Gujarati literature
મહેતા, કૌશિકરામ વિઘ્નહરરામ
મહેતા, કૌશિકરામ વિઘ્નહરરામ (જ. 1874, સૂરત; અ. 1951) : જીવનચરિત્રકાર, નિબંધકાર. એમનાં માતા હરદયાગૌરી; પિતા વિઘ્નહરરામ બલરામ. એમનું શિક્ષણ સૂરતમાં. ઈ. સ. 1889માં તેમણે સૂરતની હાઇસ્કૂલમાંથી મૅટ્રિકની પરીક્ષા પસાર કરી અને ઉચ્ચ અભ્યાસ માટે વડોદરા કૉલેજમાં પ્રવેશ લીધો. ત્યાંથી ઈ. સ. 1892માં બી.એ.ની પરીક્ષા તેમણે ભાષા અને સાહિત્યને ઐચ્છિક વિષયો…
વધુ વાંચો >મહેતા, ચંદ્રકાન્ત હરિપ્રસાદ
મહેતા, ચંદ્રકાન્ત હરિપ્રસાદ (જ. 11 નવેમ્બર 1911, ઓલપાડ, જિ. સૂરત) : ગુજરાતી વિવેચક, અનુવાદક. વતન સરસ (જિ. સૂરત). ઈ.સ. 1931માં મૅટ્રિક થયા પછી 1935માં મુખ્ય વિષય અર્થશાસ્ત્ર સાથે બી. એ. 1937માં ગુજરાતી વિષય સાથે એમ.એ. ત્યારબાદ પીએચ.ડી. 1937થી ’45 સુધી મુંબઈની ખાલસા કૉલેજમાં અને 1946થી ’61 સુધી ભવન્સ કૉલેજમાં ગુજરાતીના…
વધુ વાંચો >મહેતા, ચંદ્રકાન્ત હરિશંકર (‘શશિન’)
મહેતા, ચંદ્રકાન્ત હરિશંકર (‘શશિન’) (જ. 6 ઑગસ્ટ 1939, સરખેજ, જિ. અમદાવાદ) : ગુજરાતી સાહિત્યકાર, પત્રકાર. વતન સરોડા. પિતા આખ્યાનકાર અને હિંદુ ધર્મના અભ્યાસી. માતા મણિબહેન. શિક્ષણ સરોડા તથા કેલિયાવાસણાની શાળાઓમાં તથા અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં. હિંદી વિષયમાં એમ. એ., પીએચ. ડી. તથા કાયદાશાસ્ત્રમાં એલ.એલબી. નવગુજરાત કૉલેજમાં હિંદીના પ્રાધ્યાપક તેમજ…
વધુ વાંચો >મહેતા, ચન્દ્રવદન ચીમનલાલ
મહેતા, ચન્દ્રવદન ચીમનલાલ (જ. 6 એપ્રિલ 1901, સૂરત; અ. 4 મે 1991, વડોદરા) : ગુજરાતના સમર્થ નાટ્યકાર, નાટ્યવિદ, કવિ અને આત્મકથાકાર. પિતાને વડોદરામાં રેલવેમાં નોકરી એટલે બાળપણ વડોદરામાં વીતેલું. પ્રાથમિક શિક્ષણ વડોદરામાં અને માધ્યમિક શિક્ષણ સૂરતમાં. શિક્ષકોએ સાહિત્ય અને ઇતિહાસનો રસ લગાડેલો. ‘કાવ્યદોહન’, ‘ચંદ્રકાન્ત’, ‘હિન્દ અને બ્રિટાનિયા’, ‘સરસ્વતીચંદ્ર’ અને ‘કુસુમમાળા’…
વધુ વાંચો >મહેતા, જયા
મહેતા, જયા (જ. 16 ઑગસ્ટ 1932, કોળિયાક, જિ. ભાવનગર) : કવયિત્રી, અનુવાદક, વિવેચક, સંપાદક. ઉપનામ : ‘રીટા શાહ’, ‘જાનકી મહેતા’. પિતાનું નામ વલ્લભદાસ. વતન કોળિયાક (જિ. ભાવનગર). હાલમાં મુંબઈ. 1954માં બી.એ.; 1963માં એમ.એ. ‘અખો, પ્રેમાનંદ, શામળ, દલપતરામ અને નવલરામનો વિશિષ્ટ અભ્યાસ’ – એ વિષય પર તેમણે પીએચ.ડી. કર્યું. એ પછી…
વધુ વાંચો >મહેતા, જિતુભાઈ પ્રભાશંકર (‘ચંડૂલ’)
