History of India

ભીલવાડા

ભીલવાડા : રાજસ્થાનમાં અગ્નિકોણ તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 1´થી 25° 58´ ઉ. અ. અને 74° 1´થી 75° 28´ પૂ. રે. વચ્ચેનો 10,455 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અજમેર જિલ્લો, ઈશાન અને પૂર્વ તરફ ટોંક અને બુંદી જિલ્લા,…

વધુ વાંચો >

ભીલસા

ભીલસા : જુઓ વિદિશા

વધુ વાંચો >

ભૂમક

ભૂમક (અંદાજે ઈ.સ.ની પહેલી સદી) : પશ્ચિમ ભારતનો ક્ષહરાત વંશનો ઈસુની પહેલી સદીનો રાજા. ઈસુના આરંભનાં વર્ષોમાં પશ્ચિમ ભારત તથા ઉત્તર–દક્ષિણને જોડતા કેટલાક ભાગોમાં શક જાતિના ક્ષત્રપ રાજાઓની આણ પ્રવર્તતી હતી. ભૂમકને લગતી માહિતી માત્ર એના સિક્કાઓમાંથી જ મળે છે. સિક્કાઓમાં એને એક જગ્યાએ ‘છત્રપછહરાત’ તરીકે જ્યારે બીજી જગ્યાએ ‘ક્ષહરાતક્ષત્રપ’…

વધુ વાંચો >

ભૂમિમિત્ર

ભૂમિમિત્ર : મગધનો કણ્વવંશનો રાજા. ઈ. પૂ. 75માં વસુદેવ નામના અમાત્યે તેના માલિક દેવભૂમિને મારી નંખાવીને મગધમાં નવો વંશ સ્થાપ્યો. તે વંશ તેના ગોત્ર પરથી કણ્વ કે કણ્વાયન તરીકે જાણીતો થયો. આ વંશમાં વસુદેવ, ભૂમિમિત્ર, નારાયણ અને સુશાર્મણ નામે રાજા થઈ ગયા. પુરાણોમાં જણાવ્યા મુજબ આ વંશને આંધ્રોએ ફગાવી દીધો…

વધુ વાંચો >

ભોજ-પરમાર

ભોજ-પરમાર (શાસનકાળ : 1000થી 1055) : માળવાના રાજા સિંધુરાજનો પુત્ર અને પરમાર વંશનો બહુશ્રુત વિદ્વાન કવિ તથા સર્વશ્રેષ્ઠ રાજા. તેના રાજ્યઅમલના ઈ. સ. 1020થી 1047 સુધીના શિલાલેખો મળે છે. તેનું રાજ્ય ચિતોડ, વાંસવાડા, ડુંગરપુર, ભિલસા, ખાનદેશ, કોંકણ અને ગોદાવરીના ઉપલા પ્રદેશો સુધી વિસ્તર્યું હતું. તેના અમલનાં શરૂઆતનાં વરસોમાં તેણે તેના…

વધુ વાંચો >

ભોજ પ્રતિહાર (મિહિર)

ભોજ પ્રતિહાર (મિહિર) (ઈ. સ. 836–885) : પ્રતિહાર વંશનો પ્રતાપી રાજા. તેનો પિતા રામભદ્ર હતો. તેના અવસાન બાદ પ્રતિહાર સામ્રાજ્યનાં સત્તાનાં સૂત્રો ભોજને હસ્તક આવ્યાં. શરૂઆતમાં તે પાલ રાજવી દેવપાલ સામે ફાવ્યો નહિ, તેમજ રાષ્ટ્રકૂટો સામે પણ ખાસ સફળતા મળી જણાતી નથી. ત્રિપુરીના ચેદિઓએ પણ તેને પરાજિત કર્યો જણાય છે;…

વધુ વાંચો >

ભોસલે

ભોસલે : છત્રપતિ શિવાજીનું કુળ. મરાઠાઓમાં ભોંસલે કુળના સરદારો ચિતોડ અને ઉદયપુરના સિસોદિયા રાણાઓના વંશજો હોવાનો દાવો કરે છે. ચૌદમી સદીના આરંભમાં અલાઉદ્દીન ખલજીએ ચિતોડનું રાજ્ય ઉજ્જડ કરી દીધા પછી તેમના કુટુંબના કેટલાક સભ્યો દક્ષિણમાં ગયા. અહમદનગરના નિઝામશાહી સુલતાનની સેવામાં રહેલા મલિક અંબરે યુદ્ધો અને વહીવટમાં હિંદુઓનો સહકાર મેળવીને મુઘલોની…

વધુ વાંચો >

મઉ (મઉનાથભંજન)

મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…

વધુ વાંચો >

મગધ

મગધ : આજના બિહાર પ્રદેશમાં પ્રાચીન કાલમાં પાંગરેલું જનપદ. ઋગ્વેદ, અથર્વવેદ અને બ્રાહ્મણગ્રંથોમાં તેનો ઉલ્લેખ પ્રદેશ તરીકે નહિ, પણ જાતિ તરીકે થયો છે. આ વિસ્તારમાં આર્યેતર જાતિઓની વસ્તી વિશેષ હતી. આ જનપદની રાજધાની ગિરિવ્રજ કે રાજગૃહ હતી અને તે એના વૈભવ માટે પ્રસિદ્ધ હતી. મહાભારતના સમયમાં અહીં બાર્હદ્રથ વંશનું રાજ્ય…

વધુ વાંચો >

મજુમદાર, અંબિકાચરણ

મજુમદાર, અંબિકાચરણ (જ. 1850, સાંડિયા, જિ. ફરીદપુર, બાંગ્લાદેશ; અ. 1922) : હિંદી રાષ્ટ્રીય મહાસભાના વરિષ્ઠ નેતા. એમના પિતા રાધામાધવ મજુમદાર જમીનદાર હતા. 1869માં તેઓ પ્રવેશ(entrance)ની પરીક્ષા પસાર કરીને વધુ અભ્યાસ માટે કલકત્તા ગયા. ત્યાંની પ્રેસિડન્સી કૉલેજમાં અભ્યાસ કરીને એમણે 1875માં એમ.એ.ની અને 1878માં કાયદાની બી.એલ.ની ડિગ્રી મેળવી. એમનાં માતા સુભદ્રાદેવીએ…

વધુ વાંચો >