Industry Business and Managment

દફતરી, શરયૂ

દફતરી, શરયૂ (જ. 8 નવેમ્બર 1933) : ભારતનાં એક પ્રમુખ વ્યવસાયી મહિલા. પિતાનું નામ લાલચંદ હીરાચંદ અને માતાનું નામ લલિતાબાઈ. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અર્થશાસ્ત્રના વિષય સાથે સ્નાતક થયાં છે. અનેક ઔદ્યોગિક કાર્યકર્તાઓમાં અગ્રણી રહ્યાં છે. ઔદ્યોગિક એન્જિનિયરિંગ, પી.ઈ.આર.ટી. અને મૂલ્ય વિશ્લેષણમાં વ્યાપક અનુભવ તથા વિશેષજ્ઞતા તેમણે પ્રાપ્ત કરી છે. તેમણે…

વધુ વાંચો >

નાનજી, પ્રાણલાલ દેવકરણ

નાનજી, પ્રાણલાલ દેવકરણ (જ. 11 જૂન 1894, પોરબંદર; અ. 22 જુલાઈ 1956, મુંબઈ) : જાણીતા ઉદ્યોગપતિ, બૅન્કર અને દાતા. તેઓ શેઠ દેવકરણ નાનજીના બીજા પુત્ર હતા. 1911માં જયવતીબહેન સાથે લગ્ન. તેઓ મુંબઈમાં આવેલી દેવકરણ નાનજી બૅન્કિંગ કંપની, દેવકરણ નાનજી વીમા કંપની અને દેવકરણ નાનજી ઇન્વેસ્ટમેન્ટ કંપનીના સ્થાપક હતા. દેવકરણ નાનજીના…

વધુ વાંચો >

નૅશનલ સ્ટૉક એક્સચેન્જ

નૅશનલ સ્ટૉક એક્સચેન્જ :  હર્ષદ મહેતાના કૌભાંડ પછી કૅપિટલ માર્કેટમાં પારદર્શિતા લાવવા માટે ફેરવાની સમિતિની ભલામણ અનુસાર અગ્રણી નાણાકીય સંસ્થાઓએ 27 નવેમ્બર, 1992ના રોજ કરેલી સ્થાપના. સિક્યૉરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) એ 1993ના એપ્રિલમાં તેને સ્ટૉક એક્સચેન્જ તરીકે માન્યતા આપી હતી. 1994 માં હોલસેલ ડેટ માર્કેટથી તેનાં કાર્યનો…

વધુ વાંચો >

પટેલ, પંકજ આર

પટેલ, પંકજ આર. (જ. 16 માર્ચ 1953) : ઝાઇડસ લાઇફસાયન્સીસ લિમિટેડ બોર્ડના અધ્યક્ષ. જે એક નવાચાર (ઇનૉવેશન) આધારિત વૈશ્વિક જીવન વિજ્ઞાન કંપની છે. એક દિગ્ગજના રૂપમાં વ્યાપક રૂપે જાણીતા શ્રી પંકજ પટેલે નવાચારને ઉત્તેજન આપ્યું છે અને અપૂરતી સ્વાસ્થ્યસેવા આવશ્યકતાઓના ઉપચાર માટે દુનિયામાં પહેલી અને ભારતમાં પહેલી દવાઓનું બીડું ઝડપ્યું…

વધુ વાંચો >

પાહવા, ઓમકાર સિંહ

પાહવા, ઓમકાર સિંહ (જ. 10 ઑગસ્ટ 1952) : એવોન સાઇકલના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર અને એક સફળ ઉદ્યોગપતિ. ભારતના સાઇકલ-ઉદ્યોગમાં મોટું પરિવર્તન લાવનાર પાહવાને 2025માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. તેમનો જન્મ એવોન સાઇકલની સ્થાપના કરનારા પરિવારમાં થયો હતો. 1973માં તેમણે લુધિયાણાની સરકારી કૉલેજમાંથી બેચરલ ઑફ આર્ટ્સની ડિગ્રી…

