Gardening
બાર્લેરિયા
બાર્લેરિયા : દ્વિદળી વર્ગમાં આવેલા ઍકેન્થેસી કુળની એક પ્રજાતિ. તે ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થતી કાંટાળી કે અશાખિત શાકીય અથવા ઉપક્ષુપ (undershrub) જાતિઓની બનેલી છે. ભારતમાં તેની 26 જેટલી જાતિઓ થાય છે. ઉદ્યાનોમાં નીચી વાડ તરીકે સામાન્યત: Barleria. gibsonii Dalz. B. lupulina Lindl. અને B. montana Nees. ઉગાડવામાં આવે છે. કાંટાશેળિયાનું વૈજ્ઞાનિક…
વધુ વાંચો >બોગનવિલા
બોગનવિલા : દ્વિદળી વર્ગમાં આવેલા નિક્ટેજિનેસી કુળની એક શોભન વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Bougainvillea spectabilis છે. ડૉ. બોગનવેલ નામના એક ફ્રેન્ચ નાવિકે દક્ષિણ અમેરિકામાંથી આ જાત આણી અને તે પરથી આનું નામ બોગનવિલા પડ્યું છે. આમ તો એ છોડ અને વેલ એ બેની વચમાંની જાત છે. એને કાંટા હોય છે.…
વધુ વાંચો >બૉન્સાઈ
બૉન્સાઈ : વૃક્ષને તદ્દન નાનું રાખી કૂંડામાં ઉછેરવાની એક ઉદ્યાનવિદ્યાકીય (horticultural) પદ્ધતિ. બૉન્સાઇ જાપાની શબ્દ છે. જાપાની સ્ત્રીઓ એમના પગની પાનીઓ નાનપણમાં સખત બાંધી રાખી નાની રાખવા પ્રયત્ન કરે છે. તે જ પ્રમાણે સો-દોઢ સો વર્ષનું વૃક્ષ એની શાખાઓ, પર્ણો, પુષ્પ, ફળ, વડવાઈઓ (હોય તો) બધું એક કૂંડામાં 50થી 60…
વધુ વાંચો >બૉરલૉગ, નૉર્મન
બૉરલૉગ, નૉર્મન (જ. 15 માર્ચ 1914, ફ્રેસ્કો, આયોવા, અમેરિકા; અ. 12 સપ્ટેમ્બર 2009, ડલાસ અમેરિકા) : વિખ્યાત અમેરિકન વનસ્પતિ-રોગચિકિત્સક (plant pathologist), બાગવાન (plant breeder) તથા વિશ્વના વિકાસશીલ દેશોમાં હરિયાળી ક્રાંતિનું સર્જન કરનાર વૈજ્ઞાનિક. સમગ્ર શિક્ષણ અમેરિકામાં. અમેરિકાની મિનેસોટા યુનિવર્સિટીમાંથી વનસ્પતિ-રોગચિકિત્સા વિષયમાં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1944–60 દરમિયાન મેક્સિકોમાં રૉકફેલર ફાઉન્ડેશનની…
વધુ વાંચો >બોરસલ્લી
બોરસલ્લી : જુઓ બકુલ
વધુ વાંચો >મદનબાણ
મદનબાણ : જુઓ મોગરો
વધુ વાંચો >મધુકામિની
મધુકામિની : દ્વિદળી વર્ગમાં આવેલા રૂટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Murraya paniculata (Linn.) Jack syn. M. exotica Linn. (હિં., બં. કામિની; મ. કુંતી, પંડરી; ગુ. મધુકામિની, કામિની, કુંતી, જાસવંતી; તે. નાગાગોલુંગા, કરેપકુ; ત. કોજી; ક. પાંડ્રી; અં. ઇંડિયન બૉક્સ ટ્રી, ચાઇના બૉક્સ ટ્રી, ઑરેન્જ જૅસ્મિન) છે. મીઠો લીમડો…
વધુ વાંચો >મધુમાલતી
મધુમાલતી : દ્વિદળી વર્ગમાં આવેલા કૉમ્બ્રિટૅસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Quisqualis indica Linn. syn. Q. densiflora Wall. ex Mig. (હિં. રંગૂન કી બેલ; ગુ. મધુમાલતી, બારમાસી વેલ, ઝૂમખા વેલ, લાલ ચમેલી; તે. રંગોની મલ્લે; ત. ઇરંગૂનમલ્લી; અં. રંગૂન ક્રીપર) છે. તે મોટી કાષ્ઠમય ક્ષુપિલ વેલ છે અને ઉષ્ણકટિબંધીય…
વધુ વાંચો >મરવો
મરવો : જુઓ ડમરો
વધુ વાંચો >મરંટા
મરંટા : એકદળી વર્ગમાં આવેલા મરંટેસી કુળની એક નાનકડી પ્રજાતિ. તેની જાતિઓ બહુવર્ષાયુ શાકીય હોય છે અને ઉષ્ણકટિબંધીય અમેરિકાની મૂલનિવાસી છે. કેટલીક જાતિઓ શોભન-વનસ્પતિ તરીકે વાવવામાં આવે છે. Maranta arundinacea Linn. syn. Calathea arundinacea (હિં. તીખોર; બં. ગુ. આરારૂટ; મ. તાવકીલ; તે. પાલાગુંથા; ત. કાવામાઉ; મલ. કૂવા; અં. વેસ્ટ ઇંડિયન…
વધુ વાંચો >