Geography

બ્રિસ્ટૉલની ખાડી

બ્રિસ્ટૉલની ખાડી : આટલાન્ટિક મહાસાગરનો વેલ્સ અને નૈર્ઋત્ય ઇંગ્લૅન્ડ વચ્ચે આવેલો ફાંટો. સેવર્ન નદી તરફ તે 130 કિમી.ની લંબાઈમાં વિસ્તરેલો છે, પશ્ચિમ છેડે તેની પહોળાઈ આશરે 70 કિમી. જેટલી અને કાર્ડિફ બંદર નજીકની પહોળાઈ માત્ર 8 કિમી. જેટલી છે. દરિયા તરફથી આવતાં ભરતી-મોજાં પૂર્વ તરફ સાંકડી થતી ખાડીમાં જોશબંધ ધસી…

વધુ વાંચો >

બ્રિસ્બેન

બ્રિસ્બેન : પૂર્વ ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલૅન્ડ રાજ્યનું પાટનગર તથા મહત્વનું વ્યાપારી મથક. તે ઑસ્ટ્રેલિયા ખંડનું ત્રીજા ક્રમે આવતું મોટામાં મોટું શહેર છે. ભૌગોલિક સ્થાન : 27° 28´ દ. અ. અને 153° 02´ પૂ. રે. શહેર તથા અહીંથી વહેતી નદીનું નામ એક જ છે, જે ન્યૂ સાઉથ વેલ્સ રાજ્ય(ક્વીન્સલૅન્ડ અગાઉ ન્યૂ સાઉથ…

વધુ વાંચો >

બ્રુક્સ પર્વતમાળા

બ્રુક્સ પર્વતમાળા : યુ.એસ.ના પશ્ચિમ ભાગમાં આવેલી રૉકીઝ પર્વતમાળાનું ઉત્તર અલાસ્કામાં ઉત્તરતરફી વિસ્તરણ. તે દક્ષિણ તરફની અલાસ્કા હારમાળા તથા અગ્નિ તરફની મેકેન્ઝી પર્વતોને યુકોન અને પોર્ક્યુપાઇન નદીરચનાઓના નીચાણવાળા ભૂમિભાગ દ્વારા અલગ પાડે છે. બ્રુક્સ હારમાળા અલાસ્કાની આરપાર ચુકચી સમુદ્રથી કૅનેડાની યુકોન સરહદ સુધીની 965 કિમી. જેટલી લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ તરફ…

વધુ વાંચો >

બ્રુન્સવીક

બ્રુન્સવીક : જર્મનીમાં આવેલું ઔદ્યોગિક શહેર. ભૌગોલિક સ્થાન : 52° 16´ ઉ. અ. અને 10° 31´ પૂ. રે. પર તે હેનોવરથી આશરે 55 કિમી. અંતરે અગ્નિકોણમાં ઓકર નદીને કિનારે વસેલું છે. ‘બ્રુન્સવીગ’ (Braunschweig) એ પ્રાચીન લૅટિન શબ્દ (અર્થ બ્રુનોનું ગામ) છે અને તેના પરથી આ સ્થળને નામ અપાયેલું છે. અહીંના…

વધુ વાંચો >

બ્રૂનેઈ

બ્રૂનેઈ : અગ્નિ એશિયામાં બૉર્નિયોના ટાપુના ઉત્તરભાગમાં આવેલો નાનો દેશ. ભૌગોલિક સ્થાન : તે 4° 55´ ઉ. અ. અને 114° 55´ પૂ. રે.ની આસપાસ 5,765 ચોકિમી.નો વિસ્તાર ધરાવે છે. તે ઉત્તર અને વાયવ્ય તરફ દક્ષિણી ચીની સમુદ્રથી અને બાકીની બધી દિશાઓમાં સારાવાક(મલયેશિયા)થી ઘેરાયેલું છે. દેશનું મોટાભાગનું ભૂપૃષ્ઠ સમતળ છે, અંતરિયાળ…

