Film
સલીમ-જાવેદ
સલીમ–જાવેદ (સલીમ : જ. 1935, જાવેદ : જ. 17 જાન્યુઆરી 1945, ગ્વાલિયર) : ભારતીય પટકથાલેખકો. હિંદી ચિત્રોના ઇતિહાસમાં સીમાચિહ્ન બની જનારાં ચિત્રો ‘શોલે’ અને ‘દીવાર’ સહિત અનેક સફળ ચિત્રોની પટકથા લખનારી લેખક-બેલડી સલીમ ખાન અને જાવેદ અખ્તર ‘સલીમ-જાવેદ’ તરીકે ખ્યાતિ પામી. અર્થસભર ચોટદાર સંવાદો, જકડી રાખે એવાં દૃશ્યો અને પાત્રાલેખન…
વધુ વાંચો >સહાની, બલરાજ
સહાની, બલરાજ (જ. 1 મે 1913, રાવલપિંડી, હાલ પાકિસ્તાન; અ. 13 એપ્રિલ 1973, મુંબઈ) : હિંદી ચલચિત્રોના અભિનેતા. પરિપક્વ ઉંમરે અભિનેતા બનેલા બલરાજ સહાની અભિનયમાં નાટકીયતા કરતાં સ્વાભાવિકતાને વધુ મહત્ત્વ આપતા. ગવર્નમેન્ટ કૉલેજ, લાહોરમાંથી તેઓ અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. થયા હતા. પિતાનો કપડાંનો વેપાર હતો. તેમના કહેવાથી ધંધો સંભાળી લેવો…
વધુ વાંચો >સંચાર ફિલ્મ કો-ઑપરેટિવ સોસાયટી લિ.
સંચાર ફિલ્મ કો–ઑપરેટિવ સોસાયટી લિ. : સહિયારો પ્રયાસ કરીને ચલચિત્રનિર્માણ કરવા રચાયેલી ગુજરાતની એકમાત્ર સંસ્થા. આ સંસ્થાની રચના ચલચિત્રનિર્માણમાં રસ ધરાવતા કેટલાક યુવાનોએ કરી હતી, જેમાં દિગ્દર્શક કેતન મહેતાનો પણ સમાવેશ થતો હતો; પણ, એ દિવસોમાં કેતન મહેતાએ હજી કારકિર્દીનો પ્રારંભ જ કર્યો હતો. અમદાવાદ ખાતેના ‘ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશને’…
વધુ વાંચો >સંજીવકુમાર
સંજીવકુમાર (જ. 9 જુલાઈ 1937, સૂરત; અ. 6 નવેમ્બર 1985, મુંબઈ) : હિંદી-ગુજરાતી ચિત્રો, રંગભૂમિના અભિનેતા. મૂળ નામ હરિહર જરીવાળા, હિંદી ચલચિત્રજગતમાં ઉત્કૃષ્ટ અને સંવેદનશીલ અભિનેતા તરીકે કાયમી છાપ છોડી જનારા સંજીવકુમારે હિંદી ચિત્રોમાં પ્રારંભ તો ‘નિશાન’ જેવા અતિ સામાન્ય ચિત્રથી કર્યો હતો, પણ સમયની સાથે તેમને મળતાં પાત્રોમાં તેઓ…
વધુ વાંચો >સંપત, દ્વારકાદાસ
સંપત, દ્વારકાદાસ (જ. 1884, જામખંભાળિયા, ગુજરાત; અ. 1958) : ચિત્રસર્જક. ભારતીય ચલચિત્ર-ઉદ્યોગનો વિકાસ કરવામાં પાયાનું યોગદાન આપનારાઓમાં દ્વારકાદાસ નારાયણદાસ સંપતનું નામ ભારતીય ચિત્રોના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. ચલચિત્ર-કલાની તકનીક વિશે કંઈ ન જાણતા હોવા છતાં દ્વારકાદાસ સંપતને આ માધ્યમમાં વ્યાપક સંભાવનાઓ નજરે પડી હતી અને તેમણે પોતાની સૂઝબૂઝથી આ…
