Film
બર્ગમૅન, ઇંગમાર
બર્ગમૅન, ઇંગમાર (જ. 14 જુલાઈ 1918, ઉપસાલા, સ્વીડન) : સ્વિડિશ ચલચિત્રોને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવનાર દિગ્દર્શક. પિતાના અત્યંત કઠોર અનુશાસન હેઠળ તેમનું બાળપણ વીત્યું હતું. બાળપણના આ અનુભવોનું તેમનાં ચિત્રોમાં પ્રતિબિંબ પડતું રહ્યું છે. કારકિર્દીનો પ્રારંભ નાની ઉંમરે રંગમંચથી કર્યો. સ્ટૉકહોમ યુનિવર્સિટીમાં નાટકોમાં અભિનય ઉપરાંત દિગ્દર્શન પણ કર્યું. સાહિત્ય અને કળા…
વધુ વાંચો >બર્ટન, રિચાર્ડ
બર્ટન, રિચાર્ડ (જ. 1925, પોન્ટ્રહિડફેન, સાઉથ વેલ્સ; અ. 1984) : અંગ્રેજી રંગમંચ અને ચલચિત્રોના અભિનેતા. કોલસાની ખાણમાં કામ કરતા પિતાનાં 13 સંતાનો પૈકી 12મા નંબરના રિચાર્ડનું મૂળ નામ રિચાર્ડ વૉલ્ટર જેન્કિન્સ જુનિયર હતું. શાળાના શિક્ષક ફિલિપ બર્ટનને પ્રતાપે રિચાર્ડને ઑક્સફર્ડમાં નાટ્યવિદ્યા ભણવાની શિષ્યવૃત્તિ મળી હતી. શિક્ષકનું ઋણ ચૂકવવા પોતાના નામ…
વધુ વાંચો >બર્તોલુચી, બર્નાર્ડો
બર્તોલુચી, બર્નાર્ડો (જ. 16 માર્ચ 1940, પર્મા, ઇટાલી) : ઇટાલીના જાણીતા દિગ્દર્શક. રોઝેલિની, દ સિકા અને ઍન્ટોનિયોની પરંપરાને આગળ ધપાવતા બર્નાર્ડોએ યુવાવયે સિનેમા તરફ આકર્ષાતાં અભ્યાસ છોડ્યો અને નિર્દેશક પિયર પૉલો પૅસોલિનીના સહાયક તરીકે ‘ઍકૅટૉન’(1961)થી પ્રારંભ કર્યો. 1962માં તેમના ‘ઇન સર્ચ ઑવ્ મિસ્ટરી’ નામક કાવ્યસંગ્રહને ‘પ્રેમિયો વાઇરેગિયો’ પ્રાઇઝ મળ્યું. એ…
વધુ વાંચો >બર્મન, આર. ડી.
બર્મન, આર. ડી. (જ. 27 જૂન 1939, કલકત્તા; અ. 4 જાન્યુઆરી 1994) : પંચમ નામે જાણીતા પ્રયોગશીલ ફિલ્મ-સંગીતકાર. ખ્યાતનામ સંગીતકાર પિતા સચિન દેવ બર્મન પોતાના સંગીતમાં લોકસંગીતના ઉપયોગ માટે જાણીતા હતા, જ્યારે પુત્ર રાહુલ દેવ બર્મને વિદેશી ધૂનોનો ભારતીય સંગીત સાથે સમન્વય કરીને નામના મેળવી હતી. 1957માં ગુરુદત્તના ચિત્ર ‘પ્યાસા’માં…
વધુ વાંચો >બર્મન, એસ. ડી.
