Geography
કુદરતી સાધનસંપત્તિનું સંરક્ષણ
કુદરતી સાધનસંપત્તિનું સંરક્ષણ (protection of natural resources) : કુદરતે બક્ષેલી સાધનસંપત્તિની પ્રાપ્તિ, વપરાશ, વૃદ્ધિ અને જાળવણી માટેના પ્રયાસો. કુદરતે બક્ષેલી સાધનસંપત્તિનું નિયમન અને જતન કરી તેની વૃદ્ધિ અથવા પુનરુપયોગ કરવા માટેના તર્કબદ્ધ પ્રયાસ. કુદરતી સાધનસંપત્તિનો ઉપયોગ કરવો અને તેને પુન:પ્રાપ્ય કરવો તે માનવસમાજનો પ્રયાસ રહ્યો છે. આ માટે માનવસમાજ અને…
વધુ વાંચો >કુનૂર
કુનૂર : તામિલનાડુ રાજ્યમાં આવેલું હવાખાવાનું સ્થળ. તે 11° 21’ ઉ. અ. અને 76° 46’ પૂ. રે. પર આવેલું છે. નીલગિરિ પર્વતના ટાઇગર શિખર નજીક વસેલું આ સ્થળ વનરાજિથી આચ્છાદિત છે. તે સમુદ્ર સપાટીથી લગભગ 1830 મીટરની ઊંચાઈએ આવેલું છે. તેનાથી લગભગ અગિયાર કિમી. દૂર ઈશાનમાં સેંટ કેથેરિન જળધોધ આવેલો…
વધુ વાંચો >કુપવારા
કુપવારા (Kupwara) : જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશનો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 34° 20′ ઉ. અ. અને 74° 20′ પૂ. રે.ની આજુબાજુનો 2,379 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મુઝફફરાબાદ, પૂર્વમાં બારામુલા, દક્ષિણે અને પશ્ચિમે મુઝફફરાબાદ જિલ્લા આવેલા છે. જિલ્લામથક કુપવારા શ્રીનગરથી વાયવ્યમાં આશરે…
વધુ વાંચો >કુમાઉં પ્રદેશ
કુમાઉં પ્રદેશ : હિમાલયની હારમાળામાં આવેલાં ગિરિમથકો માટે જાણીતો રમણીય પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 28° 55’થી 30° 50′ ઉ. અ. અને 78° 52’થી 80° 56′ પૂ. રે. વચ્ચે આવેલો છે. આ પ્રદેશ નૈનિતાલ, અલમોડા, તેહરી ગઢવાલ અને ગઢવાલ જિલ્લાઓથી બનેલો છે. આ પ્રદેશનો સમાવેશ ઉત્તરાંચલ રાજ્યમાં થાય છે. તેની…
વધુ વાંચો >કુમ્બ્રિયન પર્વતો
કુમ્બ્રિયન પર્વતો : ઇંગ્લૅન્ડના વાયવ્ય ભાગમાં આવેલું ગુંબજાકાર પર્વતીય ક્ષેત્ર. તે કેલિડોનિયન ગિરિનિર્માણક્રિયાથી રચાયેલા છે. તેનો મધ્યનો ભાગ વિશેષત: ઓર્ડોવિસિયન અને સાઇલ્યુરિયન કાળના પ્રાચીન ખડકોનો બનેલો છે. સ્કેફેલ તેનું ઊંચામાં ઊંચું શિખર આશરે 980 મી. જેટલું છે. વિન્ડરમિયર તેનું મોટામાં મોટું સરોવર છે. ઇડેન, ડરવેન્ટ, લુને, લાઉડર અને સેન્ટર જૉન…
વધુ વાંચો >કુરીતીબા
કુરીતીબા : બ્રાઝિલના પારાના પ્રદેશનું શહેર. તે 25° 25′ દક્ષિણ અક્ષાંશ અને 49° 25′ પશ્ચિમ રેખાંશ પર આવેલું છે. અતિ પ્રાચીન ખડકોની બનેલ બ્રાઝિલિયન ઉચ્ચભૂમિ પર સમુદ્રની સપાટીથી 908 મીટર આશરે ઊંચાઈએ તે વસેલું છે. 1654માં સુવર્ણક્ષેત્રનું ખોદકામ કરવાના મથક તરીકે તેની શરૂઆત થઈ હતી. ઈ. સ. 1668થી 1853 સુધી…
વધુ વાંચો >કુરુક્ષેત્ર
કુરુક્ષેત્ર : હરિયાણા રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 29° 34′ 15” ઉ. અ.થી 30° 15′ 15” ઉ. અ. અને 76° 10′ 10” થી 77° 17′ 05” પૂ. રે. વચ્ચેનો 1,530 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અંબાલા જિલ્લો; પૂર્વમાં જિલ્લા સરહદ…
વધુ વાંચો >કુરુદેશ
કુરુદેશ : પૌરાણિક પરંપરા અનુસાર ઉત્તરે સરસ્વતી અને દક્ષિણે ર્દષદ્વતી વચ્ચે આવેલો પ્રદેશ. વેદકાળ દરમિયાન કુરુ રાજ્યમાં હાલનાં થાણેશ્વર, દિલ્હી અને અપર ગંગા-દોઆબનો સમાવેશ થતો. વેદસંહિતાઓ, બ્રાહ્મણ, ઉપનિષદ અને સૂત્રકાળમાં કુરુક્ષેત્ર એ મુખ્ય સ્થળ હતું, જે કુરુપાંચાલોનો પ્રદેશ કહેવાતો. તેની દક્ષિણે ખાંડવ, ઉત્તરે તુર્ધ્ન અને પશ્ચિમે પરીણા આવેલાં હતાં. વશો…
વધુ વાંચો >કુરોશીઓ
કુરોશીઓ : જાપાનના પૂર્વ કિનારે વહેતો ગરમ સમુદ્રપ્રવાહ. પૅસિફિક મહાસાગરમાં 10° અને 35° ઉ. અ. વચ્ચે કાયમી વેપારી પવનો વાય છે. આથી ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ જન્મે છે. આ પ્રવાહ ઉત્તર ફિલિપ્પાઇનના લ્યુઝોન ટાપુથી શરૂ થઈ તાઇવાનના કિનારે થઈને જાપાનના પૂર્વ કિનારે 35° ઉ. અ. સુધી વહે છે. તાઇવાનથી ઉત્તરે જાપાન…
વધુ વાંચો >કુર્તબા (શહેર)
કુર્તબા (શહેર) : આજના સ્પેન ઉપર મધ્યયુગમાં ઉમૈય્યા વંશના અરબોનું શાસન હતું ત્યારનું તેનું પાટનગર. ઉમૈય્યા વંશના ખલીફા અબ્દુર્-રહેમાન ત્રીજાએ 936માં તેનું બાંધકામ શરૂ કર્યું હતું. આ ખલીફા અલ-નાસિરના નામે પણ ઓળખાય છે. ખલીફાએ પોતાની એક કનીઝના નામ ઉપરથી સૌપ્રથમ એક ભવ્ય મહેલ અલ-ઝહરા બંધાવ્યો હતો. આ મહેલમાં ચારસો ખંડો…
વધુ વાંચો >