વધુ વાંચો >સંસ્કાર (ચલચિત્ર)
સંસ્કાર : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1970. ભાષા : કન્નડ. શ્વેત અને શ્યામ. દિગ્દર્શક : ટી. પટ્ટાભિરામ રેડ્ડી. પટકથા : ગિરીશ કર્નાડ. કથા : અનંતમૂર્તિની નવલકથા ‘સંસ્કાર’ પર આધારિત, યુ. આર. સંગીત : રાજીવ તારનાથ. છબિકલા : ટૉમ કોવેન. મુખ્ય કલાકારો : ગિરીશ કર્નાડ, સ્નેહલતા રેડ્ડી, પી. લંકેશ, બી. આર. જયરામ,…
વધુ વાંચો >સાઇકો
સાઇકો : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1960. ભાષા : અંગ્રેજી. શ્વેત અને શ્યામ. નિર્માતા-દિગ્દર્શક : આલ્ફ્રેડ હિચકોક. કથા : રૉબર્ટ બ્લૉચની નવલકથા પર આધારિત. પટકથા : જૉસેફ સ્ટિફેનો. છબિકલા : જૉન એલ. રસેલ. મુખ્ય પાત્રો : ઍન્થની પર્કિન્સ, જેનેટ લી, નેરા માઇલ્સ, જૉન ગેવિન, માર્ટિન બાલ્સામ, જૉન મેકિનટાયર, સિમોન ઑકલૅન્ડ, ફ્રૅન્ક…
વધુ વાંચો >સાગર મૂવીટોન
સાગર મૂવીટોન : સ્થાપના 1930. ભારતીય ચલચિત્રનિર્માતા સંસ્થા. ભારતીય ચલચિત્રોનો સવાક યુગ શરૂ થવા આડે માંડ એકાદ વર્ષની વાર હતી ત્યારે સાગર ફિલ્મ કંપનીની સ્થાપના ચિમનલાલ વી. દેસાઈએ કરી હતી. તેમના ભાગીદાર અંબાલાલ પટેલ હતા. ચિમનલાલ દેસાઈ મૂળ તો બૅંગાલુરુમાં કોલસાનો વેપાર કરતા હતા. ચલચિત્રો સાથે આમ કોઈ લેવાદેવા હતી…
વધુ વાંચો >સાગર, રામાનંદ
સાગર, રામાનંદ (જ. 29 ડિસેમ્બર 1917, અસલ ગુરુ કે નામ, લાહોર ઇલાકો, હવે પાકિસ્તાનમાં; અ. 12 ડિસેમ્બર 2005, મુંબઈ) : ચલચિત્ર અને દૃશ્ય-શ્રાવ્ય ક્ષેત્રના અગ્રણી નિર્માતા, દિગ્દર્શક તથા પટકથા-સંવાદલેખક અને હિંદી તથા ઉર્દૂ ભાષાના સાહિત્યસર્જક. મૂળ નામ ચંદ્રમૌલિ, પરંતુ મોસાળ પક્ષના પરિવારે દત્તક લીધા બાદ તેમને ‘રામાનંદ’ નામ આપવામાં આવ્યું.…
વધુ વાંચો >સાગર સંગમે
સાગર સંગમે : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1958. શ્વેત અને શ્યામ. ભાષા : બંગાળી. દિગ્દર્શક : દેવકી બોઝ. પટકથા : દેવકી બોઝ, પ્રેમેન્દ્ર મિત્ર. સંગીત : આર. સી. બોરાલ. છબિકલા : બિમલ મુખોપાધ્યાય. મુખ્ય કલાકારો : ભારતી દાસ, મંજુ અધિકારી, નીતેશ મુખોપાધ્યાય, ઝહર રૉય, તુલસી લાહિડી, શૈલેન મુખરજી. બંગાળી ચિત્રજગતમાં નોંધપાત્ર…
વધુ વાંચો >