વધુ વાંચો >

બ્રેટિસ્લાવા (પ્રેસબર્ગ)

બ્રેટિસ્લાવા (પ્રેસબર્ગ) : અગાઉના ચેકોસ્લોવૅકિયાના સ્લાવાક સોશિયાલિસ્ટ રિપબ્લિકનું પાટનગર તથા પશ્ચિમ સ્લોવૅકિયા વિસ્તારનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : તે 48° 09´ ઉ. અ. અને 17° 07´ પૂ. રે. પર વિયેનાથી પૂર્વમાં 56 કિમી. અંતરે ડેન્યૂબ નદીને કાંઠે વસેલું છે. પ્રાગ પછીના બીજા ક્રમે આવતું તે દેશનું મોટું શહેર ગણાય છે.…

વધુ વાંચો >

બ્રેમન

બ્રેમન : વાયવ્ય જર્મનીમાં આવેલું બ્રેમન રાજ્યનું પાટનગર, ઉત્તર યુરોપનું જાણીતું ઔદ્યોગિક અને વ્યાપારી મથક તથા ઉત્તર જર્મની વિસ્તારનું મહત્વનું નદીબંદર. ભૌગોલિક સ્થાન : તે 53° 08´ ઉ. અ. અને 8° 47´ પૂ. રે. પર ઉત્તર સમુદ્ર કિનારાથી દક્ષિણે આશરે 70 કિમી. અંતરે વેઝર નદીને બંને કાંઠે વસેલું છે. 404…

વધુ વાંચો >

બ્રેસ્ટ

બ્રેસ્ટ : ફ્રાન્સના વાયવ્ય કિનારે બ્રિટાની દ્વીપકલ્પના પશ્ચિમ છેડા પર આવેલું શહેર, ઔદ્યોગિક ક્ષેત્રે સંકળાયેલું મહત્વનું વાણિજ્યમથક તથા શ્રેષ્ઠ કક્ષાનું લશ્કરી બંદર. વળી તે ફ્રાન્સનું મુખ્ય નૌકાકેન્દ્ર તથા આણ્વિક પનડૂબી (nuclear submarine) માટેનું મથક પણ છે. ભૌગોલિક સ્થાન : 48° 24´ ઉ. અ. અને 4° 29´ પ. રે. તે પૅરિસથી…

વધુ વાંચો >

બ્રોકન હિલ

બ્રોકન હિલ : અગ્નિ ઑસ્ટ્રેલિયાના મધ્ય પશ્ચિમ ભાગમાં ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યની પશ્ચિમ સરહદે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 31° 57´ દ. અ. અને 141° 27´ પૂ. રે. મેઇન બૅરિયર રેઇન્જ(પર્વતમાળા)ની પૂર્વ બાજુએ, દક્ષિણ ઑસ્ટ્રેલિયા રાજ્યની સરહદથી પૂર્વ તરફ 50 કિમી. અંતરે, એડેલેઇડથી ઈશાનમાં 400 કિમી. અંતરે અને સિડનીથી પશ્ચિમે…

વધુ વાંચો >

બ્લૂ પર્વતમાળા

બ્લૂ પર્વતમાળા (1) : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં સિડનીથી પશ્ચિમે આશરે 65 કિમી.ને અંતરે આવેલા પર્વતો. તે વાદળી રંગના દેખાતા હોવાથી અહીંના પ્રથમ વસાહતીઓએ તેને આ પ્રમાણેનું નામ આપેલું છે. તેમનો આ વાદળી રંગ પર્વતીય ઢોળાવો પર ઊગતાં વિવિધ પ્રકારનાં નીલગિરિ વૃક્ષોમાંથી છૂટાં પડીને હવામાં વિખેરાતાં તૈલી બુંદો પર પડતાં…

વધુ વાંચો >