Geography

ઉઝબેકિસ્તાન

ઉઝબેકિસ્તાન : મધ્ય એશિયામાંના રશિયાથી અલગ થયેલું પ્રજાસત્તાક રાજ્ય. ભૌગોલિક માહિતી : આ દેશ 37oથી 48o ઉ. અ. અને 56oથી 68o પૂ. રે. વચ્ચે આવેલો છે આ ભૂમિબંદીસ્ત દેશ કે  જેની ઉત્તરે અને વાયવ્યે કઝાકિસ્તાન, પૂર્વમાં અને અગ્નિએ કિર્ગીઝિસ્તાન અને તાઝીકિસ્તાન જ્યારે દક્ષિણ અને નૈર્ઋત્યે અફઘાનિસ્તાન તેમજ તુર્કમેનિસ્તાન સરહદરૂપે આવેલાં…

વધુ વાંચો >

ઉટાકામંડલમ્ (ઊટી)

ઉટાકામંડલમ્ (ઊટી) : તામિલનાડુ રાજ્યમાં નીલગિરિ જિલ્લામાં નીલગિરિ પર્વતમાળાની વચ્ચે આવેલું ગિરિનગર. આ પર્વત સમુદ્રની સપાટીથી આશરે 2,286 મીટરની ઊંચાઈ ધરાવે છે. ઉટાકામંડલમનો અર્થ તામિલનાડુની આદિવાસી ભાષામાં ‘પથ્થરગામ’ એવો થાય છે. ઈ. સ. 1819માં અહીંના રમણીય પ્રાકૃતિક સૌંદર્યથી આકર્ષાઈને એક અંગ્રેજ અફસરે આરામગૃહથી તેની શરૂઆત કરેલી. અંગ્રેજ અમલ દરમિયાન તે…

વધુ વાંચો >

ઉટાહ

ઉટાહ : અમેરિકાના સમવાયનું એક રાજ્ય. તેની સ્થાપના 1847માં થઈ અને 1896માં અમેરિકાના સમવાયતંત્રનું તે પિસ્તાળીસમું રાજ્ય બન્યું. તે પહેલાં આ પ્રદેશમાં ઉટે ઇન્ડિયન નામની આદિવાસી પ્રજા વસવાટ કરતી હતી. ઉટે પરથી પ્રદેશને ઉટાહ – ‘પહાડી વિસ્તારોમાં વસવાટ કરનારા’ એવું નામ આપવામાં આવ્યું છે. તે ‘ધ બીહાઇવ સ્ટેટ’ના ઉપનામથી પણ…

વધુ વાંચો >

ઉત્કલ

ઉત્કલ : જુઓ ઓરિસા.

વધુ વાંચો >

ઉત્તર કન્નડ

ઉત્તર કન્નડ : દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યનો જિલ્લો. 1956 સુધી તે ભૂતપૂર્વ મુંબઈ રાજ્યનો જિલ્લો હતો ત્યારે તે કનારા (Canara) નામથી ઓળખાતો. તેનો વિસ્તાર 10,291 ચોરસ કિમી. તથા વસ્તી 15 લાખ (2011) છે. રાજ્યના પશ્ચિમે આવેલા આ જિલ્લાના પૂર્વ તરફ પશ્ચિમ ઘાટનો પ્રદેશ તથા પશ્ચિમ તરફ અરબી સમુદ્રના દરિયાકાંઠાની સાંકડી…

વધુ વાંચો >

ઉત્તરકાશી

ઉત્તરકાશી : ઉત્તરાખંડ રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો, જિલ્લામથક તથા પવિત્ર યાત્રાધામ. ઉત્તરકાશીનો અલગ જિલ્લો થયો તે પહેલાં તે ટેહરી જિલ્લામાં ગણાતું. તે 30o 40′ ઉ. અ. અને 78o 27′ પૂ. રે.ની આજુબાજુનો 7,951 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં યમનોત્રી, ઈશાનમાં ગંગોત્રી, પૂર્વ તરફ કેદારનાથ, દક્ષિણ તરફ…

વધુ વાંચો >

ઉત્તર ડાકોટા

ઉત્તર ડાકોટા : અમેરિકાનાં સંયુક્ત રાજ્યોમાં ઉત્તર દિશાએ મધ્યમાં આવેલું 39મું (1889) ઘટક રાજ્ય. તે 47o 30′ ઉ. અ. અને 100o 15′ પૂ.રે.ની આજુબાજુનો 17,877 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વે મિનેસોટા, દક્ષિણે દક્ષિણ ડાકોટા, પશ્ચિમે મૉન્ટાના તથા ઉત્તરે કૅનેડાના બે પ્રાંતો – સસ્કેચાન (Saskatchewn) અને માનિટોબા (Manitoba)…

વધુ વાંચો >

ઉત્તરપ્રદેશ

ઉત્તરપ્રદેશ વસ્તીની ર્દષ્ટિએ ભારતનું સૌથી મોટું અને મહત્વનું  રાજ્ય. તે 23o 52’થી 30o 19´ ઉ. અ. અને 77o 10’થી 89o 39′ પૂ. રે. વચ્ચેનો 2,43,290 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ભારતમાં વિસ્તારની ર્દષ્ટિએ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પછી ચોથા ક્રમે આવે છે. તેની ઉત્તરે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ, પશ્ચિમે…

વધુ વાંચો >

ઉત્તર દિનાજપુર

ઉત્તર દિનાજપુર : પશ્ચિમ બંગાળ રાજ્યના પશ્ચિમ દિનાજપુર જિલ્લાને બે વિભાગમાં વહેંચવામાં આવેલો : ઉત્તર દિનાજપુર અને દક્ષિણ દિનાજપુર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 25 11´ ઉ. અ.થી 26 49´ ઉ. અ. અને 87 49´ પૂ. રે. થી 90 00´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લો પૂર્વમાં બાંગ્લાદેશના પંચગર(panchagarh), ઠાકુરગાંવ,…

વધુ વાંચો >

ઉત્તર સમુદ્ર

ઉત્તર સમુદ્ર : બેલ્જિયમ, નેધરલૅન્ડ, જર્મની, ડેન્માર્ક, સ્વીડન તથા નૉર્વેથી ઇંગ્લૅન્ડને અલગ પાડતો દરિયાઈ જળપ્રદેશ. બ્રિટન તથા યુરોપખંડના અન્ય દેશો વચ્ચે આવેલ ઉત્તર આટલાંટિક મહાસાગરનો તે ફાંટો છે. ભૌગોલિક સ્થાન : આશરે 51oથી 60o ઉ. અ. તથા 5o પ. રે. થી 10o પૂ. રે. વચ્ચેનો જળવિસ્તાર. 250 લાખ વર્ષ પહેલાં…

વધુ વાંચો >