ્રતિભાસંપન્ન લેખક, વિવેચક અને નવલકથાકાર. તેમને તેમના વિવેચનાત્મક નિબંધસંગ્રહ ‘ઇલક્કીયથુક્કા યા ઇયક્કમ્’ માટે 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે અન્નામલાઈ યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનના સ્નાતકની પદવી મેળવી હતી. તેઓ ‘ઇન્ડિયન ઑથર’ નામક સામયિકના સંસ્થાપક-સંપાદક હતા તેમજ તેમણે…
વધુ વાંચો >સુસ્લૉવ મિખાઇલ આંદ્રેવિચ
સુસ્લૉવ, મિખાઇલ આંદ્રેવિચ (જ. 21 નવેમ્બર 1902, સોખોવસ્કોઈ, રશિયા; અ. 25 જાન્યુઆરી 1982, મૉસ્કો) : સોવિયેત સામ્યવાદી પક્ષના અગ્રણી નેતા. ખેડૂત પિતાના પુત્ર તરીકે તેમણે રશિયન ક્રાંતિની ઊથલપાથલમાં ભાગ લીધો હતો. આ ઘટના દરમિયાન તેઓ યંગ કમ્યુનિસ્ટ લીગમાં અને પછી દેશમાં ચાલેલા આંતરવિગ્રહમાં જોડાયા. 1921માં 19 વર્ષની વયે તેઓ સામ્યવાદી…
વધુ વાંચો >સુંદરી સુબોધ
સુંદરી સુબોધ : અમદાવાદના બંધુસમાજનું માસિક મુખપત્ર. કેળવણી પ્રચાર, સમાજ અને જ્ઞાતિના પરંપરિત રીતિ-રિવાજોની સુધારણા અને સ્વદેશીને ઉત્તેજન આપવાનાં કાર્યોમાં અમદાવાદના બંધુસમાજની સેવા નોંધપાત્ર છે. આ મંડળે ઈ. સ. 1903ના સપ્ટેમ્બરથી શ્રી રામમોહનરાય જસવંતરાય દેસાઈના તંત્રીપદે ‘સુંદરી સુબોધ’ નામનું માસિક શરૂ કરેલું. સ્ત્રીસમાજની નિરાશાજનક અને અજ્ઞાનભરી સ્થિતિને સુધારવા માસિકપત્ર દ્વારા…
વધુ વાંચો >સુંદરૈયા પુચલા પિલ્લાઈ
સુંદરૈયા પુચલા પિલ્લાઈ (જ. 14 મે 1913, આલાગિરિ પાડુ, નેલોર જિલ્લો; અ. ?) : દક્ષિણ ભારતના કર્મઠ સામ્યવાદી નેતા. પિતા સુંદરરામી રેડ્ડી મધ્યમવર્ગીય ખેડૂત હતા. 1943માં લીલા સાથે લગ્ન કરી, તેમણે નિ:સંતાન રહેવાનું પસંદ કર્યું. તેમનાં પત્ની લીલા સેન્ટ્રલ બૅંક ઑવ્ ઇન્ડિયામાં નોકરી કરતાં હતાં, પણ 1940માં સામ્યવાદી પક્ષની પૂરા…
વધુ વાંચો >સેજવલકર ત્રંબક શંકર
સેજવલકર, ત્રંબક શંકર (જ. 25 મે 1895, કસોલી, જિ. રત્નાગિરિ; અ. 1963) : મૌલિક વિચારક, ઇતિહાસકાર, સંશોધક, મરાઠા ઇતિહાસના ભાષ્યકાર અને અઠવાડિક ‘પ્રગતિ’ના સ્થાપક-સંપાદક. વાસ્તવમાં તેઓ લોકહિતવાદી જ્યોતિબા ફૂલે, જી. જી. અગરકર, વી. કે. રજવાડે અને એસ. વી. કેતકરની પરંપરાના એક સામાજિક ચિંતક અને મરાઠા ઇતિહાસના ક્ષેત્રે પ્રસિદ્ધ વિદ્વાન હતા.…
વધુ વાંચો >સેન કેશવચંદ્ર
સેન, કેશવચંદ્ર (જ. 1838; અ. 1884) : 19મી સદીની ભારતની ધાર્મિક અને સામાજિક નવજાગૃતિના જાણીતા ચિંતક અને ‘બ્રહ્મોસમાજ’ સંસ્થાના એક અગ્રગણ્ય કાર્યકર. રાજા રામમોહન રાય દ્વારા સ્થાપિત બ્રહ્મોસમાજનું નેતૃત્વ કેશવચંદ્રે 1857થી લીધું. તેમનાં વિચાર અને પ્રવૃત્તિથી શરૂઆતમાં સંસ્થાને વેગ મળ્યો. તેઓ બ્રહ્મસમાજને ખ્રિસ્તી ધર્મની દૃષ્ટિએ ચલાવવા માગતા હતા; જ્યારે દેવેન્દ્રનાથ…
વધુ વાંચો >સેનગુપ્ત અચિન્ત્યકુમાર
સેનગુપ્ત, અચિન્ત્યકુમાર (જ. 1903; અ. 1976) : આધુનિક બંગાળી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, જીવનચરિત્રલેખક. અંગ્રેજી સાહિત્ય અને કાયદાનો અભ્યાસ કરનાર અચિન્ત્યકુમાર સેનગુપ્તનું નામ બંગાળી સાહિત્યમાં આધુનિકતાના આંદોલનના અન્ય કવિઓ બુદ્ધદેવ બસુ, જીવનાનંદ દાસ, પ્રેમેન્દ્ર મિત્ર આદિ સાથે જોડાયેલું છે. આ આધુનિકોનું દલ પ્રસિદ્ધ સાહિત્યપત્રિકા ‘કલ્લોલ’ સાથે જોડાઈ રવીન્દ્રનાથની છાયામાંથી મુક્ત થવા…
વધુ વાંચો >