મહેતા, જિતુભાઈ પ્રભાશંકર (‘ચંડૂલ’) (જ. 19 સપ્ટેમ્બર 1904, ભાવનગર; અ. 2 ઑક્ટોબર 1987) : ગુજરાતી પત્રકાર, નવલકથાકાર અને વાર્તાકાર. પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. અભ્યાસ મેટ્રિક સુધી. સંજોગવશાત્ માત્ર 17 વર્ષની વયે તેમને ખાંડના કારખાનામાં નોકરી લેવી પડી; ત્યારબાદ નસીબ અજમાવવા તેઓ મુંબઈ પહોંચ્યા. મુંબઈમાં એમનું ચિત્ત પત્રકારત્વની દિશામાં ખેંચાયું…
વધુ વાંચો >મહેતા, જીવણલાલ અમરશી
મહેતા, જીવણલાલ અમરશી (જ. 1883, ચલાળા, જિ. અમરેલી; અ. 1940) : નિબંધકાર, ચરિત્રકાર, કોશકાર, અનુવાદક અને પ્રકાશક. માતા કસ્તૂરબાઈ, પિતા અમરશી સોમજી. તેઓ સંજોગવશાત્ ઊંચું શિક્ષણ પ્રાપ્ત કરી શક્યા નહોતા. માત્ર છ ધોરણ સુધી પહોંચ્યા પછી એક વર્ષ તેમણે વડોદરાની ટ્રેનિંગ કૉલેજમાં અભ્યાસ કર્યો, પણ સોળ વર્ષની વયે તેમના પિતાનું…
વધુ વાંચો >મહેતા, તારક જનુભાઈ (જયેન્દ્ર રાય)
મહેતા, તારક જનુભાઈ (જયેન્દ્ર રાય) (જ. 26 ડિસેમ્બર 1929, અમદાવાદ) : ગુજરાતી નાટ્યકાર અને હાસ્યલેખક. 1958માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે એમ. એ. ફિલ્મક્ષેત્રમાં પગપેસારો શક્ય ન બનતાં નાટ્યલેખન શરૂ કર્યું. સમાંતરે ભારત સરકારના ફિલ્મ્સ ડિવિઝનમાં 1960થી ’86માં નિવૃત્તિ સુધી (પ્રથમ વર્ગના રાજ્યપત્રિત) કૉમેન્ટરીલેખક તરીકે સેવા આપી. 1971થી ‘ચિત્રલેખા’ સાપ્તાહિકમાં…
વધુ વાંચો >મહેતા, દિગીશ નાનુભાઈ
મહેતા, દિગીશ નાનુભાઈ (જ. 12 જુલાઈ 1934, પાટણ; અ. 26 જૂન 2001, અમદાવાદ) : ગુજરાતી નિબંધકાર, નવલકથાકાર અને વિવેચક. માતા સુશીલાબહેન. શાળાકીય અભ્યાસ સિદ્ધપુરમાં. ઉચ્ચશિક્ષણ ધર્મેન્દ્રસિંહજી કૉલેજ, રાજકોટ તથા ગુજરાત કૉલેજ અમદાવાદમાં, બી.એ. અંગ્રેજી મુખ્ય વિષય સાથે (1953). એમ.એ. અંગ્રેજી સાહિત્ય સાથે (1955). યુનિવર્સિટી ઑવ્ લીડ્ઝ (યુ.કે.)નો અનુસ્નાતક ડિપ્લોમા (1968).…
વધુ વાંચો >મહેતા, દીપક ભૂપતરાય
મહેતા, દીપક ભૂપતરાય (જ. 26 નવેમ્બર 1939, મુંબઈ) : વિવેચક, અનુવાદક, સંપાદક. વતન ભાવનગર. 1957માં મુંબઈની ન્યૂ ઇરા હાઇસ્કૂલમાંથી મૅટ્રિક. 1961માં ગુજરાતી, સંસ્કૃત વિષયો સાથે બી.એ. 1963માં એમ.એ.; એમ.એ.માં ગુજરાતીમાં સૌથી વધુ ગુણ મેળવવા માટે તેમને બ. ક. ઠાકોર સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. 1963થી 1974 સુધી કે. જે. સોમૈયા કૉલેજ,…
વધુ વાંચો >