બર્મન, એસ. ડી. (જ. 1906, ત્રિપુરા; અ. 31 ઑક્ટોબર 1975, મુંબઈ) : ફિલ્મ-સંગીતકાર. પિતા નવદ્વીપ દેવ બર્મન સિતારવાદક અને ધ્રુપદ-ગાયક હતા. ફિલ્મી દુનિયામાં ‘બર્મનદા’ તરીકે જાણીતા બનેલા સચિનદેવ બર્મને શાસ્ત્રીય સંગીતની પ્રારંભિક તાલીમ પિતા પાસે લીધા બાદ ઉસ્તાદ બાદલખાન અને ગુરુ ભીષ્મદેવ પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી હતી. પહેલાં બંગાળી…
વધુ વાંચો >બંધન
બંધન : વીતેલા સમયનું નોંધપાત્ર હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1940. શ્વેત અને શ્યામ. 154 મિનિટ. નિર્માણસંસ્થા : બૉમ્બે ટૉકિઝ; નિર્માતા : શશધર મુખરજી; દિગ્દર્શક : એન. આર. આચાર્ય; પટકથા : જ્ઞાન મુખરજી, અમિય ચક્રવર્તી; સંવાદ : જે. એસ. કશ્યપ; ગીતકાર : પ્રદીપ; સંગીત : સરસ્વતીદેવી, રામચંદ્ર પાલ; છબીકલા : આર.…
વધુ વાંચો >બાઝી (1951)
બાઝી (1951) : હિન્દી ચલચિત્ર. શ્વેત અને શ્યામ. નિર્માણ-સંસ્થા : નવકેતન; દિગ્દર્શન : ગુરુદત્ત; કથા-પટકથા-સંવાદ : ગુરુદત્ત અને બલરાજ સાહની; ગીત : સાહિર લુધિયાનવી; સંગીત : સચિનદેવ બર્મન; છબિકલા : વી. કે. મૂર્તિ; મુખ્ય કલાકારો : દેવ આનંદ, ગીતાબાલી, કલ્પના કાર્તિક, રૂપા વર્મા, કે. એન. સિંઘ, કૃષ્ણ ધવન, શ્રીનાથ, હબીબ.…
વધુ વાંચો >બાઝેં, આન્દ્રે
બાઝેં, આન્દ્રે (જ. 8 એપ્રિલ 1918, એન્જર્સ, ફ્રાન્સ; અ. 1958) : ચલચિત્ર-સમીક્ષક અને વિચારક. ચલચિત્રોમાં વાસ્તવવાદી શૈલીના પ્રણેતા ગણાતા આન્દ્રે બાઝેંએ 40 વર્ષની જિંદગીમાં ખૂબ ઓછાં વર્ષ કામ કર્યું. પણ તેમનું કામ ખૂબ પ્રભાવશાળી રહ્યું. 1945થી 1950ના ગાળામાં તેઓ ચલચિત્રજગત પર છવાયેલા રહ્યા. ઇટાલિયન નવવાસ્તવવાદના રંગે રંગાયેલા બાઝેં મૂળ તો…
વધુ વાંચો >બાબુલ
બાબુલ : પારલૌકિક પ્રેમની કથા કહેતું લોકપ્રિય હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1950, સમય : 142 મિનિટ, શ્વેત અને શ્યામ; નિર્માણસંસ્થા : સની આર્ટ પ્રોડક્શન; નિર્માતા-દિગ્દર્શક : એસ. યુ. સની; પટકથા : અઝ્મ બાઝિદપુરી; ગીત : શકીલ બદાયૂની; સંગીત : નૌશાદ; છબીકલા : ફલી મિસ્ત્રી; કલાકારો : નરગિસ, દિલીપકુમાર, મુનાવર સુલતાના,…
વધુ વાંચો >બાર્દો, બ્રિજિત
બાર્દો, બ્રિજિત (જ. 28 સપ્ટેમ્બર 1934, પૅરિસ) : ફ્રેન્ચ અભિનેત્રી. મોહક સૌંદર્યને કારણે અમેરિકન અભિનેત્રી મૅરિલિન મનરો પછી સૌથી વધુ ચર્ચાસ્પદ રહેનાર બ્રિજિત બાર્દો અભિનયમાંથી નિવૃત્તિ બાદ પ્રાણીઓના સંરક્ષણ માટેની તેની ઝુંબેશના કારણે વધુ જાણીતી છે. ભણવામાં તે ઠોઠ હતી. કિશોરવયે નૃત્ય શીખવા જતી ત્યારે માત્ર 15 વર્ષની ઉંમરે ફ્રાન્સના…
વધુ વાંચો >