વધુ વાંચો >

બજાજ, નીરજ

બજાજ, નીરજ (જ. 10 ઓક્ટોબર, 1954, મુંબઈ) :  દેશમાં 100 વર્ષથી વધારે સમયથી કાર્યરત પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત ઔદ્યોગિકગૃહ બજાજ પરિવારના સભ્ય, બજાજા ગ્રૂપના એક પ્રમોટર, બજાજ ઑટો લિમિટેડના ચૅરમૅન, બજાજ હોલ્ડિંગ્સ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટના વાઇસ ચૅરમૅન, સ્ટીલ કંપની મુકુન્દના મૅનેજિંગ ડાયરેક્ટર. દેશના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ સ્વ. રાહુલ બજાજના પિતરાઈ ભાઈ અને ભારતીય…

વધુ વાંચો >

બંગા, અજયપાલ સિંહ

બંગા, અજયપાલ સિંહ (જ. 10 નવેમ્બર 1959 પુણે, જિ. ખડકી, મહારાષ્ટ્ર) : વર્લ્ડ બૅન્ક સમૂહના અધ્યક્ષ. ભારતીય મૂળના અજય બંગા વિશ્વ બૅન્કના14મા અધ્યક્ષ બન્યા છે. વિશ્વ બૅન્કના 25 સભ્યોના  કાર્યકારી બોર્ડે અજય બંગાને અધ્યક્ષના રૂપમાં પાંચ વર્ષના કાર્યકાળ માટે પસંદ કર્યા છે તેમનો કાર્યકાળ 2 જૂન  2023થી શરૂ થયો છે…

વધુ વાંચો >

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ : શૅરબજાર સાથે લેવાદેવા ન હોય એવા લોકો માટે પણ જાણીતું સ્ટૉક એક્સચેન્જ. BSE કરન્સી અને ડેરિવેટિવ્ઝ જેવાં વિવિધ નાણાકીય સાધનોના વેપાર માટેનું એક વિશાળ પ્લૅટફૉર્મ પૂરું પાડે છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જની સ્થાપના 9 જુલાઈ, 1875ના રોજ થઈ હતી. તે એશિયાનું સૌથી જૂનું સ્ટૉક એક્સચેન્જ છે. 1850ના…

વધુ વાંચો >

મઝૂમદાર-શૉ, કિરણ

મઝૂમદાર-શૉ, કિરણ (જ. 23 માર્ચ, 1953, બૅંગાલુરુ) :  પ્રથમ પેઢીનાં ભારતીય મહિલાઉદ્યોગસાહસિક, ભારતમાં ટોચના ધનિકોમાં 91મું સ્થાન ધરાવતા, બાયૉકોન લિમિટેડ અને બાયૉકોન બાયૉલૉજિક્સ લિમિટેડનાં સ્થાપક. દેશવિદેશમાં ‘બાયૉટેક મૅગ્નેટ’ તરીકે પ્રસિદ્ધ કિરણ મઝૂમદાર-શૉએ વિજ્ઞાન અને રસાયણશાસ્ત્રની પ્રગતિમાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે. દેશની કોઈ પણ આઇઆઇએમ સંસ્થાના બોર્ડનાં ચૅરપર્સન બનેલ પ્રથમ મહિલા.…

વધુ વાંચો >

મલ્હોત્રા, નાદર રોશની

મલ્હોત્રા, નાદર રોશની (જ. 1982, દિલ્હી) :  ભારતીય મહિલાવ્યાવસાયિક. દેશમાં ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી ક્ષેત્રની ટોચની કંપની એચસીએલ ટૅક્નૉલૉજીસનાં ચૅરપર્સન. ભારતમાં કોઈ પણ આઇટી કંપનીનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા. મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પછી વ્યક્તિગત રીતે દેશની ત્રીજી સૌથી ધનિક વ્યક્તિ. એચસીએલ ગ્રૂપ કંપનીઓની હોલ્ડિંગ કંપની એચસીએલ કૉર્પોરેશનનાં સીઇઓ. શિવ નાદર…

વધુ વાંચો >