Film
ફૉર્ડ, જૉન
ફૉર્ડ, જૉન (જ. 1 ફેબ્રુઆરી 1895, કૅપ, એલિઝાબેથ; અ. 31 ઑગસ્ટ 1973) : શ્રેષ્ઠ દિગ્દર્શનનો ઑસ્કર ઍવૉર્ડ ચાર વાર જીતનાર હૉલિવુડના દિગ્દર્શક. એકધારાં 50 વર્ષ સુધી ચલચિત્રજગતમાં સક્રિય રહીને અસંખ્ય મૂક ચિત્રો અને બોલપટોનું દિગ્દર્શન કર્યું, જેમાંનાં ઘણાં ચિત્રો ‘ક્લાસિક’નો દરજ્જો પામ્યાં. હિજરત કરીને સ્થાયી થયેલાં આઇરિશ માબાપના આ તેરમા…
વધુ વાંચો >ફ્લીન, એરોલ
ફ્લીન, એરોલ (જ. 20 જૂન 1909, હોબાર્ટ, ટાસ્માનિયા; અ. 14 ઑક્ટોબર 1959, વાનકુવર, કૅનેડા) : 1940ના દાયકામાં હૉલિવુડનાં સાહસપ્રધાન ચલચિત્રોનો લોકપ્રિય અભિનેતા. પિતા સમુદ્રજીવશાસ્ત્રી અને પ્રાણીશાસ્ત્રી હતા. 1935માં હૉલિવુડના અભિનેતા બન્યા પહેલાં 15 વર્ષની ઉંમરથી નાનીમોટી નોકરીઓ અને સોનું શોધવા જેવાં સાહસપૂર્ણ કામ કર્યાં. અખબારમાં કટારલેખન કર્યું. 1933માં ઑસ્ટ્રેલિયામાં ‘ઇન…
વધુ વાંચો >ફ્લેહર્ટી, રૉબર્ટ જે.
ફ્લેહર્ટી, રૉબર્ટ જે. (જ. 16 ફેબ્રુઆરી 1886, આયર્ન માઉન્ટેન, મિશિગન; અ. 1951, મિશિગન) : દસ્તાવેજી ચલચિત્રોના પિતામહ ગણાતા રૉબર્ટ ફ્લેહર્ટીના પિતા લોખંડની ખાણમાં કામ કરતા હતા. તેમણે સોનું શોધવાની પ્રવૃત્તિમાં ઝંપલાવતાં દૂરસુદૂરના પ્રદેશોમાં રૉબર્ટનું બાળપણ વીત્યું હતું. તેને કારણે જ વિષમ કુદરતી સંજોગોમાં જીવતી પ્રજાના જીવનને જાણવા-સમજવામાં તેમનો રસ વધતો…
વધુ વાંચો >બચ્ચન, અમિતાભ
બચ્ચન, અમિતાભ (જ. 11 ઑક્ટોબર 1942, અલાહાબાદ) : હિંદી સિનેમાનો લોકપ્રિય અભિનેતા. પિતાનું નામ હરિવંશરાય બચ્ચન. માતાનું નામ તેજીજી. અમિતાભની કારકિર્દીની શરૂઆત રંગમંચથી થઈ. તેણે રેડિયો ઉપર પ્રવક્તા તરીકે પણ કામ કર્યું હતું. કલકત્તાની એક ખાનગી કંપનીમાં તે જોડાયો હતો. ખ્વાજા અહમદ અબ્બાસે ‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મમાં અમિતાભને નાની ભૂમિકા આપી.…
વધુ વાંચો >બચ્ચન, જયા
બચ્ચન, જયા (જ. 9 એપ્રિલ 1948) : હિન્દી ચલચિત્રોની ભભકભૂરકીથી બચતી રહેલી અભિનેત્રી. શબાના આઝમી અને સ્મિતા પાટિલ જેવી બહુ થોડી અભિનેત્રીઓ જયાની જેમ ભભકભૂરકી કે નખરાંનો આશરો લીધા વિના સાહજિક અભિનયથી પ્રેક્ષકોને જીતી શકી છે. તે બંગાળી પત્રકારની પુત્રી હતી. સત્યજિત રાયના ‘મહાનગર’માં 1963માં પંદર વર્ષની વયે જયાએ નાનકડી…
વધુ વાંચો >બડજાત્યા, તારાચંદ
બડજાત્યા, તારાચંદ (જ. 10 મે 1914, અ. 21 સપ્ટેમ્બર 1992) : સ્વચ્છ, સામાજિક ચિત્રોનું નિર્માણ અને વિતરણ કરવા માટે જાણીતી ચિત્રનિર્માણ સંસ્થા રાજશ્રી પ્રોડક્શન્સના સ્થાપક ચલચિત્રનિર્માતા. 1962માં પ્રથમ ચિત્ર ‘આરતી’થી માંડીને 1999માં ‘હમ સાથ સાથ હૈં’ સહિત કુલ 48 જેટલાં ચિત્રોનું નિર્માણ કરનાર રાજશ્રી પ્રોડક્શન્સ સંસ્થાની સ્થાપના કરનાર તારાચંદ બડજાત્યા…
વધુ વાંચો >બડજાત્યા, સૂરજ
બડજાત્યા, સૂરજ (જ. 22 ફેબ્રુઆરી 1965) : હિંદી ચલચિત્રોના ઇતિહાસમાં આવકની ર્દષ્ટિએ સૌથી વધુ કમાણી કરનાર ચિત્ર ‘હમ આપ કે હૈં કૌન’ સહિત ત્રણ સફળ ચિત્રોનું દિગ્દર્શન કરનાર લેખક-દિગ્દર્શક. ખ્યાતનામ વિતરક અને નિર્માતા તારાચંદ બડજાત્યાના પૌત્ર સૂરજ બડજાત્યાએ ફિલ્મનિર્માણ કરતી તેમની સંસ્થા રાજશ્રી પ્રોડક્શન્સની સ્વચ્છ સામાજિક ચિત્રોનું નિર્માણ કરવાની પરંપરા…
વધુ વાંચો >બરસાત (1949)
બરસાત (1949) : બે પ્રેમીઓના ઉત્કટ પ્રેમનું નિરૂપણ કરતું સફળ હિન્દી ચલચિત્ર. ભાષા : હિંદી, શ્વેતશ્યામ. નિર્માણ-સંસ્થા : આર. કે. ફિલ્મ્સ. નિર્માતા-દિગ્દર્શક : રાજ કપૂર. કથા-પટકથા-સંવાદ : રામાનંદ સાગર. ગીત : હસરત જયપુરી, શૈલેન્દ્ર, રમેશ શાસ્ત્રી, જલાલ માહિલાબાદી. છબીકલા ; જાલ મિસ્ત્રી. સંગીત : શંકર-જયકિશન. મુખ્ય કલાકારો : રાજ કપૂર,…
વધુ વાંચો >બરુવા, પ્રમથેશ
બરુવા, પ્રમથેશ (જ. 24 ઑક્ટોબર 1903, ગૌરીપુર, આસામ; અ. 29 નવેમ્બર 1951) : ભારતીય ચલચિત્રોમાં સીમાચિહ્નરૂપ ગણાયેલા ચિત્ર ‘દેવદાસ’ના અભિનેતા-દિગ્દર્શક. ગૌરીપુરના રાજવી પરિવારમાં જન્મ. 1924માં કલકત્તાની પ્રેસિડન્સી કૉલેજમાંથી બી.એસસી. થયા બાદ ચલચિત્ર-નિર્માણનો અભ્યાસ કરવા યુરોપ ગયા. 1928માં આસામ વિધાન પરિષદના સભ્ય નિમાયા. એ જ વર્ષે ચિત્તરંજન દાસના સ્વરાજ્ય પક્ષના સભ્ય…
વધુ વાંચો >બર્ગમૅન, ઇન્ગ્રિડ
બર્ગમૅન, ઇન્ગ્રિડ (જ. 29 ઑગસ્ટ 1915, સ્વીડન; અ. 1982) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સંવેદનશીલ અભિનેત્રી. માતાનું અવસાન ત્રીજે વર્ષે અને પિતાનું અવસાન ચૌદમે વર્ષે થતાં તેમનો ઉછેર મોટાભાગે સગાંઓએ કર્યો હતો. 1933માં હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું કર્યા બાદ સ્ટૉકહોમની રૉયલ ડ્રામેટિક થિયેટર સ્કૂલમાં પ્રશિક્ષણ લીધું. સૌંદર્ય અને અભિનય-પ્રતિભા બંનેનો સુભગ સમન્વય હોવાને…
વધુ વાંચો >